SearchBrowseAboutContactDonate
Page Preview
Page 705
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૫ બોધબીજ સમ્યગ્દર્શન (૨) બીજ જ્ઞાન. શોધેતે કેવલજ્ઞાન; કેવળ શુધ્ધ આત્માનો જયાં અનુભવ થાય છે. એવું શુધ્ધાત્માનું ભૂતિરૂપ જે પરમાર્થ સત્વ તે જ કેવલજ્ઞાનના બીજરૂપ થઇ પડે છે, એટલા માટે તે બીજજ્ઞાન કહેવાય છે. વહ કેવલકો બીજજ્ઞાની કહે, નિજકો અનુભૌ બતલાઇ દિયે” અને આ શુધ્ધાત્માનુભૂતિનો જે અમૃત અનુભવ થાય-અમૃતરૂ૫ શુધ્ધ ચેતનરસ અનુભવાય તે જ સુધારસ. સમયસારની ગાથા ૩૮ હું એક શુધ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખેર! પરમાણુ માન મારું નહિ એ આ પ્રકારનો શ્લોક શ્રી. સૌભાગ્યચંદ્રભાઇ મારફત શ્રીમદ્ રાજચંદ્રને મળતાં તમને સમયસાર શાસ્ત્રની સ્મૃતિ થઇ આવી. બોધ્યબોધક :બોધ્યા એટલે જેને સમજાવવાનો હોય તે અર્થાત્ જેને ઉપદેશ દેવાનો હોય છે અને બોધક એટલે સમજાવનાર અર્થાત્ ઉપદેશ દેનાર. માત્ર અન્ય શ્રમણો પાસેથી પોતે બોધ લેવા માટે અથવા અન્ય શ્રમણોને બોધ દેવા માટે મુનિને અન્ય શ્રમણો સાથે પરિચય હોય છે. બોધક્ષ :જ્ઞાનસ્વરૂપ બોધશ્વરૂપ :જ્ઞાયકભાવ બોધિ આત્મદર્શન, આત્મજ્ઞાન, આત્મરમણતામય રત્નત્રયની પ્રાપ્તિ. (૨) નહિ પ્રાપ્ત થયેલ એવાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિનો લાભ. (૩) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા તે બોધિ (૪) સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂ૫ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે. (૫) સંપૂર્ણ જ્ઞાન (૬) સમ્યગ્દર્શન-શાન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે. બોધિત :બોધ પામેલું. બોધિત બુદ્ધત્વ સમજાવનાર સાચા ગુરુ દ્વારા જાણવું; ગુરુ ગમ વડે સત્સમાગમ વડે જાણવું તે; એવા કારણપૂર્વક પોતે પોતાના સ્વભાવથી જ જાણે છે. (૨) બીજાના જણાવવાથી જાણવું તે. (૩) બીજાના જણાવવાથી જાણવું તે; બીજાના ઉપદેશથી જાણવું તે; બીજા કોઇ ધર્માત્મા જ્ઞાનીના ઉપદેશથી જાણે બોધિદુર્લભ અનંત કાળથી રખડતા જીવોને આત્માનો સમ્યબોધ પામવો મહાદુર્લભ છે. બોધિનીજ :આત્માના ભાનપૂર્વક સમ્યગ્દર્શન, જ્ઞાન અને અકયાય સ્થિરતારૂપ ચારિત્ર તે બોધિ. બોધિ-સમાધિ આજ સુધી કદી પ્રાપ્ત થયાં નથી એવાં સમ્યગ્દર્શન. જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે અને તેને પરભવમાં | નિર્લિનપણે સાથે લઇ જવાં તે સમાધિ કહેવાય છે. બોધિ-સમાધિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની પ્રાપ્તિનું નામ બોધિ છે. અને તેને પરભવમાં નિર્વિધનપણે સાથે લઇ જવાં તે સમાધિ કહેવાય છે. બોધીબીજ :આત્માના ભાનપૂર્વક સમ્યગ્દર્શન, જ્ઞાન અને અકષાય સ્થિરતારૂપ ચારિત્ર તે બોધિ. બૌદ્ધ બુદ્ધદેવને રોગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મોત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયો હતો. બૌધદર્શન :ક્ષણિકવાદ; ઋજુ સૂત્ર નયને એકાન્ત સ્વીકારીને ઋજુ સૂત્ર નથી આત્મતત્વનું કથન કરીને અને અન્ય નયોને ઉત્થાપીને બૌધ્ધદર્શન ઉદભવ્યું ભક્તના પ્રકાર :ભક્ત બે પ્રકારના છે -એક આજ્ઞા પ્રધાન-બીજા પરીક્ષા પ્રધાન (૧) આજ્ઞા પ્રધાન =જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેવ-ગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞાપ્રધાન કહીએ. (૨) પરીક્ષા પ્રધાન = જે જીવો સમ્યજ્ઞાન વડે પહેલાં સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષાપ્રધાન કહીએ. કેમ કે; કોઇ પદ, વેશ, અથવા સ્થાન પૂજય નથી પણ ગુણ પૂજ્ય છે. તેથી અહીં શુધ્ધ ચેતના પ્રકાશરૂપ ગુણ સ્તુતિ કરવા યોગ્ય છે. ભકિત અંતરમાં ભજન કરવું (૨) ભકિત એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે. ભકિતથી અહંકાર મટે, સ્વછંદ રળે, અને સીધા માર્ગે ચાલ્યું જવાય, અન્ય વિકલ્પો મટે. આવો એ ભકિતમાર્ગ શ્રેષ્ઠ છે. (૩) ભકિત પ્રયોજનરૂપ આત્માર્થે ન હોય તો તે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy