SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૭ નિત્ય ઉદિત સદા પ્રકાશમાન. નિત્ય ઉધોતષ:સ્પષ્ટ પ્રકાશમાન, જયોતિરૂ૫. નિત્ય ઉપયકત :નિત્ય જાણવા દેખવાના ઉપયોગવાળો; નિત્ય જ્ઞાનના ઉપયોગના વેપારવાળો. નિત્ય ઉપયોગ સ્વભાવ દ્રવ્યની અનાદિ અનંત નિરપેક્ષ કારણ પર્યાય પણ શુદ્ધ છે. દ્રવ્યને ગુણ તો ત્રિકાળ શુદ્ધ છે. પણ તેની નિરપેક્ષ પર્યાય પણ શુદ્ધ છે. નિત્યનિત્ય સ્વરૂપ :દ્રવ્ય પર્યાય સ્વરૂપ. નિત્ય વિભુ સર્વવ્યાપક નિત્યઉધોત નિત્ય પ્રકાશ નિત્યકર્તુત્વ:સર્વ અવસ્થાઓમાં, કર્તાપણું રહેવું. નિત્યપણું ત્રિકાળહોવાપણું (૨) આત્મા ચિદાનંદ એકરૂપ ટકી રહે છે, એમ વસ્તુદષ્ટિએ નિત્ય છે. (૩) આત્મા ચિદાનંદ એકરૂપ ટકી રહે છે, એમ વસ્તુદૃષ્ટિએ નિત્ય છે. (૪) વસ્તુમાં ત્રિકાળી ટકી રહેવાની અપેક્ષાએ, નિત્યપણું છે. નિત્યબોધક (શાસ્ત્ર શબ્દો સદા બોધનાં નિમિત્તભૂત હોવાથી નિત્યબોધક કહેવામાં આવ્યાં છે.) અનાદિનિધન શુધ્ધ આત્મતત્ત્વને પ્રકાશવામાં સમર્થ શ્રુતજ્ઞાનના સાધનભૂત, શબ્દાત્મક સૂત્ર પુદગલો. નિત્યકત :સંસાર, અભાવરૂપ સદાય મુકતપણાને પામે. નિત્યવૃત્તિ :નિત્ય ટકવાપણું; નિત્ય હયાતી; સદા વર્તવું તે. નિત્ય-સ્થિર :વૃધ્ધિ-હાનિ વિનાનાં; નિશ્ચલ; ઉત્પાદ-વ્યયરહિત; ધ્રુવ નિત્યા નિત્ય સ્વરૂપ :દ્રવ્ય પર્યાય સ્વરૂપ. નિત્યાનંદ એકસ્વરૂપ, નિત્ય આનંદ જ જેનું એક સ્વરૂપ છે. નિત્યાનિત્ય સ્વરૂપ :દ્રવ્ય પર્યાય સ્વરૂપ નિતાંત નિરંતર નિદનશલ્ય : આગામી વિષય-ભોગોની વાંછા, તે નિદાન શલ્ય છે. નિદ્રા દર્શનાવરણીય કર્મ, જેના ઉદયથી ગાઢ નિદ્રા આવે. મહાપ્રયત્ન જાગે, નિદ્રા નિદ્રા વિશેષ નિદ્રા, ગાઢનિદ્રા નિદ્રાધીન :ઉશમાં પડેલો નિદ્ધાનિકા વિશેષ નિદ્રા નિદાન નકકી; ખચીત; ચોકકસ; અવશ્ય; (૨) મૂળકારણ; કાર્ય-કારણનો વિચાર; (૩) ચિકિત્સા. (૪) મૂળ કારણ; કાર્ય-કારણનો વિચાર; ચિકિત્સા; નકકી; ચોકકસ; ખચીત; અવશ્ય; ઓછામાં ઓછું; અંતે, પરિણામે; છેલ્લે; આખરે. (૫) ઇંદ્રિય વિષયોની ઇચ્છા (૬) આલોક અને પરલોકના ભોગોની, વાંચ્છા. (૭) દાન, પૂજા, જપ, તપ આદિ કરીને, ભોગોની ઇચ્છા કરવી, તે નિદાન શલ્ય છે. (૮) લાભ, કેવળ, નકકી (ભોગોને આકાંક્ષારૂપ નિદાન-લાભ એ બંધસહિત જ્ઞાન, તપ દાનાદિ વડે ઉપાર્જન કરાયેલ, કર્મ તજવા યોગ્ય છે.) કારણકે, નિદાનવાળા પુણયથી ભવાંતરમાં રાજ્યાદિ વિભૂતિ પામીને, અજ્ઞાની જીવ વિષય ભોગોને તજી શકતો નથી. તેથી તે પુણ્યાદિની સમાપ્તિ થયા પછી, જીવ નરકાદિ ગતિના દુઃખ પામે છે. (૯). ધર્મ કરીને આવતા ભવ માટે, સુખની અભિલાષા કરવી, કારણ. (૧૦) ભોગોની અભિલાષા (૧૧) જોયેલો, સાંભળેલા અને અનભવેલા ભોગોની અભિલાષા રૂપ નિદાન, બંધાધિ વિભાવભાવો. (૧૨) આગમી કાળમાં, સારા સારા ભોગોની પ્રાપ્તિની ઇચ્છા કરવી. (૧૩) આગામી કાળમાં સારા સારા ભોગોની પ્રાપ્તિની ઇચછા કરવી. (૧૪) કારણ (૧૫) પરિણામ, અંત, ઓછામાં ઓછું, છેવટે, આખરે, અવશ્ય મૂળકારણ, રોગનાં કારણોની તપાસ, રોગ નકકી કરવો તે, રોગની ઓળખ. (૧૬) ખાણ, ખજાનો, ભંડાર. (૧૭) દાન,પૂજા, જપ, તપ આદિ કરીને, ભોગોની ઇચછા કરવી, તે નિદાન શલ્ય છે. શલ્ય એટલે કાંટો. જેમ શરીરમાં કાંગો-શૂળ ખેંચ્યા કરે, તેમ શલ્યને લીધે આત્મા અંતરંગમાં કલેશ અનુભવ્યા કરે છે, પણ શલ્ય રહિત થવાથી, જ્ઞાનથી મોક્ષ થાય છે. (૧૮) મૂળ કારણ (૧૯) ભવિષ્યમાં વિષયો મળે એવી ઇચ્છા કરવી; આગામી વિષય-ભોગોની વાંછા. નિદાન બુદ્ધિ લોક-પરલોક સંબંધી કાંઇપણ કામનારૂપ નિદાનબુદ્ધિ નિદાનથલ્ય :આગામી વિષય-ભોગોની વાંછા, તે નિદાન શલ્ય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy