SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ તે પ્રયોજન. ત્રિકાળી દ્રવ્ય સાથે વર્તમાન અવસ્થાની સંધિ કરવી, તે પ્રયોજન | છે. પ્રયોજન ભેદ આત્માનું પ્રયોજન, આખા દ્રવ્યનું કાર્ય કરવું, તે છે. જ્ઞાનનું પ્રયોજન હિતાહિતનો નિર્ણય કરી, હિતપણે વર્તવું. ચારિત્રનું પ્રયોજન, રાગ-દ્વેષપણે ન થતાં, નિર્મળ સ્થિરતાપણે રહેવું, વગેરે. એ રીતે એક વસ્તુમાં અભેદપણું-ભેદપણું, નિશ્ચય-વ્યવહાર બંને દષ્ટિથી જેમ છે, તેમ જાણે તો, એક પક્ષનો વિરોધ મટી જાય છે. પ્રયોજનભૂત : સાર રૂપ (૨) મુખ્ય કરવા જેવું પ્રયોજનભૂત તત્ત્વ દુઃખ દુર કરવું અને સુખી થવું, એ જ સાચું પ્રયોજન છે અને જે તત્ત્વોની, સાચી (સમ્યક) શ્રદ્ધા અને જ્ઞાન વિના, આપણું દુઃખ દુર ન થઇ શકે. અને આપણે સુખી ન થઇ શકીએ, તેને પ્રયોજનભૂત તત્ત્વ કહે છે. પ્રયોજનવશે. જરૂરિયાત કારણે. પ્રયોજનવાન મતલબ; જાણવાનું પ્રરૂપણ :નિરૂપણ. પ્રરૂપણ પ્રકાર એવા પ્રકારની, જે પ્રરૂપણા પ્રરૂપણા:ઉપદેશ કરવો એ; સમજાવવું એ. (૨) ઉપદેશ. પ્રરૂપવું દર્શાવવું પ્રેરણા શ્રીમદ્ રાજચંદ્ર કૃત્ત આત્મસિદ્ધિના દોહરામાં આવે છે કે, હોય ને ચેતન પ્રેરણા, કોણ ગ્રહે તો કર્મ. તેમાં ચેતનની પ્રેરણા ન હોય તો કર્મ કોણ ગ્રહણ કરે? ચૈતન્ય કર્મને પ્રેરે છે એવો તેનો અર્થ પણ પ્રેરણાનો અર્થ મનન થાય છે. ચૈતન્ય પોતે પરિણામમાં રાગાદિ ભાવનું મનન કરે છે, ત્યાં કર્મો એની મેળે સ્વયં બંધાઇ જાય છે. પણ આત્મા કાંઇ કર્મમાં પેસી જતો નથી. (૨) મનન; પ્રેરવું તે; પ્રોત્સાહન; આદેશ; આજ્ઞા; ખાનગી સલાહ (૩) મનન. પ્રલાપ :અસંગત બકવાટ; મિથ્યા બકવાટ. (૨) બકવાદ કલીન તલ્લીન; એકાકાર; એકરૂપ; એકાગ્ર; અંતર એકાગ્ર પ્રહીન થઈ જવું અત્યંત લીન થઇ જવું; મગ્ન થઇ જવું; અલોપ થઇ જવું; અદ્દશ્ય થઇ જવું પ્રવચન શાસ્ત્ર (૨) પ્રકુટ વચન; પ્રમાણભૂત આપ્તપુરુષનું વચન; જે વચન સર્વથી પર છે, તે. જેનાથી પર કોઇ નથી, એવું પ્રકર્ષ પામેલું વચન તે પ્રવચન. આવું પરમાર્થે પરમ વિશ્વાસ યોગ્ય, પરમ પ્રષાણભૂત, પ્રકૃટ વચન કોનું હોય? વીતરાગ સર્વજ્ઞનું જ. રાગ દ્વેષ અને મોહ, એ ત્રિદોષ જેને સર્વથા નિવૃત્ત થયા છે, એવા પરમ પુરુષોત્તમ સર્વજ્ઞનું વચન, તે જ વાસ્તવિક પ્રવચન કહેવા યોગ્ય છે. પ્રવચનના સાદને ભગવાન આત્માને પ્રવચનના ચારને:ભગવાન આત્માને પ્રવચન :આગમપરાયણ પ્રવચનરત જીવો:આગમપરાયણ જીવો. પ્રવથનસાર ભગવાન કુંદકુંદાચાર્યના રચેલાં અનેક શાસ્ત્રો છે, જેમાંથી થોડાંક હાલમાં વિદ્યમાન છે. ત્રિલોકનાથ સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃતભાજનો હાલમાં પણ અનેક આત્માર્થીઓને આત્મજીવન અર્પે છે. તેમનાં સમયસાર, પંચાસ્તિકાય અને પ્રવચનસાર નામનાં ત્રણ ઉત્તમોત્તમ શાસ્ત્રો પ્રાભૂતત્રય કહેવાય છે. આ ત્રણ પરમાગમોમાં હજારો શાસ્ત્રોનો સાર આવી જાય છે. ભગવાન કુંદકુંદાચાર્ય પછી લખાયેલા ઘણા ગ્રંથોનાં બીજડાં આ ત્રણ પરમાગમોમાં રહેલાં છે એમ સૂક્ષ્મ દૃષ્ટિથી અભ્યાસ કરતાં જણાય છે. શ્રી સમયસાર આ ભરતક્ષેત્રનું સર્વોત્કૃષ્ટ પરમાગમ છે. તેમાં નવ તત્ત્વોનું શુદ્ધનયની દૃષ્ટિથી નિરૂપણ કરી જીવનું શુદ્ધ સ્વરૂપ સર્વ તરફથી – આગમ, યુક્તિ, અનુભવ અને પરંપરાથીઅતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. પંચાસ્તિકાયમાં છ દ્રવ્યનું અને નવ તત્ત્વનું સ્વરૂપ સંક્ષેપમાં કહ્યું છે. પ્રવચનસારમાં તેના નામ અનુસાર જિનપ્રવચનો સાર સંઘર્યો છે. જેમ સમયસારમાં મુખ્યત્વે દર્શનપ્રધાન નિરૂપણ છે, તેમ પ્રવચનસારમાં મુખ્યત્વે જ્ઞાનપ્રધાન નિરૂપણ છે. શ્રી પ્રવચનસારના પ્રારંભમાં જ શાસ્ત્રકર્તાએ વીતરાગ ચારિત્ર માટેની પોતાની ઝંખના વ્યક્ત કરી છે. વારંવાર અંતરમાં ડૂબકી મારતા આચાર્ય ભગવાન નિરંતર અંદર જ સમાઈ રહેવાને ઝંખે છે પણ જ્યાં સુધી એ દશાને
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy