SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાપકપણું ન જ હોય. જેમ કે શરીરાદિ પુદ્ગલ દ્રવ્ય વ્યાપક અને આત્માની જ્ઞાનપર્યાય વ્યાપ્ય, એવી રીતે વ્યાપ્ય વ્યાપકપણું ન જ હોય; કારણ કે, બન્નેના સ્વરૂપ અને સત્ત્વ ભિન્ન ભિન્ન છે. વળી આત્મા વ્યાપક અને પુદ્ગલ દ્રવ્યની શરીરાદિની અને રાગ-દ્વેષની પર્યાય, વ્યાપ્ય એમ બને જ નહિ, કારણ કે, બન્નેના સ્વરૂપ અને સત્તા ભિન્ન ભિન્ન છે. દરેક વસ્તુમાં-આત્મામાં અને બીજા પદાર્થોમાં, ઉત્પાદ વ્યય થયા કરે છે; નવી અવસ્થાનો ઉત્પાદ અને જુની અવસ્થાનો વ્યય અને વસ્તુ, ધ્રુવપણે કાયમ ટકી રહે છે. એવી રીતે દરેક વસ્તુમાં, ઉત્પાદ-વ્યય ને ધ્રુવ થયાં જ કરે છે. તે વસ્તુ પોતે, સ્વતંત્રપણે પરિણમીને થયા કરે છે. તેનો કોઇ બીજો પદાર્થ કર્તા નથી. (૩૩) વસ્તુમાં બે પ્રકારની પર્યાયો થાય છે. એક વ્યર્જન પર્યાય, બીજી અર્થ પર્યાય. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યજંન પર્યાય કહે છે અર્થાત સમગ્ર વસ્તુના અવસ્થાભેદ (આકાર) ને વ્યજંન પર્યાય કહે છે. તથા તે દ્રવ્યમાં રહેતાં અનંત ગુણોની પર્યાયને અર્થ પર્યાય કહે છે. ઉકત બંને પ્રકારની પર્યાયો વસ્તુમાં સમય સમયે થયા કરે છે. જ્યારે ઉપરોકત કથન પ્રમાણે, બધી શકિતઓનું પરિણમન થાય છે, ત્યારે વૈભવિક શકિતનું પણ, પ્રતિક્ષણ પરિણમન સિદ્ધ થઇ ગયું. તેથી ફલિતાર્થ એ થયો કે વૈભાવિકી શકિત જ, અવસ્થાભેદે સ્વભાવ અને વિભાવમાં આવ્યા કરે છે. જયાં સુધી કર્મોનો સંબંધ રહે છે, ત્યાં સુધી તો તે વૈભાવિકી શકિતનું, વિભાવરૂપ પરિણમન થાય છે. અને જયારે બધા કર્મોનો અભાવ થાય છે, ત્યારે આત્મા પોતાના સ્વાભાવિક શુદ્ધ ભાવોનો, અધિકારી થઇ જાય છે. તે સમયે વૈભાવિકી શકિતનું પરિણમન, સ્વભાવરૂપ થાય છે. આ રીતે કેવળ એક વૈભાવિક શકિતના જ, સ્વાભાવિક અને વૈભાવિક એવા, બે અવસ્થાભેદ છે. ઉપર્યુકત કથનથી આ વાત સારી રીતે સિદ્ધ થઇ જાય કે, પદાર્થમાં અવસ્થાના ભેદથી બે શક્તિઓ છે. આ દ્વૈત અવસ્થા ભેદથી જ છે. સ્વાભાવિક અને વૈભાવિક, - આ બે શકિતઓની અપેક્ષાએ, યુગ દ્વૈત નથી. ભાવાર્થ - વસ્તુમાં એક સમયમાં એક જ પર્યાય હોય છે. આ નિયમથી વૈભાવિક શકિતની ક્રમે થતી બંને અવસ્થાઓ વસ્તુમાં રહે છે. પરંતુ કોઇ કહે ૬૦૪ છે કે, સ્વાભાવિક અને વૈભાવિક બંને એકી સાથે રહે છે. એ વાત કદી બની શકતી નથી. કેમ કે જો એકી સાથે એક કાળે બંને રહેતી હોય તો, તે બંન્ને ગુણ કહેવાય. પર્યાયો ન કહેવાય. પર્યાય તો એક સમયમાં, એક જ હોય છે. તેથી અવસ્થા ભેદે ક્રમપૂર્વક જ સ્વાભાવિક અને વૈભાવિક બંને અવસ્થાઓ પ્રાપ્ત થાય છે. એક કાળે નહિ. પંચાધ્યાયી ગાથા ૮૯, ૯૦, ૯૧ય ખંડબીજો પંચાધ્યાયી હિતવર્ધક (૩૪) ચાર પ્રકારની છે-ઉદય, ઉપશમ,ાયોપશમ અને ક્ષાયિક-એમ ચાર ભાવો જે પર્યાયરૂપ છે, તે ત્રિકાળી ધ્રુવ શુદ્ધમાં નથી. (૩૫) અવસ્થા (૩૬) હાલત; અવસ્થા; દશા. (૩૭) પર્યાય (વ્યકત) વ્યકત એટલે પ્રગટ જ્ઞાનની પર્યાય અને અવ્યકત એટલે ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક એ બન્નેનું ભેગું મિશ્રપણે એક સાથે પર્યાયમાં જ્ઞાન થાય છે પણ જ્ઞાયક દ્રવ્ય જ્ઞાનની પર્યાયને સ્પર્શતું નથી એટલે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી એમ કહે છે. અહાહ! આ વ્યકત પર્યાયમાં અવ્યકતનાં જ્ઞાનશ્રદ્ધાન આવ્યાં છતાં તે અવ્યકત, અવ્યકતનાં જેમાં જ્ઞાન-શ્રદ્ધાન આવ્યાં તે પર્યાયને સ્પર્શતો નથી. અવ્યકત વ્યકતમાં આવતો નથી, વ્યાપતો નથી. એટલે કે પર્યાય પર્યાયરૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્યરૂપે રહે છે. આ દ્રવ્ય છે, આ જ્ઞાન ગુણ છે અને આ જાણનારી પર્યાય છે. એમ દ્રવ્ય,ગુણ,પર્યાય ત્રણેયનું પર્યાયમાં જ્ઞાન થાય છે. આમ દ્રવ્ય-પર્યાયનું મિશ્રિતપણે જ્ઞાન હોવાં છતાં અવ્યકત એવો ભગવાન આત્મા સ્વપરપ્રકાશક એવી જ્ઞાનની વ્યકત પર્યાયને સ્પર્શતો નથી. અર્થાત તે પર્યાય દ્રવ્યમાં આવતી નથી. અહા! પોતા સહિત છ દ્રવ્યનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય છતાં તે જ્ઞાન કરનારી પર્યાયમાં જ્ઞાયક ભગવાન વ્યાપતો નથી, ભિન્ન રહે છે. (૩૮) પર્યાયનો વાસ્તવિક અર્થ વસ્તુનો અંશ છે. ધ્રુવ અન્વયી અથવા સહભૂત તથા ક્ષણિક, વ્યતિરેકી યા ક્રમભાવીના ભેદથી, તે અંશ બે પ્રકારના હોય છે. અન્વયીને ગુણ અને વ્યતિરેકીને પર્યાય કહે છે. એ ગુણના વિશેષ પરિણમનરૂપ હોય છે. અંશની અપેક્ષાએ, જો કે બંને જ અંશ પર્યાય છે. પરંતુ રૂઢિથી કેવળ વ્યતિરેકી અંશને જ પર્યાય કહેવો પ્રસિદ્ધ છે. તે પર્યાય
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy