SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૧ નિર્લેપ :અલિપ્ત (૨) મલિનતા વિનાનો, નિર્મળ- રાગ થી નિરાળો. (૩) નિર્મળુ, અલિમ લેપ વગરનો. (૪) નહિ લેપાયેલું, નહિ ખરડાયેલું, નિર્લિપ્ત નિર્વિકલ્પ નિરપેક્ષ; જ્ઞાના-જોય વગેરેના ભેદ વિનાનું, કોઇપણ જાતના વિકલ્પ વિનાનું, જેમાં કોઇપણ પ્રકારનો અપવાદ કે બેપણું ન હોય તેવું નિર્વેગ :પાંચ ઇન્દ્રિયોના, વિષયની વિરકિત. નિરવા નિર્દોષ, નિબંધ; અવિરુધ્ધ; વિરોધવાળું નહિ. નિર્વતાવીને :ટાળીને. નિર્વત જે સાંસારિક બધી પ્રવૃત્તિઓથી છૂટકારો પામી ચૂકયા છે તેને નિવૃત કહે નિર્યુક્તિ પશ્ક સૂત્ર ગ્રંથોને લઇને, સૂત્રગ્રંથોને કારણે, સૂત્રગ્રંથોની અપેક્ષાથી (૨) | દ્રવ્ય છ ભેદરૂપ છે. (૧) સત્તામય છે (૨-૩-૪) સ્પિા -વ્યય-ધ્રૌવ્ય યુકત છે, (૫) અવિનશ્વર છે. અને (૬) ગુણ-પર્યાયો દ્વારા દ્રવિત થાય છે. ગુણ પર્યાયોને દ્રવિત કરે છે, તે દ્રવ્ય છે. નિર્યાપક નિર્વાહ કરનાર; સહપ્રદેશથી દ્રઢ કરનાર; શિક્ષાગુરુ; મૃતગુરુ (૨) દીક્ષા ગ્રહણ કર્યા પછી કોઇપણ શ્રમણના વ્રત-સંયમમાં, એકદેશ કે સર્વદેશ છેદભંગ ઉત્પન્ન થતાં, તેને સંવેગ-વૈરયજનક પરમાગમના ઉપદેશ દારા ફરીથી, તે સંયમમાં સ્થાપિત કરે છે. આવા નિર્યાપક ગુરુઓને શિક્ષાગુરુ અથવા શ્રુતગુરુ કહે છે. (૩) શિક્ષાગુરુ, શ્રુતગુરુ, જે સંયમમાં દોષ લગાડતાં, શ્રમણને પોતાના ઉપદેશ દ્વારા તે છેદ પ્રાપ્ત મુનિને, સંયમમાં સ્થાપિત કરે છે, તે નિર્યાપક કહેવાય છે. (૪) નિર્વાહ કરનાર, સદુપદેશથી દઢ કરનાર, શિક્ષાગુરુ, શ્રુતગુરુ. નિરર્ગલ મર્યાદા રહિત, સ્વછંદપણું (૨) રુકાવટ વિનાનું, પ્રતિબંધ વિનાનું; નિરંકુશ; અનર્ગળ પુષ્કળ, અપાર (૩) મર્યાદારહિત, સ્વછંદપણે. (૪) રુકાવટ વિનાનું, પ્રતિબંધ વિનાનું, નિરંકુશ, અનર્ગલ, પુષ્કળ, અપાર. નિર્ગળ :અંકુશ વિનાની; સંયમ વિનાની; નિરંકુશ; સ્વછંદી (૨) અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે તેમને બેહદ એકાંત દ્રષ્ટિ ઉછળે છે. (૩) અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે. તેમને બેહદ એકાંતરષ્ટિ ઉછળે છે.) (૪) અંકુશ વિનાની; સંયમ વિનાની; નિરંકુશ; સ્વછંદી (૫) નિરંકુશ; અમર્યાદ. (૬) અંકુશ વિનાની, બેહદ (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેહદ એકાંતદષ્ટિ ઉછળે છે.) (૭) અનર્ગળ, અપાર, પુષ્કળ, રુકાવટ-અંકુશ વિનાનું (૮) અંકુશ વિનાની, સંયમ વિનાની, નિરંકુશ, સ્વચ્છંદી. નિરર્થક વ્યર્થ; નકામું; અર્થહીન; નિપ્રયોજન; નિષ્કારણ; બિનજરૂરી; નિષ્ફળ (૨) મિથ્યા; ખોટી નકામી; નિષ્ફળ (૩) વૃથા, નકામો, કંઇ કામનો નહિ. (૪) મિથ્યા, નકામી, વ્યર્થ, જૂદી, નિષ્ફળ. (૫) મિથ્યા, જૂઠી, નકામી, વ્યર્થ. નિર્વતક :નિરોધક નિવૃત્તિ મુકિત (૨) પુદગલવિપાકી નામકર્મના ઉદયથી પ્રતિનિયત સ્થાનમાં થતી ઇન્દ્રિયરૂપ પુદગલની રચના, વિશેષને બાહ્યનિવૃત્તિ કહે છે; અને ઉન્મેઘ અંગુલના અસંખ્યાત્મા ભાગ પ્રમાણે થતા, આત્માના જે વિશદ્ધ પ્રદેશ, તેને આત્યંતર નિવૃત્તિ કહે છે; એમ નિવૃત્તિના બે ભેદ છે. જે આત્મપ્રદેશો નેમાદિ ઇન્દ્રિયાકારે થાય છે, તે આત્યંતરનિવૃત્તિ છે, અને તે જ આત્મપ્રદેશો, નેમાદિ આકારે જે પુદગલ સમૂહ રહે છે. તે બાહ્યનિવૃત્તિ છે. કર્મેન્દ્રિયના તથા નેત્રેન્દ્રિયના, આત્મપ્રદેશો અનુક્રમે જળની નળી તથા મસુરના આકારે હોય છે અને પુગદગલ-ઇન્દ્રિયો પણ તેને આકાર હોય છે. ઉપકરણ-નિવૃત્તિનો ઉપકાર કરવાવાળો પુદગલ સમૂહ, તે ઉપકરણ છે. તેના બાહ્ય અને આત્યંતર એવા બે ભેદ છે. જેમ નવમાં ધોળું અને કાળું મંડળ, તે આત્યંતર ઉપકરણ છે. અને પાંપણ, ડોળો વગેરે, બાહ્ય ઉપકરણ છે. તેમ ઉપકારનો અર્થ નિમિત્ત માત્ર સમજવો, પણ તે લાભ કરે છે, એમ ન સમજવું. આ બન્ને ઉપકરણો જડ છે. નિર્વતના :રચના કરવી; નીપજાવવું નિર્વત્યું:નિપજાવવું. નિર્વતવું છૂટવું નિર્વેતસો ખસી ગયેલો, છૂટી ગયેલો, હઠી ગયેલો
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy