SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૬ દરજ્જાનાં શુભ પરિણામોથી, મધ્યમ તથા જઘન્ય દરજ્જાનો પુણ્યબંધ થાય છે. જે પુણ્યથી, અહંતપદ અથવા ત્રણ લોકનું અધિપતિપણું પ્રાપ્ત થાય છે. તે સર્વાતિશાયિ અથવા સર્વોત્કૃષ્ટ પુણ્ય કહેવાય છે. જે પુણયબંધકારક, પવિત્ર ચારિત્રનો અહીં ઉલ્લેખ છે, તે જેને “ચત્તારિ મંગલ' પાઠમાં મંગલ લોકોત્તમ તથા શરણભૂત બતાવેલ છે. તેનું લક્ષણ છે. અશુભથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને તે પાંચ વ્રત, પાંચ સમિતિ તથા ત્રણ ગુણિરૂપ તેર પ્રકારનું છે. આ વ્યવહારનયની દષ્ટિવાળુ સરાગ ચારિત્ર છે. નિશ્ચયનયની દષ્ટિએ જે સ્વરૂપાચરણરૂપ, ચારિત્ર હોય છે, તે બંધનું કારણ નથી. પરાકા : છેવટની હદ -આષર પરાગમુખ :વિમુખ; બેદરકાર; બહારની બાજુ નજર હોય તેવું. પરાબખ :ઊલટી દિશા; ઊંધી રવાડીએ ચડી જવું; આત્મસન્મુખ થવાને બદલે, તેથી ઊંધી દિશામાં જવું (૨) પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન રૂપ; વિમુખ પરિણમેલ જે પુરૂષો છે, તેનો સંસર્ગ અવશ્ય તજવો જોઇએ. કારણ કે, પરસંગથી આત્મામાં વિકાર પરિણતિ ઊભી થાય છે, અને તેથી આત્માને અનંતકાળ સુધી સંસારમાં ભટકવું પડે છે. પરને રાગાદિને પરનો દોષ કે ગુણો હર્ષ-વિષાદનું કારણ નથી. ૫ર દ્રવ્યોનો ગુણ તથા દોષ, પોતાના આત્મામાં કદી સંક્રમણ પામતા નથી, તેથી તેમના દ્વારા, વાસ્તવમાં આત્માના આનંદ તથા વિષાદની, કોઇ ઉત્પત્તિ થતી નથી. તેથી તેમનાથી આત્માના આનંદ તથા વિષાદની ઉત્પતિ માનવી, તે વ્યર્થ છે. એક માત્ર મોહનું પરિણામ છે. પર ઉત્કૃષ્ટ; સમસ્ત જ્ઞાનાવરણાદિ આઠેય કર્મોનો ક્ષય થવાથી જીવને જે પ્રાપ્તિ થાય છે તેને પરા કહે છે; અથવા કર્મજન્ય ઔદયિક, ફ્રાયોપથમિક અને પથમિક જે રાગદ્વેષમોહ આદિ ભાવ છે, તેનો સંપૂર્ણ રીતે નાશ થઈ જવાથી જે પ્રાપ્તિ થાય છે તે પણ પરા અર્થાત્ ઉત્કૃષ્ટ છે. પરા અર્થાત્ ઉત્કૃષ્ટ, મા અર્થાત્ બાહ્ય અને અત્યંતરરૂપ લક્ષ્મી જેને હોય છે તે પરમાત્મા થાય છે-કહે છે. પશ ભક્તિ :ઉત્કટ ભકિત;તેનાં ત્રણ પ્રકાર છે- પહેલું, અહંતાદિની ઊંચી ભકિત, બીજું, સર્વ પ્રાણીઓ પ્રત્યે દયાભાવ-કરુણાભાવ (દયા પરિણામ અથવા હિંસાભાવનો અભાવ) અને ત્રીજું, પવિત્ર ચારિત્રમાં અનુરાગ. અહંતાદિમાં પાછળ વેલ, આદિ શબ્દ મુખ્યપણે સિદ્ધોનો અને ગાંણપણે આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુ પરમોક્ષીઓનો વાચક છે. જે ભાવ લિંગી હોય-દ્રવ્યલિંગી અથવા ભવાભિનંદી ન હોય, અને પોતાના સર્વ ગુણોમાં યર્થાથપણે પરિપૂર્ણ હોય. ભક્તિનું ‘પરા' વિશેષણ ઊંચા અથવા ઉત્કૃષ્ટ અર્થનું વાચક છે અને એ વાતનું સૂચક છે કે, અહીં ઊંચા દરજ્જાના પુણ્યબંધના કારણોનો નિર્દેશ છે. અને તેથી બીજા બે કારણોને પણ, ઊંચા દરજ્જાના જ સમજવાં જોઇએ. નહિ તો પુણ્યબંધ, તો શુભ પરિણામોથી થાય છે. ભલે તે ઊંચા દરજ્જાના હોય કે તેનાથી ઓછા દરજ્જાના.ઊંચા દરજ્જાનાં શુભ પરિણામોથી, ઉચા દરજ્જાનો અને મધ્યમ તથા જધન્ય રહેનાર પરાભુખતા :વિમુખતા; બેદરકાર. પરા મુખ દરિટ ૫ર વસ્તુ તરફ દૃષ્ટિ; પર ભાવ તરફ નજ૨; આત્મ સ્વભાવથી વિમુખ દષ્ટિ પરાત્મ જ્ઞાન પરનું અને આત્માનું જ્ઞાન; સ્વપરનું ભેદજ્ઞાન. (૨) પરનું અને આત્માનું જ્ઞાન; પરનું અને પોતાનું જ્ઞાન; સ્વ-પરનું ભેદજ્ઞાન. પરાઇટિ:પરમાવગાઢ સમ્યત્વ સંભવે, જ્યાં કેવળજ્ઞાન હોય. પરાધીનતા :કલંક પરાધીનતાની શ્રદ્ધા :આત્મા અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, આનંદ વગેરે, અનંત ગુણો વગર ન હોય. એવો અનંત ગુણનો શાશ્વત પિંડ, આત્મા સદાય પોતાપણે છે, પરપણે કહી નથી, પરના કારણે પણ નથી, પરના આશ્રય વડે નથી, છતાં પરથી ગુણ ઉઘડે એમ માનવું તે પરાધીનતાની શ્રદ્ધા છે. પરાપર : ઉત્તર અને પૂર્વ (પછીનો અને પહેલાંનો) (૨) નાના મોટાનો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy