SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ પહોંચાતું નથી ત્યાં સુધી અંતર-અનુભવથી છૂટી વારંવાર બહાર પણ અવાઈ જાય છે. એ દશામાં જે અમૂલ્ય વચનમૌક્તિકોની માળા ગુંથાઈ આ પ્રવચનસાર પરમાગમ છે. આખા પરમાગમમાં વીતરાગ ચારિત્રની ઝંખનાનો મુખ્ય ધ્વનિ ગુંજી રહ્યો છે. એવા આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે ત્રણ શ્રુતસ્કંધ છે. પ્રથમ શ્રુતસ્કંધનું નામ જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરસમ્મુખ જીવોને હું જ્ઞાનસ્વભાવ છું અને મારું સુખ મારામાં જ છે એવી શ્રદ્ધા કદી થઈ નથી અને તેથી તેની ઓશિયાળી પરસમુખ વૃત્તિ કદી ટળતી નથી. એવા દીન દુઃખી જીવો પર આચાર્ય ભગવાને પરમ કરુણા કરી આ અધિકારમાં જીવનો જ્ઞાનાનંદ સ્વભાવ વિસ્તારથી સમજાવ્યો છે તેમ જ કેવળીના જ્ઞાન અને કેવળીના સુખ માટેની ધોધમાર ઉત્કટ ભાવના વહાવી છે. શ્રાયિક જ્ઞાન જ ઉપાદેય છે, ક્ષાયોપથમિક જ્ઞાનવાળા તો કર્મભારને જ ભોગવે છે, પ્રત્યક્ષ જ્ઞાન જ એકાંતિક સુખ છે, પરોક્ષ જ્ઞાન તો અત્યંત આકુળ છે. કેવળીનું અતીન્દ્રિય સુખ તે જ સુખ છે, ઈન્દ્રિયજનિત સુખે તો દુઃખ જ છે, સિદ્ધ ભગવાન સ્વયમેવ જ્ઞાન, સુખ ને દેવ છે, ઘાતિકર્મરહિત ભગવાનનું સુખ સાંભળીને પણ જેમને તેની શ્રદ્ધા થતી નથી તેઓ અભવ્ય (દૂરભવ્યો છે એમ અનેક અનેક પ્રકારે આચાર્ય ભગવાને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય પરિપૂર્ણ સુખ માટે પોકાર કર્યો છે. કેવળીના જ્ઞાન અને આનંદ માટે આચાર્ય ભગવાને એવી ભાવભીની ધૂન મચાવી છે કે તે વાંચીને સહેજે એમ લાગી જાય છે કે વિદેહવાસી સીમંધર ભગવાન પાસેથી અને કેવળી ભગવંતોનાં ટોળાં પાસેથી ભરતક્ષેત્રમાં આવીને તુરત જ કદાચ આચાર્ય ભગવાને આ અધિકાર રચી પોતાની હદથોર્મિઓ વ્યક્ત કરી હોય. આ રીતે જ્ઞાન અને સુખનું નિરૂપણ કરી આ અધિકારમાં આચાર્ય ભગવાને મુમુક્ષુઓને અતીન્દ્રિય જ્ઞાન અને છેલ્લી ગાથાઓમાં મોહરાગદ્વેષને નિર્મૂળ કરવાનો જિનોક્ત યથાર્થ ઉપાય સંક્ષેપમાં દર્શાવ્યો છે. બીજા શ્રુતસ્કંધનું નામ શેયતત્ત્વ-પ્રજ્ઞાપન છે. અનાદિ કાળથી પરિભ્રમણ કરતો જીવ બધું કરી ચૂક્યો છે પણ સ્વ-પરનું ભેદવિજ્ઞાન તેણે કદી કર્યું નથી. બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં જીવ એકલો જ કર્તા, કર્મ, કરણ અને કર્મફળ બને છે, પર સાથે તેને કદીયે કાંઈ જ સંબંધ નથી એવી સાનુભવ શ્રદ્ધા તેને કદી થઈ નથી. તેથી હજારો મિથ્યા ઉપાયો કરવા છતાં તે દુઃખમુક્ત થતો નથી. આ શ્રુતસ્કંધમાં આચાર્યભગવાને દુઃખનું મૂળ છેદવાનું સાધન-ભેદવિજ્ઞાન સમજાવ્યું છે. જગતનું પ્રત્યેક સત્ અર્થાત્ પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સિવાય કે ગુણપર્યાયસમૂહ સિવાય બીજું કાંઈ જ નથી. સત્ કહો, દ્રવ્ય કહો, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય કહો, ગુણપર્યાયપિંડ કહો-એ બધું એક જ છે. આ ત્રિકાળજ્ઞ જિનભગવંતોએ સાક્ષાત્ દેખેલા વસ્તુસ્વરૂપનો મૂળભૂત-પાયાનો-સિદ્ધાંત છે. વીતરાગવિજ્ઞાનનો આ મૂળભૂત સિદ્ધાંત શરૂઆતની ઘણી ગાથાઓમાં અત્યંત અત્યંત સુંદર રીતે કોઈ લોકોત્તર વૈજ્ઞાનિકની ઢબથી સમજાવવામાં આવ્યો છે. ત્યાં દ્રવ્યસામાન્યનું સ્વરૂપ જે અલૌકિક શૈલીથી સિદ્ધ કર્યું છે તેનો ખ્યાલ વાંચકને એ ભાગ જાતે જ વાંચ્યા વિના આવવો અશક્ય છે. ખરેખર પ્રવચનસારમાં વર્ણવેલું આ દ્રવ્યસામાન્ય નિરૂપણ અત્યંત અબાધ્ય અને પરમ પ્રતીતિકર છે. એ રીતે દ્રવ્યસામાન્યના જ્ઞાનરૂપી સુદઢ ભૂમિકા રચીને, દ્રવ્યવિશેષનું અસાધારણ વર્ણન, પ્રાણાદિથી જીવનું ભિન્નપણું, જીવ દેહાદિકનો કર્તા-કારયિતા-અનુમંતા નથી એ હકીકત જીવને પુલપિંડનું અકર્તાપણું, નિશ્ચયબંધનું સ્વરૂપ, શુદ્ધાત્માની ઉપલબ્ધિનું ફળ, એકાગ્રસંચેતનલક્ષણ ધ્યાન વગેરે અનેક વિષયો અતિ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવ્યા છે. એ બધામાં સ્વ-પરનું ભેદવિજ્ઞાન જ નીતરી રહ્યું છે. આખા અધિકારમાં વીતરાગપ્રણીત દ્રવ્યાનુયોગનું સત્ત્વ ઠાંસી ઠાંસીને ભર્યું છે, જિનશાસનના મૌલિક સિદ્ધાંતોને અબાધ્ય યુક્તિથી સિદ્ધ કર્યા છે. આ અધિકાર જિનશાસનના સ્તંભ સમાન છે. એનો ઊંડાણથી અભ્યાસ કરનાર મધ્યસ્થ સુપાત્ર જીવને જૈનદર્શન જ વસ્તુદર્શન છે એમ લાગ્યા વિના રહેતું નથી. આ વિષયનું પ્રતિપાદન એટલું પ્રૌઢ, અગાધ ઊંડપવાળું , મર્મસ્પર્શી અને ચમત્કૃતિમય છે કે તે મુમુક્ષુના ઉપયોગને તીર્ણ બનાવી વ્યુતરત્નાકરના ગંભીર ઊંડાણમાં લઈ જાય છે, કોઈ ઉચ્ચ કોટિના મુમુક્ષને નિજ સ્વભાવરત્નની પ્રાપ્તિ કરાવે છે અને કોઈ સામાન્ય મુમુક્ષ ત્યાં
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy