SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૧ પાંચ પ્રકારે છે; મતિ, શ્રુતિ, અવધિ, મનઃ પર્યય અને કેવળજ્ઞાન. તેમાં મતિ અને શ્રુતજ્ઞાન બે પરોક્ષ છે. અવધિ અને મન:પર્યય જ્ઞાન એ બે વિકલ. પ્રત્યક્ષ (અંશે પ્રત્યક્ષ) છે અને કેવળ જ્ઞાન સકલ પ્રત્યક્ષ (સંપૂર્ણ પ્રત્યક્ષ) છે. પરમાણવ્યોનાં સ્વલાણભૂત સ્વરૂપ-અતિત્વો અનેક હોવા છતાં કથંચિત સ્નિગ્ધત્વ-રૂક્ષત્વ બંધપરિણામની અપેક્ષાએ એકપણે અવભાસે છે. પરમાણુકદે બે પરમાણુઓનું જોડકું, બે પરમાણુઓનો બનેલો સ્કંધ; દ્વિ-અણુક કરાવ્યું છે. ઉપાદાનનું યથાર્થ જ્ઞાન કરાવીને નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. (૩). ત્રિકાળ જ્ઞાયકભાવ એકરૂપ છે તે નિશ્ચય તથા તેની સાથે પર્યાયના ભેદનું લક્ષ કરવું તે વ્યવહાર. એ નિશ્ચય સાથે વ્યવહારનું જ્ઞાન થયું (ભેળવ્યું, તો પ્રમાણજ્ઞાન કહેવાય. પ્રમાણજ્ઞાનમાં સાથે વ્યવહાર આવ્યો માટે નિશ્ચય અંદર ભૂલાઇ ગયો એમ નથી. નિશ્ચય તો એકરૂપ છે જ. નિશ્ચય તો પ્રમાણમાં પહેલાં આવ્યો જ. (૪) ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો દ્રવ્ય સામાન્યમાં પારિણામિકભાવે છે. વ્યક્ત જ્ઞાનની પર્યાયમાં જે અવ્યક્ત સામાન્યનું જ્ઞાન થયું તે નિશ્ચયનું જ્ઞાન છે. નિશ્ચયના જ્ઞાન સાથે વર્તમાન પર્યાયનું જ્ઞાન કરવું તે પ્રમાણજ્ઞાન છે. (નિશ્ચયના જ્ઞાનપૂર્વક) પર્યાય પોતે એકલું પર્યાયનું જ્ઞાન કરે તે વ્યવહારનું જ્ઞાન છે. પ્રમાણજ્ઞાન અને નયજ્ઞાન બન્ને પર્યાય છે. (૫) ગુણ-પર્યાયો સહિત આખી વસ્તુને સિધ્ધ કરે તે પ્રમાણજ્ઞાન છે. (૬) પ્રમાણજ્ઞાન પાંચ પ્રકારનું છે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યાય જ્ઞાન અને કેવળજ્ઞાન. તેમાં મતિ ને શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ અને મન:પર્યય એ બે વિકલ્પ પ્રત્યક્ષ છે અને કેવળજ્ઞાન સકલ-પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે. તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને જેમાં સર્વ ભેદો ગૌણ થઇ ગયા છે એવા એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. (૭) દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુને સમગ્રપણે દેખનારું, તે પ્રમાણ જ્ઞાન. (૮) સર્વજ્ઞ વીતરાગની વાણીમાં, કથંચિત વિવક્ષાના ભેદથી એક એક વસ્તુમાં (એક અપેક્ષા મુખ્ય કરીને અને બીજી અપેક્ષા ગૌણ કરીને) સતપણું, એકપણું, નિત્યપણું, અભેદપણું, શુદ્ધપણું ઇત્યાદિ, નિશ્ચય દઝાની અપેક્ષાનો વિષય, અને અસતપણું, અનેક પણું, અનિત્યપણું, ભેદપણું, અશુદ્ધપણું ઇત્યાદિ વ્યવહાર દષ્ટિની અપેક્ષાનો વિષય આવે છે. બંને મળીને, આખી વસ્તુનું જ્ઞાન કરે તો, પ્રમાણજ્ઞાન-સાચું જ્ઞાન થાય છે. સાચામાંથી સાચું આવે છે. એ રીતે વીતરાગની વાણીના ન્યાયથી જાણતાં, વિરોધી અભિપ્રાય ટળી જાય છે. વીતરાગની વાણીમાં ખોટાની કલ્પના પણ નથી. (૯) પ્રમાણજ્ઞાન પરમાણનું લણણ જે સ્વયં આદિ, મધ્ય અને અંતરૂપ છે. જેના આદિ, મધ્ય અને અંત, એક બીજાથી ભિન્ન નથી. અવિભાગીએ-જેનું વિભાજન -ખંડ અથવા અંશ, વિકલ્પ થઈ શકતો નથી.-અતીન્દ્રિય છે. ઇન્દ્રિયો દ્વારા, ગ્રાહ્ય નથી અને અગ્નિ-શસ્ત્રાદિ દ્વારા, વિનાશ પામી શકતું નથી, એવું દ્રવ્ય, પરમાણું કહેવાય છે. પરમાણુના અન્ય વિશેષણો શ્રી કુન્દકુન્દ્રાચાર્ય પંચાસ્તિકોષમાં આ પ્રમાણે વ્યકત કર્યા છે- સર્વ સ્કન્ધાજય, શાશ્વત, અશબ્દ, અવિભાગી, એક મંર્તિબન, આદેશમાત્ર, મૂર્તિ, ધાતુ, ઋતુચક્ર- કારણ, પરિણામ-ગુણ, એક રસ-પણે-ગંધ-દ્વિસ્પર્શ, શબ્દ-કરણ, સ્કન્ધાતારિત વગેરે. પરમાત્મ: પરમ પવિત્ર, શુદ્ધ આત્મત્વ (પરમાત્મ) પરમાત્મ તત્ત્વનું જ્ઞાન પરમાત્માનું જ્ઞાન; હું સકળ લોકાલોકને જાણનારા, જ્ઞાન દર્શન સ્વભાવવાળો પરમ આત્મા છું, એવું જ્ઞાન. પરમાત્મ નિહાયક :૫રમાત્માનો નિશ્ચય કરાવનાર (અર્થાત્ જ્ઞાનસ્વભાવી પરમાત્માનો નિર્ણય કરવામાં નિમિત્તભૂત.) પરમાત્મ પ્રકાશ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ તથા ક્ષુધાદિ અઢાર દોષોથી રહિત, જે જિનેશ્વરદેવ છે, તેને હે યોગી, તું પરમાત્મ પ્રકાશ નિયમથી માન, અર્થાત્ શુદ્ધાત્માથી જિન વીતરાગ જ પરમાત્મ પ્રકાશ છે. પરમાત્મશાન પરમાત્માનું જ્ઞાન; હું સકળ લોકાલોકને જાણનારા જ્ઞાનસ્વભાવવાળો પરમ આત્મા છું એવું જ્ઞાન. પરમાત્મદેવ સર્વજ્ઞ પરમેશ્વર.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy