SearchBrowseAboutContactDonate
Page Preview
Page 587
Loading...
Download File
Download File
Page Text
________________ પરાપર ગુરુ :પર એટલે પરમ ગુરુ સર્વજ્ઞદેવ અને અપરગુરુ-ગણધરાદિથી માંડીને, અમારા ગુરુ પર્યંત (૨) સર્વજ્ઞદેવ પરમગુરુ છે અને ગણધરાદિક અપરગુરુ છે. પરાપેક્ષા પરની અપેક્ષા વિનાનું. પરાભવ ક્ષય (તૃષ્ણાનો પરાભવ=તૃષ્ણાનો ક્ષય.) નાશ. (૨) ક્ષીણ; પરાજય (૩) પરાજય; હરાવવું પરામર્શ સ્પર્શ; ખ્યાલ; વિચાર; લક્ષ; સ્મરણ. પરાયણ તત્પર; તન્મય; એકાગ્ર; સર્વોત્તમ સ્થાન; પરમ આશ્રયસ્થાન. પરાયત્ત ઃપરાધીન; પરતંત્ર; પરવશ; પરાશ્રિત; અન્યાવલંબી પરાવર્તન :જીવ નિરંતરપણે વિકારમાં સ્થિત હોવાથી તેને નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ પાંચ પરાવર્તનરૂપ ભ્રમણ અનાદિથી પ્રાપ્ત થયું છે. (૧) દ્રવ્યપરાવર્તનઃ-કહેતાં આ જગતમાં જે અનંત અનંત પુદ્ગલ પરમાણુઓ છે તેનો સંબંધ એને અનંતવાર થઈ ચૂક્યો છે. આ શરીરનાં રજકણો માટી (પુદ્ગલ) છે, અને આ પૈસા, ધન, ભવન ઈત્યાદિ નોકર્મ પણ ધૂળ (પુદ્ગલ) નાં રજકણો છે, કહે છે કે એ બધા પુદ્ગલો અનંતવાર સંબંધમાં આવી ગયા છે. આ ધનસંપત્તિ, રૂપાળું શરીર, ભવન ઈત્યાદિનો સંબંધ એ કાંઈ નવું નથી, અપૂર્વ નથી; એકમાત્ર શુદ્ધ આત્માની અનુભૂતિ એ જ અપૂર્વ છે. એવાય અનંત પુદ્ગલો છે જે જીવના સંબંધમાં આવ્યા નથી, છતાં તેનું લક્ષ રાગ ઉપર છે તેથી અનંત પરાવર્તનમાં બધાય પુદ્ગલથી સંબંધની લાયકાતવાળો જીવ છે એમ કહ્યું છે. (૨) ક્ષેત્રપરાવર્તનઃ-વળી જીવ નિરંતરપણે અનંત ક્ષેત્ર પરાવર્તન કરી ચૂક્યો છે. ચૌદ બ્રહ્માંડનું ક્ષેત્ર છે. તેમાં દરેક પ્રદેશમાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અનાદિની ચીજ છે ને ? તેથી દરેક ક્ષેત્રે અનંતવાર પરિભ્રમણ કરી ચૂક્યો છે. ભાવપાહુડમાં આવે છે કે હજારો રાણીઓ છોડી, નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું, અગિયાર અંગ અને નવ પૂર્વ ભણી ગયો. પરંતુ આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જે તેની દિષ્ટ અને અનુભવ કરવાં જોઈએ તે ન કર્યાં. એવાં દ્રવ્યલિંગ ધારણ કરી મુનિપણાં લઈને પણ દરેક પ્રદેશે અનંતવાર જન્મમરણ ૫૮૭ કરી ચૂક્યો છે. જ્યાં સિદ્ધ ભગવાન બિરાજે છે ત્યાં પણ અનંતવાર જન્મ્યો, મર્યો છે; કોઈ ક્ષેત્ર બાકી નથી. આમ જીવે અનંત ક્ષેત્રપરાવર્તન કર્યાં છે. (૩) કાળપરાવર્તનઃ-વળી જીવે નિરંતરપણે અનંત કાળપરિવર્તન કર્યાં છે. કાળચક્રના ઉત્સર્પિણી અને અવસર્પિણી એમ બે ભાગ છે. તે દરેક દશ કોડાકોડી સાગટોપમ છે. એક સાગર અસંખ્ય અબજ વર્ષોનો થાય છે. આ ઉત્સર્પિણી, અવસર્પિણીકાળના દરેકના પ્રથમ સમયથી માંડી, ક્રમશઃ દરેક સમયમાં જીવે જન્મ, મરણ કર્યાં છે. આમ એક એક સમયે જન્મમરણ કરતાં અનંતવાર જન્મ્યો અને મર્યો છે. અહા! પણ આત્મજ્ઞાન અને આત્મદર્શન શું છે તેની વાત કદી સાંભળી નથી. પૈસા, સંપત્તિ વગેરે અનંતવાર આવ્યા અને ગયા. આ મોટા શરાફ, વકીલ અને ડૉક્ટરના ધંધાની વાત એ તો દુઃખની, પીડાની કથા છે. ભાઈ! તેં તારી વાત સાંભળી નથી. સર્વજ્ઞ પરમેશ્વર જેને આત્મા કહે છે તેની વાત કદી સાંભળી નથી, એ પરમ આનંદનો નાથ છે; પ્રભુ! અતીન્દ્રિય આનંદનો કંદ આત્મા છે, જેમ સકરકંદ છે, એની લાલ છાલનું લક્ષ છોડી દો તો એ એકલી મીઠાશનો પિંડ છે. તેમ આ ભગવાન આત્મા છે. પુણ્ય અને પાપ એ લાલ છાલ જેવા છે. એ પુણ્ય-પાપ વિનાનો આત્મા અતીન્દ્રિય આનંદનો કંદ છે. (૪) ભવપરાવર્તનઃ-વળી જીવ નિરંતરપણે ભવપરિવર્તન કરી ચૂકયો છે. મનુષ્ય, વારકી, દેવ અને તિર્યંચના ભવો અનંતવાર થઈ ચૂક્યા છે. રાજા, મહારાજા, શેઠ અને કરોડપતિના ભવ અનંતવાર મળ્યા છે, ભાઈ! પણ એ બધા ભિખારાની જેમ હમણાં પણ દુઃખી છે, કેમકે એમને આત્માના આનંદ ની ખબર નથી. ભગવાન સર્વજ્ઞદેવે અનંત અનંત આનંદ અને શાંતિથી ભરેલો ભગવાન આત્મા અનંત જ્ઞાનલક્ષ્મીનો ભંડાર કહ્યો છે. પણ પ્રભુ! તને તારી લક્ષ્મીની ખબર નથી અને બહાર દોડાદોડી કરી દુઃખી થઈ રહ્યો છે. અહા! દુનિયા મૂર્ખ છે, આત્માને સમજ્યા વિના મૂર્ખ છે, રાગ અને પુણ્યની ક્રિયા મારી એમ માનનારા સૌ મૂર્ખ છે. અરે! અનંત અનંત અનાકુળ આનંદની મૂર્તિ ભગવાન આત્મા છે એની ખબર ન મળે, અને આ કરો ને તે કરો, એમ પુણ્ય-પાપ કરવાની વાત અનાદિથી સાંભળી સાંભળી, અનંત ભવનાં કષ્ટ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy