SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ પાપતવુ :પાપ આસવ અને બંધનો પેટાભેદ છે. મિથ્યાત્વ, હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભ ભાવ જીવને થાય છે તે ભાવવાળા છે. તે સમયે જ્ઞાનાવરણીય, મોહનીય, અશાતા વેદનીય આદિ કર્મયોગ્ય પુદ્ગલો સ્વયં (સ્વતઃ) જીવની સાથે બંધાય છે તે દ્રવ્યપાપ છે. પાપબંધના કારણ :(૧) દષ્ટિ-પૂજ્યો પ્રત્યે નિંદાનો ભાવ, બીજું, સર્વ પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા-હિંસાનો ભાવ અને ત્રીજું, નિદિત ચારિત્રમાં અનુરાગ. નિન્દ્રિત ચારિત્ર્યનો અભિપ્રાય, પ્રાયઃ તે ચારિત્રથી છે. જે હિંસા, જૂઠ, ચોરી, મૈથુન, અને પર પદાર્થોમાં ગાઢ મમત્વરૂપે જાણવા-ઓળખવામાં આવે છે. પાપભાવ હિંસા, જૂઠ, ચારી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ રળવા કમાવાનો, દુકાન ચલાવવાનો, દવા-ઇંજેકશનો દેવાનો ભાવ તે પાપભાવ છે. (૨) વિષય, કષાય, દેહાદિમાં આસક્તિ, પૈસા, રાગની પ્રવૃતિરૂપ ધંધા, તે બધા ભાવોમાં એકલા પાપનો, અશુભ ભાવ છે. અને દાનાદિમાં તૃણાનો ઘટાડો, કષાયની મંદતા વગેરે હોય, તો તે શુભ ભાવ-પુણ્ય છે. આ રીતે પુણ્યપાપને વ્યવહારે જુદા માને પણ, બંન્નેને આસવમાની, તેનાથી ધર્મ નમાને, આ રીતે નવ તત્ત્વને બરાબર જાણે, ત્યારે તે શુભ ભાવ છે. (૩) પર પ્રત્યે તીવ્ર રાગ, તે અશુભ પાપ ભાવ છે. પાપસવ :તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર ભય-મૈથુન-પરિગ્રહ સંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી રંગાયેલ યોગપ્રવૃત્તિ રૂપ કૃષ્ણ-નીલ-કાપાત નામની ત્રણ લેશ્યા; રાગદ્વેષના ઉદયની ઉગ્રતાને લીધે વર્તતું ઇન્દ્રિયાધીનપણું; રાગદ્વેષની પુષ્કળતાને પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છૂટકારને તથા નિદાનને ઇચ્છવારૂપ આર્તધ્યાન; કાય વડે દૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, સ્તેયાનંદ અને વિષય સંરક્ષણાનંદરૂપ શૈદ્રધ્યાન; વગર પ્રયોજન (-નકામું) શુભકર્મથી અન્યત્ર (અશુભકાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચાત્રિમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહ; આ, ભાવપાપાસવનો વિસ્તાર દ્રવ્યપાપાસના વિસ્તારનો દેનારો છે (અર્થાત્ ૬૧૧ ઉપરોકત ભાવપાપાસવરૂપ અનેકવિધ ભાવો તેવા તેવા અનેકવિધ દ્રવ્યાપસવમાં નિમિત્તભૂત છે. પાપાનુબંધી પુણ્ય :જેની દષ્ટિ રાગ ઉપર છે. જેને શુભની રુચિ છે, તેને રાગ આવે ત્યારે પુણય બંધાય, તે પાપાનુંબંધી પુણ્ય છે. પાપાસવનું સ્વરૂપ :બહુ પ્રમાદવાળી ચર્યા, કલુષિતા, વિષયો પ્રત્યે લોલુપતા, પરને પરિતાપ કરવો તથા પરના અપવાદ બોલવા એ પાપનો આસ્રવ કરે છે. બહુ પ્રમાદવાળી ચર્ધારૂપ પરિણતિ (બહુ પ્રમાદથી ભરેલા આચરણરૂપ પરિણતિ). કલુષારૂપ પરિણતિ, વિષયલોલુપતારૂપ પરિણતિ, પરંપરિતાપરૂપ પરિણતિ (પરને દુઃખ દેવારૂપ પરિણતિ) અને પરના અપવાદરૂપ પરિણતિ એ પાંચ અશુભ ભાવો દ્રવ્યપાપાસવને નિમિત્તમાત્રપણે કારણભૂત છે તેથી દ્રવ્યપાપાસવના પ્રસંગને અનુસરીને (અનુલક્ષીને) તે અશુભ ભાવો ભાવપાપાસવો છે અને તે (અશુભ ભાવો) જેનું નિમિત્ત છે એવા જે યોગ દ્વારા પ્રવેશતાં પુલોના અશુભકર્મપરિણામ (અશુભ કર્મરૂપ પરિણામ) તે દ્રવ્યપાપાસવ છે. પાપાસવભૂત ભાવો ચારેય સંજ્ઞાઓ, ઇંદ્રિયવશતા, આર્ત-રૌદ્ર ધ્યાન, દુઃપ્રયુક્ત જ્ઞાન (દુષ્ટપણે અશુભ કાર્યોમાં જોડાયેલું જ્ઞાન) અને મોહ એ ભાવો પાપપ્રદ તીવ્ર મોહના વિપાકથી ઉત્પન્ન થતી આહાર, ભય, મૈથુન, પરિગ્રહસંજ્ઞાઓ; તીવ્ર કષાયના ઉદયથી અનુરંજિત યોગ પ્રવૃત્તિરૂપ કૃષ્ણ-નીલ-કાપોત નામની ત્રણ વેશ્યાઓ; રાગ-દ્વેષના ઉદયના પ્રકર્ષને લીધે વર્તતું ઇંદ્રિયાધીનપણું; રાગદ્વેષના ઉદ્રકને લીધે પ્રિયના સંયોગને, અપ્રિયના વિયોગને, વેદનામાંથી છૂટકારને તથા નિદાનને ઈચ્છવારૂપ આર્તધ્યાન; કષાય વડે ક્રૂર એવા પરિણામને લીધે થતું હિંસાનંદ, અસત્યાનંદ, તેયાનંદ અને વિષયસંરક્ષણાનંદરૂપ રૌદ્રધ્યાન; વગર પ્રયોજન (નકામું) શુભકર્મથી અન્યત્ર (અશુભ કાર્યમાં) દુષ્ટપણે જોડાયેલું જ્ઞાન; અને સામાન્યપણે દર્શનચારિત્રમોહનીયના ઉદયથી ઉત્પન્ન અવિવેકરૂપ મોહ; આ ભાવપાપાસવનો વિસ્તાર દ્રવ્યપાપામ્રવના વિસ્તારને દેનારો છે. (અર્થાત્
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy