SearchBrowseAboutContactDonate
Page Preview
Page 596
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવભૂતપણું; શ્રુતબોધનું સર્વથા આત્મસ્વભાવભૂતપણું; અંતરાત્મ પરિણામીપણું; ભાવિતાત્મપણું થયું, તે પરિશીલન છે. પરિષ્કૃત :સંશુદ્ધ; શાસ્ત્રીય રીતે ગુણ-દોષોની વિચારણા કરી વસ્તુની સ્વરૂપશુદ્ધિ. પરિષદો ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, નગ્નતા, અરતિ, સ્ત્રીચર્યા, નિષદ્યા, આક્રોશ, વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, મળ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, અદર્શન, આ પ્રમાણે ૨૨ પરિષહો છે. આ પરિષહો જે સહન નથી કરતો, તેનું સ્વાત્મજ્ઞાન નષ્ટ થઇ જાય છે. અર્થાત્ પ્રથમ તો ઉત્પન્ન નથી થતું અને, જો ઉત્પન્ન થાય પણ છે, તો સ્થિર નથી રહેતું. પરિહ :બાવીસ પ્રકારના પરિષહો મુનિઓ સહન કરે છે તેનાં નામ :- ક્ષુધા, તરસ, શીત, ઉષ્ણ, ડાંસમસક, ચર્યા, શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મળ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કારપુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન-એ બાવીસ પ્રકારના પરિષહ છે. (૨) ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે બાવીસ આપત્તિઓમાંની પ્રત્યેકને ખમી ખાવાની ક્રિયા. પરિષહ કષ્ટ; દુઃખ; આપત્તિ; પ્રતિકૂળતાના સંયોગો; (સાપ કરડે, વીંછી ડંખે, વાઘ-સિંહ આવીને ફાડી ખાય આ બધા પ્રતિકૂળતાના સંયોગો છે.) પરિષહ અનુકૂળ અને પ્રતિકૂળ એમ બન્ને પ્રકારે હોય છે. રામચંદ્રજી મહાપુરુષ-પુરુષોત્તમ પુરુષ જયારે મુનિદશામાં હતા ત્યારે સીતાજી દેવ-પુરુષ હતા. ત્યાંથી આવીને તેમણે સીતાજીનું રૂપ ધારણ કરીને રામચંદ્રજીને બોલાવે છે કે-અરે/ આપણે જુદા પડી ગયા! એક વાર તમે સ્વર્ગમાં આવો અને આપણે ભેગા રહીએ. આમ રામચંદ્રજીને ધ્યાનથી ડગાવવા અનુકૂળ પરિષહ આવ્યો. પણ રામ ડગ્યા નહિ અને અંદરમાં ધ્યાન નિમગ્ન રહ્યા તેથી કેવળજ્ઞાન ઉપજાવી, દેહથી છૂટીને મોક્ષે પધાર્યા. સીતાજી સ્વર્ગમાં દેવ હતા અને સમકિતી હતા. પરંતુ અસ્થિરતાને લીધે એવો ભાવ આવ્યો. (૩) ક્ષુધા, તૃષા, શીત,ઉષ્ણ, ડાંસમસક, ચર્ચા શય્યા, વધ, રોગ તૃણસ્પર્શ, મળ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના, સત્કાર, ૫૯૬ પુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને અજ્ઞાન,-એ બાવીસ પ્રકારના પરિષહ છે. (૪) ટાઢ, તડકો, ભૂખ, તરસ વગેરે, બાવીસ આપત્તિઓમાંની પ્રત્યેકને, ખમી ખાવાની ક્રિયા. પરિષહ. (૫) પ્રતિકૂળતાના સંયોગો, પરિષદ બંને પ્રકારના હોય છે. અનુકૂળતા અને પ્રતિકૂળતાના, એ બધા સંયોગો છોડવાના છે. (૬) કર્મ ખપાવવા તથા માર્ગથી ચુત ન થવા માટે, જે કંઇ સહન કરવું પડે, તે પરિષહ કહેવાય છે. એમાંના કોઇ વિશેષ પ્રમાણમાં હોય, તો તે પ્રાણઘાતક પણ નીવડે તેવા પરિષહ, ઘોર પરિષહ કહેવાય છે. નિગ્રંથ મુનિને સહન કરવા પડતા પરિષહ, બાવીશ પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે : (*) ક્ષુધા (*) તૃષા (*) શીત (*) ઉષ્ણ (*) દશમશક (*) નગ્નતા (•) અરરિત (*) સ્ત્રી (*) ચર્ચા (*) નિષદ્યા (*) શય્યા (*) આક્રોશ (*) વધ (*) યાચના (*) અલાભ (*) રોગ (*) તૃણસ્પર્શ (*) મેલ (*) સત્કાર (*) પ્રજ્ઞા (*) અજ્ઞાન (*) દર્શન, તે પ્રત્યેકની ટૂંકાણમાં સમજણ નીચે પ્રમાણે છેઃ(૧) ક્ષુધા પરિષહ = કોઇ પણ કારણસર શુદ્ધ આહાર ન મળતાં, ક્ષુધા સહન કરવી પડે, તે ક્ષુધા પરિષહ, (૨) તૃષા પરિષહ = શાસ્ત્રમાં જણાવેલું ઉકાળેલું અચિત પાણી ન મળતાં, તૃષા સમભાવે સહેવી, તે તૃષા પરિષહ. (૩) શીત પરિષહ=શિયાળામાં સખત ઠંડીમાં પણ ટાઢ ઉડાડવા કોઇ પ્રયત્ન ન કરતાં, ઠંડી સમભાવે સહેવી, તે શીત પરિષહ. (૪) ઉષ્ણ પરિષહ=ગ્રીષ્મમાં એ જ રીતે સૂર્યાદિ તાપ સહન કરવા, તે ઉષ્ણ પરિષહ. (૫) દંશમશક પરિષહ = ગુફામાં કે અન્ય જગ્યાએ મચ્છર, ડાંસ, માંકડ આદિ, જંતુઓના ડંખ, પીડા કરે તેથી મનને ચંચલ ન બનવા દેતાં, તેને સમભાવે સહેવા, તે દંશમશક પરિષહ (૬) નગ્નતા પરિષહ=સચેલક મુનિના વસ્ત્ર ફાટી જાય, તો પણ કોઇ પાસે વસ્ત્રની યાચના ન કરતાં, સમભાવે નગ્નતા વેદે, તે નગ્નતા પરિષહ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy