SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૦ પરમાં ટકયો, તે પર સમય છે. અને જે પર, આશ્રય રહિત, પુણ્ય પાપ રહિત, શુદ્ધ દર્શન, જ્ઞાન અને સ્વરૂપ સ્થિરતાપણે આત્મામાં ટકયો છે, તે સ્વ-સમય છે એટલે સ્વ-સન્મુખ છે. પર વલણ વડે, પર સાથે સંબંધ માન્યો છે, પરમાં અટકયો છે, તે પર સન્મુખ, એટલે પર સમય છે. પરસમય થાય છે જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે. પરસમયપણું એક સમયમાં આત્માનું પુદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થવું એટલે કે વિભાવ-રાગદ્વેષ તેમાં સ્થિત થવું તે પરસમયપણું છે. એટલે કે એક સમયમાં આત્મામાં વિભાવનું ઉત્પન્ન થવું તે પરસમયપણું છે. પરસમયરત :પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમય પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત. કોઇ પુરુષ નિર્વિકાર શુધ્ધાત્મભાવના સ્વરૂપ પરમોપેક્ષા સંયમમાં સ્થિત રહેવા ઇચ્છે છે, પરંતુ તેમાં સ્થિત રહેવાને અશકત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંચર્નાર્થે અથવા સંસારસ્થિતિના છેદનાર્થ જયારે પંચ પરમેષ્ઠી પ્રત્યેક ગુણસ્તવનાદી ભક્તિ કરે છે, ત્યારે તે સુક્ષ્મ પરસમય રૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્મદ્રષ્ટિ છે; અને જો તે પુરુષ શુધ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ તેને (શુધ્ધાત્મભાવનાને) છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે. એમ એકાંતે માને, તો તે સ્થળ પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ થાય છે. (૨) પર સમયમાં રત; પરસમયસ્થિત; પર સમય પ્રત્યે વલણવાળો; પર સમયમાં આસક્ત. સૂક્ષ્મ પરસમયના સ્વરૂપનું કથન= કોઈ પુરષ નિર્વિકાર શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષાસંયમમાં સ્થિત રહેવા ઈચ્છે છે. પરંતુ તેમાં સ્થિત રહેવાને સશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંચનાર્થે અથવા સંસારસ્થિતિના છેદનાર્થે જ્યારે પંચ પરમેષ્ઠી પ્રત્યે ગુણસ્તવનાદિ ભક્તિ કરે છે, ત્યારે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્મદષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ, તેને (શુદ્ધાત્મભાવનાને છોડીને શુભોપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને, તો તે સ્થૂલ પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાષ્ટિ થાય છે. (૩) પરસમયમાં રત; પરસમયસ્થિત; પરસમયે પ્રત્યે વલણવાળો; પરસમયમાં આસક્ત. પંચાસ્તિકાય ગાથા ૧૬૫ ની શ્રી જયસેનાચાર્યદકત ટીકામાં આ પ્રમાણે વિવરણ છે - કોઈ પુરુષ નિર્વિકાર-શુદ્ધાત્મભાવનાસ્વરૂપ પરમોપેક્ષા સંયમમાં સ્થિત રહેવા ઈચ્છે છે. પરંતુ તેમાં સ્થિત રહેવાને અશક્ત વર્તતો થકો કામક્રોધાદિ અશુભ પરિણામના વંચનાર્થે તે સૂક્ષ્મ પરસમયરૂપે પરિણત વર્તતો થકો સરાગ સમ્યગ્દષ્ટિ છે; અને જો તે પુરુષ શુદ્ધાત્મભાવનામાં સમર્થ હોવા છતાં પણ, તેને (શુદ્ધાત્મભાવનાને) છોડીને શુભપયોગથી જ મોક્ષ થાય છે એમ એકાંતે માને, તો તે સ્થૂલ પરસમયરૂપ પરિણામ વડે અજ્ઞાની મિથ્યાષ્ટિ થાય છે. પરસમયો મિથ્યામતિઓ પરસમીપ જોડાણ : રાગ દ્વેષના, વિકલ્પનો અનુભવ પ્રમાણલાન દ્રવ્ય-પર્યાયરૂપ આખો પદાર્થ તે પ્રમાણનો વિષય છે. તેમાં પરમ પારિણામિક સ્વભાવે જે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે, અને વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહારનો વિષય છે, નિશ્ચય છે તે ત્રિકાળી દ્રવ્યને સ્વીકારે છે અને વ્યવહારનય વર્તમાન વર્તતી પર્યાયને સ્વીકારે છે. ત્યાં નિશ્ચયનું જે જ્ઞાન કર્યું, તેની સાથે પર્યાયનું જ્ઞાન મેળવે તેને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે; પણ નિશ્ચયને ઉડાડીને વ્યવહારને ભેળવે તો પ્રમાણજ્ઞાન રહે જ નહિ. (૨) બે કારણથી કાર્ય થાય છે એમ કહ્યું હોય ત્યાં તો નિમિત્તનું જ્ઞાન કરાવવાનું પ્રયોજન છે. નિશ્ચયથી તો તે તે સમયનું કાર્ય પોતાથી જ થયું છે. આ નિશ્ચય રાખીને નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહેવાય છે કે બે કારણથી કાર્ય થયું છે, અને ત્યારે પ્રમાણજ્ઞાન થાય છે. પ્રમાણજ્ઞાનમાં, કાર્ય પોતાથી જ થાય છે એ નિશ્ચયની વાત રાખીને, નિમિત્તનું જ્ઞાન કરાવવા નિમિત્તથી થાય છે એમ કહ્યું છે. પ્રમાણજ્ઞાનમાં, નિશ્ચયનો નિષેધ કરીને નિમિત્તથી કાર્ય થાય છે એમ કહ્યું નથી. પ્રમાણજ્ઞાનમાં જે પરિણમન થાય છે તે નિશ્ચયથી સ્વ-આશ્રયે પોતાથી જ થાય છે એ વાત રાખીને પ્રમાણનું જ્ઞાન કરાવવા નિમિત્તને ભેળવ્યું છે. જો નિશ્ચયને છોડી દે તો પ્રમાણજ્ઞાન જ સાચું ન થાય. નિશ્ચયની વાતને જેમ છે તેમ (યથાર્થ) રાખીને પ્રમાણજ્ઞાન
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy