SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૦ પાઠાંતર એક પાઠની જગોએ બીજો પાઠ આવે તે. (૨) ભિન્ન લખાણ; લખાણનો જુદો પડતો ભાગ પાણીના લોટ :પાણીનાં મોજાં; પાણીનાં તરંગ પાણીનો બિંદવો પાણીનો છાંટો પાત્ર : લાયક; યોગ્ય પાત્ર ૬ :પહેલાં નંબરના અજ્ઞાની એવા છે કે બહારના વેષથી પરીક્ષા કરે છે. બીજા નંબરના અજ્ઞાની એવા છે, કે બહારની ક્રિયા દેખીને પરીક્ષા કરે છે. બીજા નંબરના જીવો એવા છે, કે તત્ત્વદષ્ટિથી પરીક્ષા કરે છે, કે આને પરથી નિરાળા આત્માની પ્રતીત છે કે નહિ ? સ્વાશ્રય ચૈતન્ય ભગવાનની શ્રદ્ધા છે. કે નહિ ? પર શરીરાદિ અને અંતરમાં થતી પશ્ય-પાપની લાગણી, તેનો હ ‘કર્તા નથી. તે મારું કાર્ય નથી, એવી નિરુપાધિ શ્રદ્ધા પ્રગટી છે કે નહિ ? એવી રીતે પરીક્ષા કરે છે, આવી ત્રીજા નંબરની પરીક્ષા કરનારો, પાત્ર જીવ છે. (૨) પાત્ર જીવો એવા છે કે, તત્ત્વદષ્ટિથી પરીક્ષા કરે છે, કે આને પરથી નિરાળા, આત્માની પ્રતીત છે કે નહિ ? સ્વાશ્રય ચૈતન્ય ભગવાનની શ્રદ્ધા છે કે નહિ ? ૫ર શરીરાદિ અને અંતરમાં થતી પુણ્ય-પાપની લાગણી તેનો હું કર્તા નથી તે મારું કાર્ય નથી, એવી નિરુપાધિ શ્રદ્ધા પ્રગટી છે કે નહિ ? એવી રીતે પરીક્ષા કરે છે. આવી પરીક્ષા કરનાર પાત્ર જીવ છે. પાત્રતા મૈત્રી (સર્વ જગત ઉપર નિર્વેર બુદ્ધિ), અનુકંપા (તેમના દુઃખ પર કરુણા), પ્રમોદ (આત્મગુણ દેખી આનંદ) અને ઉપેક્ષા (નિસ્પૃહબુદ્ધિ), આ ચાર ભાવના ભાવશો, એથી પાત્રતા આવશે. (૨) યોગ્યતા પાત્રતા મેળવવા શું કરવું? (૯) ક્ષયોપશમ એટલે પોતાનું હિત-અહિત સમજવાયોગ્ય જ્ઞાનનો ઉઘાડ. (૯) કયાયની મંદતા અથવા વિશુદ્ધિ. (૯)દેશના એટલે સતપુરુષનો ઉપદેશ, તત્ત્વબોધ, સત્પદનો ઉપદેશ. *)પ્રાયોગ્યલબ્ધિ-મતિની નિર્મળતા અથવા પક્ષપાતરહિત સરલબુદ્ધિ થવા માટે પાત્રતા વધતાં કર્મની સ્થિતિ અનુભાગનું મંદ થવું (ઘટવું). (૯)કરણલબ્ધિ એટલે ચારિત્રગુણના પરિણામની વિશુદ્ધિ. (*) પાત્રતા પામવા માટે યથાર્થ સત્પુરુષનો તત્ત્વઉપદેશ ભાવથી શ્રવણ કરવો જોઈએ. (*) વિચારીને મનન કરવું જોઈએ. (૪) જેટલા ગુણો પ્રગટાવ્યા તેને અધિક કરી ટકાવી રાખવા જોઈએ. (*) બધા દોષ (ચારિત્રના દોષ) એકદમ ટળતા નથી પણ અભિપ્રાયમાં શીઘ બધા દોષ ટાળવાનું લક્ષ (હું અકષાય છે, શુદ્ધ છું એ) હોવું જોઈએ. પાયેય :ભાતું પાદોપગમનસંથારો હાલ્યા ચાલ્યા વિના મરણપર્યત સ્થિર રહ્યો. પાધરા :સીધા પાનક દ્રાક્ષ, કપુર, ચંદનાદિ અનેક વસ્તુઓ એકઠી કરીને, એક જાતનું પીવા યોગ્ય પીણું તેને પાનક કહે છે. પાપ :જીવના અશુભ પરિણામ તે પાપ છે; તેમજ તે અશુભ પરિણામ જેનું નિમિત્ત છે એવા પુલોના કર્મપરિણામ (અશુભ કર્મરૂપ પરિણામ) તે પાપ છે. (૨) હિંસા, અસત્ય, ચોરી, અવ્રત વગેરેના અશુભભાવ તે ભાવપાપ છે અને તે સમયે કર્મયોગ્ય જડની શકિતથી પરમાણુઓનો જથ્થો સ્વયં બંધાય તે દ્રવ્ય-પાપ છે. (તેમાં જીવની અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે.) પરમાર્થે-ખરેખર આ પુય-પાપભાવ (શુભાશુભ ભાવ) આત્માને અહિતકર છે, આત્માની ક્ષણિક અશુદ્ધ દશા છે, આત્માનું અસલી સ્વરૂપ નથી. દ્રવ્યપુણય-પાપ પુલદ્રવ્યની અશુદ્ધ અવસ્થા છે. તે આત્માનું હિતઅહિત કરી શકે નહીં. (૩) જીવના અશુભ પરિણામ પાપ છે. તે દ્વારા પુદગલમાત્ર ભાવ કર્મપણાને પામે છે. (૪) હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ તે પાપ ભાવ છે. એ પય અને પાપ બન્ને ભાવ તે આસવ છે. આ રળવા-કમાવાનો, દુકાન ચલાવવાનો, દવા-ઇંજેકશન દેવાનો ભાવ તે પાપભાવ છે. (૫) મિથ્યાદર્શન; આત્માની ઊંધી સમજણ; હિંસાદિ અશુભભાવ તે, પાપ છે. (૬) જુગાર, દારૂ, માંસ વેશ્યા, શિકાર, ચોરી, પરસ્ત્રીગમન એ સાત, પાપ દુર્ગતિમાં જવાનું કારણ છે. આથી એને પણ છોડવાં જોઇએ. (૭) પુણ્ય, પાપ વગેરે, પર તે મારાં છે, પરનું કાંઇ કરી શકું છું, એવી માન્યતા તે, પાપ..
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy