SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ બાવભાસન :અંતર નિર્ણય યથાર્થ નિશ્ચય, અવાય, પ્રતીતિ, અડગ શ્રદ્ધા, પૂર્ણ | વિશ્વાસ બાવકરણ :આત્મ સ્વભાવ ચૂકી વિભાવમાં રાચવું, સુખનિધાન એવું પોતાનું આત્મસ્વરૂ” તે ભૂલી તેથી અન્ય એવા તન, ધન, સ્વજનાદિ સર્વ પરમાં જ અહત્વ મમત્વ બુદ્ધિથી, પરની ચિંતા માં જ પરભાવોમાં જ નિમગ્ન રહી, સ્વરૂપ સુખની નિરંતર વિયોગ રહે તે ભંકર ભાવમરણ. બાવ્યભાવક :ભા=ભાવવા યોગ્ય, ચિંતવવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, અર્થાત્ ધ્યેય. ભાવક= ભાવનાર, ચિંતાવનાર, ધ્યાન કરનાર અર્થાત્ ધ્યાતા. બાવવિવેક ઈદ્રિયો અને કષાયોથી આત્માને જુદા ચિંતવવો તે ભાવવિવેક છે. બાવાત્મક વિધેયાત્મક, સ્વભાવાત્મક, સદ્ભાવરૂપ બાવિત્યા ભાવિત્યા જેનો આત્મા ઉચ્ચ આશયવાળો હોય તેવું, સ્થિતપ્રજ્ઞ બાવીશ પરિષહ જય નીચે લખેલા બાવીશ પરિષહો આવી પડે તો શાંતિપૂર્વક સહન કરવા. (૧) ક્ષુધા, (૨) તૃષા, (૩) ઠંડી, (૪) ગરમી, (૫) દેશમશક - ડાંસ, મચ્છર આદિ જીવોથી થતી બાધા, (૬) નગ્નતા, (૭) આરતિ, (૮) સ્ત્રી, (૯) ચર્ચા-ચાલવાનો. (૧૦) નિષદ્યા-બેસવાનો. (૧૧) શય્યા, (૧૨) આક્રોશ-ગાળ, (૧૩) વધ, (૧૪) યાચના-જરૂર પડ્યે માગવાના અવસરે પણ ન માગવું જોઈએ. (૧૫) અલાભ-ભોજનનો અંતરાય થાય તો પણ સંતોષ. (૧૬) રોગ, (૧૭) તૃણસ્પર્શ, (૧૮) મળ, (૧૯) સત્કારપુરસ્કારઆદર-નિરાદર, (૨૦) પ્રજ્ઞા-જ્ઞાનનો મદ ન કરવો, (૨૧) અજ્ઞાન - અજ્ઞાન હોવા છતાં ખેદ ન કરવો, (૨૨) અદર્શન-શ્રદ્ધા બગાડવી નહિ. બાવીસ પરિષહ ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મળ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન એ બાવીસ પ્રકારના પરિષહ છે. બાસન :જ્ઞાન, જાવું તે, જ્ઞાનનું પરિણમન, (ભાવબાસન સ્વરૂપની સમજણ) બાવર તેજસ્વી, ઝળકવું. ૭૦૩ બાહબળજી આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગલોર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડોલ ધ્યાને કાઉસગ્નમુદ્રાએ શ્રી બાબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કેવલ્ય પ્રગટ થવા યોગ્ય દશા છતાં જરા માનનો અંકુરો નડ્યો છે. વીરા મારા ગજ થકી ઊતરો. એ માનરૂપી ગજથી ઊતરવાના પોતાની બહેનો બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણગોચર થતાં સુવિચારે સજજ થઈ, માન મોડવા તૈયાર થતાં કેવલ્ય પ્રગટયું. તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે. વચનામૃત. બાહ્ય અત્યંતર નિગ્રંથ = સ્ત્રી-પુત્ર-મિત્રાદિ બાહ્ય સંબંધ અને રાગદ્વેષ મોહાદિ સકલ અત્યંતર સંબંધનું (આકરું-તીવ્ર) બંધનું તીર્ણપણે–તીવ્રપણેઉગ્રપણે છેદીને કાપી નાખીને સર્વથા અસંગ નિગ્રંથ (સાચા સાધુ-સંત શ્રમણ) થવું તે. બાહ્ય દ્રષ્ટિ દેહ અને પરને એકરૂપ જોવાની દ્રષ્ટિ તે બાહ્ય દષ્ટિ છે તે આત્માની નિર્મળતાને રોકનાર છે. પોતાના સ્વતંત્ર સ્વભાવને ભૂલી પરનાં કામ મેં કર્યા, હું દેહાદિનાં કામ કરી શકું છું, મેં સંસારમાં સુધારો કર્યો, હું હતો તો ખરડો થયો, મોટી રકમ ભરાણી, વગેરે હું હતો તો થયું, એવી માન્યતાના અભિમાન વડે પોતે પોતાનું ખૂન કરી રહ્યો છે. માટે ભાઇ ! તું પરનો અહંકાર છોડી દે. પરકાર્યના અભિમાનથી ચૈતન્યની સંપત્તિ લૂંટાય છે, તે પરાધીનતા છે છતાં તેમાં હોંશ માનવી તે તો ગાંડા ઇ છે. બાહ્ય પરિગ્રહ ક્ષેત્ર, વાસ્તુ, (મકાન), ચાંદી-સોનું, ધન-ધાન્યાદિ, દાસ-દાસી, વાસણ, ચારપગાળાં પાલતુ પશુ વગેરે રૂપે દસ પ્રકારનો કહેવામાં આવ્યો છે. બાહ્ય વિષયો શુભ કે અશુભ ભાવો. બાહ્ય સુખ ઇન્દ્રિય વિષયોનો અનુભવ છે તે બાહ્ય સુખ છે. બાલ્પટિ:સ્થલ દષ્ટિ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy