SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસુ અને પિયાસુને, વર્ષોની અવિકલાની સાધના અને ભગીરથ પુરુષાર્થ વડે તૈયાર થયેલો આ કોશ ખૂબ ઉપયોગી પુરવાર થશે. શ્રી તારાચંદભાઇના સત,વ્રત અને તપના પરિપાકરૂપ આ ગ્રંથ આ વિષયના, આ જાતના ગ્રંથની ઊણપ પૂરી કરશે. ભલે એમની પાસે કોશવિદ્યાની જાણકારી નહીં હતી, ભલે એમની પક્ષે | કઇ કોશકાર જેવી તાલીમ, શિસ્ત અને પદ્ધતિ નહીં હોય, પરંતુ એમની પાસે નિષ્ઠા, નિસબત અને લગનીની મોટી મૂડી હતી. તેથી થાકયા, હાર્યા અને ર્યા વિના વર્ષો સુધી તેઓ પોતાની સુઝબુઝ મુજબ આ કામમાં ખપી રહ્યા હશે. જેને પરિણામે સહસ્ર શબ્દસંજ્ઞાઓનો આ કોશ તૈયાર થઇ શકયો છે. કોઇ વ્યકિત સંકલ્પબદ્ધ થઇ, એક લક્ષ્ય રાખી, જોમ-જુસ્સા અને મીશનરી સ્પીરીટ સાથે દત્તચિત્ત થઇને કાર્ય કરે તો કેવું પરિણામ આવે તેનું સુંદર ઉદાહરણ આ કોશ છે. આ કોશમાં એમણે જૈન ધર્મ અને તત્ત્વદર્શનમાં યોજાયેલી અને યોજાતી રહેતી ખાસ અન્વર્યક સંજ્ઞાઓના અર્થો અને ખ્યાલોને સ્પષ્ટ કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અલબત્ત, એમાં કેટલીક એવી શબ્દસંજ્ઞાઓ પણ છે જેને ચુસ્ત અર્થમા પારિભાષિક ગણવાનું મન ન થાય, પરંતુ મોટાભાગની શબ્દસંજ્ઞાઓ તો પારિભાષિક છે. કોશની કેટલીક ધ્યાનાકર્ષક વિશેષતાઓ પૈકી પહેલી વિશેષતા એ છે કે એમાં જૈન ધર્મ અને તત્વદર્શનમાં વપરાતી નાની-મોટી અનેક શબ્દસંજ્ઞાઓ સમજાવવામાં આવી છે. જે શબ્દસંજ્ઞા લોકપ્રચલિત હોય અને લોકવ્યવહારમાં રૂઢ થયેલી હોય તેમના માત્ર અર્થો આપવામાં આવ્યા છે. પરંતુ જે શબ્દસંજ્ઞાઓ કઇ વિચાર, ખ્યાલ, કે સિદ્ધાંતને પ્રગટ કરનારી હોય તેમના કેવળ અર્થો આપી છૂટી જવાને બદલે, તેમની વિસ્તારથી સમજૂતી આપવામાં આવી છે. જૈન ધર્મ અને તત્ત્વદર્શન કેઇપણ ખ્યાલ કે સિદ્ધાંતમાં ઊંડાણમાં જવા માટે વર્ગીકરણ અને વિશ્લેષણમાં રાચતું દર્શન છે. એટલે જીવ તો કેટલા પ્રકારના, કર્મ તો કેટલા પ્રકારના, મોહ તો કેટલા પ્રકારના, તત્ત્વો તો કેટલા પ્રકારના-એમ સૂક્ષ્મતિસૂમ વિચારવાનું દર્શન છે. આ જાતના કેશીકી પૃથકકરણને કારણે અનેક અવનવી સંજ્ઞાઓ એમાં પ્રયોજાયેલી છે. આ કોશમાં એવી બધી સંજ્ઞાઓની વિગત સમેત વિસ્તારથી સમજૂતી આપવામાં આવી છે. વળી, આ સમજૂતી આજનો શિક્ષિત મનુષ્ય સહેલાઇથી સમજી શકે તેવી સરળ, સુગમ, અને સુબોધ ભાષામાં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તકલેખન નથી, પણ કોશ છે એટલે એમાં શબ્દલાઘવથી લેખન થવું જોઇએ, એ વાતની જાણકારીને લઇને અહીં જે લખાણ થયું છે તે લાઘવ અને ચુસ્તતાથી થયું છે. જૈન ધર્મ અને તત્ત્વદર્શનનું હાર્દ પામવા ઇચ્છતા શ્રી તારાચંદભાઇ રવાણીએ તો આ કાર્ય પોતાના વ્યવસાયધર્મ અને સમાજધર્મ બજાવતા સમયાન્તરે ટૂકડે ટૂકડે કર્યું હશે અને વર્ષોથી એ અસ્તવ્યસ્ત સ્વરૂપમાં પડી રહ્યું હશે. પરંતુ એમના પુત્ર શ્રી અજિતભાઇ અને ભત્રીજા શ્રી અનંતભાઇએ એમની જીવનભરની સાધનાના આ ફળને પ્રિન્ટમીડીયા અને ઇલેક્ટ્રોનિક મીડીયા દ્વારા પ્રકાશિત કરી, સર્વજન સુલભ બનાવવાનો મનસૂબો કર્યો એમાં ઇશ્વરકૃપા થયેલી દેખાય છે. આજકાલ પોતાના પિતા અને કાકાને કેણ યાદ કરે છે કે તેમણે રચેલા ગ્રંથને પ્રગટ કરવાનો ઉદ્યમ અને સાહસ કોણ કરે? વળી, એ બંને વસે દૂર દેશાવરમાં. લખાણની સામગ્રી ભારતમાં અને તેઓ બંને વસી રહ્યા છે અમેરિકામાં, એ સંજોગોમાં આ કોશના સંશોધન-સંપાદનનું કાર્ય કેવી રીતે પાર પાડ્યું એ સમસ્યા એ બેઉને સતાવતી હશે. એ સમસ્યાનો ઉકેલ કરવા ભાઇશ્રી અનંતભાઇ રવાણીએ પોતાના વિદ્યાનગર નિવાસ દરમ્યાનના મિત્રોમાંથી શિસ્ત, સંયમ, ચીવટ અને ચોકકસાઇના આગ્રહી તથા સાચા વિદ્યાવાસંગી અને આરૂઢ વિદ્વાન ર્ડો.ઉપાધ્યાયજીનો સંપર્ક કરી આ કોશના સંશોધન-સંપાદનની કઠિન કામગીરી એમને સોંપી. ર્ડો.ઉપાધ્યાયએ પૂરી નિષ્ઠા અને કાળજીપૂર્વક સંભાળી અને પાર પાડી. એમાં એમને સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના પ્રોફેસર અને અધ્યક્ષ ર્ડો.નિરજંનભાઇ પટેલનો સહયોગ પ્રાપ્ત થયો. પરિણામે આ ગ્રંથ એનું શાસ્ત્રીય સ્વરૂપ જાળવીને તૈયાર થઇ શકયો છે. જયાં દાનત છે ત્યાં દેવત છે, જયાં દેવત છે ત્યાં દાવત છે. દાનત, દેવત અને દાવતનો યોગ રચાતા, આ પ્રાણુંલભ્ય ફળ પ્રાપ્ત થયું છે. શ્રી તારાચંદભાઇના યજ્ઞકાર્ય અને તપશ્ચર્યાનું એમના ફરજંદો દ્વારા થતું આ યથાયોગ્ય તર્પણ છે. આ શ્રીમત્ અને ઊર્જિતકાર્યમાં જોડાનાર સૌને સાધુવાદ ઘટે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy