________________
તીર્થકર શ્રી મહાવીરસ્વામીએ પોતાના ઉપદેશ એ વખતને લોકભાષા પ્રાકૃતમાં કર્યો હોવાથી, એમાં પ્રાકૃત ભાષામાં પણ આવી સંજ્ઞાઓ યોજાઇ છે. જેમ કે, આલોયણ, ઉણોદરી, કાઉસગ્ગ, ગોચરી, ઉવસગ્ન, નિયાણુ, સંઘયણ, સમવસરણ, પશુષણ, લંછણ, વૈયાવચ્ચ, પચ્ચક્ષાણ, ચોથું વ્રત વગેરે.
ગણિતશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને દર્શનશાસ્ત્ર જેવાં મૂળભૂત વિજ્ઞાનો, | રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, શરીરશાસ્ત્ર વગેરે જેવાં પ્રાકૃતિક વિજ્ઞાનો, તબીબીશાસ્ત્ર, ઇજનેરીશાસ્ત્ર, કૃષિશાસ્ત્ર, વહીવટી શાસ્ત્ર, પ્રબંધનશાસ્ત્ર, ગૃહવિજ્ઞાન, ઇલેકટ્રીક, ઇલેકટ્રોનિક, કમ્યુટર જેવાં પ્રયોજય વિજ્ઞાનો, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, ઇતિહાસવિદ્યા, ભૂગોળવિદ્યા જેવાં સામાજિક વિજ્ઞાનો, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય, સંગીત, સાહિત્ય જેવી કલાઓ અને સૌંદર્યશાસ્ત્ર જેવી માનવવિદ્યાઓ-એમ જ્ઞાનનાં તમામ ક્ષેત્રના જુદા જુદા વિષયોને પોતપોતાની પારિભાષિક સંજ્ઞાઓ હોય છે.
એજ રીતે આપણા દેશમાં જન્મેલા હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ અને શીખધર્મને, સગુણ કે નિર્ગુણ ઉપાસના કરતાં વૈષ્ણવ, શાકત, શૈવ, ગાણપત્ય જેવા સંપ્રદાયોને અને સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વૈદિક દર્શનને પોતપોતાની આગવી પરિભાષા છે. જ્ઞાનપિપાસુ અને જિજ્ઞાસુએ આવી પારિભાષિક સંજ્ઞાઓ અને પદાવલિઓથી માહિતગાર બનવું પડે છે. જો તેઓ એનાથી વાકેફ હોય તો જ આવા ગૂઢ અને ગહન વિષયોની વિચારણા સમજાય છે.
સાંપ્રત સમયમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાઓમાંથી વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓ પૈકીની એક ભાષા ગુજરાતી છે. ગુજરાતી ભાષામાં કેટલીક સંજ્ઞાઓ મૂળ સંસ્કૃત કે પ્રાકૃત ભાષામાં હતી તેવીને તેવી જ રહી છે, જયારે કેટલીક સંજ્ઞાઓનું રૂપાંતર થયું છે. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓ હાલ ચલણમાં રહી નથી. તેથી આજકાલની પેઢીના લોકોને એ ભાષાઓની પુરાણી સંજ્ઞાઓ અને પુરાણા સંપ્રત્યયો સમજવા કઠિન બને છે. આ સંજોગોમાં આવી સંજ્ઞાઓના અર્થો અને ખ્યાલો સમજાવતા કોશની જરૂરિયાત ઊભી થાય છે. આ જાતના કોશ તૈયાર કરી પ્રગટ કરવા એ ઘણું મુશ્કેલ અને અઘરું કામ છે. જો આવો કોશ રચવો હોય તો એ વિષયની સઘળી સંજ્ઞાઓ અને સઘળા સંપ્રત્યયોના અર્થો અને ખ્યાલોની પૂરેપૂરી સમજ અને એને શાસ્ત્રીય ઢબે પ્રગટ કરવા માટેનું ભાષાશૈલીનું સામર્થ્ય જોઇએ. ઉપરાંત સંયમ અને શિસ્ત જોઇએ. તેથી આવા શ્રમસાધ્ય અને કઠિન કામો ઓછાં થતાં હોય છે. ગુજરાતી ભાષામાં જ્ઞાનના જુદા જુદા વિષયોના આવા કોશોની તીવ્ર અછત છે.
આપણા મોટા ભાગના ધર્મસંપ્રદાયો પાસે પોતાના આચારવિચારના મતને પ્રતિપાદિત કરવા એકાદ પ્રતિનિધિ ધર્મગ્રંથ છે, પરંતુ જેની પાસે પોતાના મતવિચાર પ્રતિપાદિત કરતો કોઇ એક પ્રતિનિધિ ગ્રંથ નથી. પરંતુ અન્ય ભારતીય દર્શનોની જેમ જૈન તત્ત્વદર્શન પણ અનેક અરિહંતો, સિદ્ધો, આચાર્યો, ઉપાધ્યાયો અને સાધુનિઓ દ્વારા ખેડાણ પામતું રહ્યું છે. તેથી એમાં મનુષ્યનાં કર્મ અને ધર્મ અંગે, જીવનના ઉદ્દેશ અને એ પાર પાડવાના સાધનામાર્ગની ગંભીર વિચારણા થયેલી છે. એ વિચારણાને તર્કબદ્ધ રીતે અને વ્યવસ્થિતરૂપે રજૂ કરવા માટે તેમાં ખાસ પારિભાષિક સંજ્ઞાઓ અને પદાવલિઓ યોજાતી રહે છે. જેમ કે, અરહંત, અણુવ્રત, અનેકાંત દૃષ્ટિ, અતિચાર, આયંબિલ, આલોચના, કષાય, કેવળી, આસવ, બંધ, કર્મવર્ગણા, નય, સંવર, નિર્જર, પ્રતિકમણ, પ્રભાવના, વેશ્યા, સંલેખના, શલ્ય, સમુઘાત વગેરે. વળી, જૈન ધર્મના તીર્થકરોમાંથી ચોવીસમાં
ગુજરાતી પ્રજા વેપારીમાનસવાળી આળસુ પ્રજા છે એવું મહેણું ભાંગે એવો જૈનદર્શન પરિભાષા કોશ આપણને શ્રી તારાચંદભાઇ રવાણી દ્વારા મળે છે એ ઘટના પ્રસન્નતા અને પરિતોષ આપનારી છે. શ્રી તારાચંદભાઇ વ્યવસાયે અધ્યાપક કે લેખક ન હતા, પરંતુ પુસ્તક પ્રકાશક અને વિતરક હતા. કોશના રચનાનિર્માણની કોઇ તાલીમ એમણે લીધી નહતી કે નહતો આ જાતના લખાણને એમને મહાવરો. છતાં આ વિષયમાં રસપૂર્વક કેવળ નિજાનંદ ખાતર લાંબા સમય સુધી આ કોશનિર્માણનું કાર્ય કરતા રહ્યા. અનેક વિદ્વાનોનાં હાથ, હૈયાં અને મસ્તકના સાથ-સંગાથ વડે કોઇ મોટી સંસ્થા જ કરી શકે એવું કામ તેઓએ એકલ પડે કર્યું છે એ વાત ઓછી મહત્ત્વની નથી.