SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ અનુસરણ કરવા લાયક જે ધ્રુવ આત્મા છે, તે. શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, તે યેય છે. (૪) ધ્યાન કરવા યોગ્ય દ્રવ્ય-આત્મા-ધૃવ, આત્મા જ ધ્યેય છે. (૫) ધ્યાન કરવા યોગ્ય દ્રવ્ય-આત્મ-શુદ્ધ આત્મા. ધ્યેય એટલે, પકડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરન્ન કરવા લાયક, અનુસરણ કરવા લાયક- જે ધ્રુવ છે, તે. શુદ્ધ આત્માનું સ્વરૂપ, તે ધ્યેય છે.-અભિધેય છે. દષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા, ધ્રુવ છે. તે સમ્યગ્દર્શનનો વિષય છે. (૬) ધ્યાન કરવા યોગ્ય. દ્રવ્ય, શુદ્ધ આત્મા, ૫કડવા લાયક, આશ્રય કરવા લાયક, અનુકરણ કરવા લાયક, અનુસરણ કરવા લાયક, જે ધૂવ છે, તે શુદ્ધ આત્મા. (૭) ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ, આત્માની ઉપલબ્ધિ. (૮) નિશાન, સાધ્ય લક્ષ. ધ્યેય અને ધ્યાનનું સ્વરૂપ શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિક નયે, જીવ કર્તુત્વ ભોકતૃત્વથી તથા બંધ-મોક્ષના કારણ ને પરિણામથી શૂન્ય છે. બંધ અને બંધનું કારણ, મોક્ષ અને મોક્ષનું કારણ - એ ચારેય ચીજ, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યમાં નથી. દયા, દાન, વ્રત, તપના પરિણામ, તે બંધના કારણરૂપ ક્રિયા છે, તે આત્મદ્રવ્યમાં નથી, અને શુદ્ધભાવના પરિણતિ જે નિર્મળ, સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રરૂ૫ છે, તે મોક્ષના કારણરૂપ ક્રિયા છે. તે પણ આદ્રવ્યમાં નથી. માટે કહે છે-એમ જાણવામાં આવે છે કે, શુદ્ધ પારિણામિક ભાવ ધ્યેયરૂપ છે. ધ્યાનરૂપ નથી. આ શું કીધું ? કે, શુદ્ધ પારિમાણિકભાવરૂપ ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય, નિત્યાનંદચિદાનંદ પ્રભુ, તે ધ્યાનનું ધ્યેય છે, ધ્યાન નથી. અહાહા...! જેમાં નિરાકળ આનંદનો સ્વાદ આવે, એવાં નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ થવામાં ત્રિકાળી શુદ્ધ ચિત્માત્ર વસ્તુ, એના ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી, કેમ કે ત્રિકાળી વસ્તુ છે, તે અક્રિય છે. હવે ધ્યેય શું ને ધ્યાન શું ? એની ખબરેય ન મળે, તે મંડી પડે ધ્યાન ધરવા આસન લગાવીને, ધૂળમાંય ધ્યાન નથી સાંભળને, એ તો બધી, મિથ્યા રાગની ક્રિયા છે. ૪૯૫ અહીં કહે છે -શુદ્ધ પારિણામિકભાવરૂપ ચિમૂર્તિ પ્રભુ આત્મા, ધ્યાનનું ધ્યેય છે, તે ધ્યાનરૂપ નથી, પર્યાયને કવંચિત્ દ્રવ્યથી ભિન્ન કહેલ ને ? તે વાત અહીં, સિદ્ધ કરી છે. અહાહા...! વસ્તુ ત્રિકાળી છે, તે શુદ્ધચૈતન્યનો મહા દરિયો છે. શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ,-એમ આવે છે, ને ? અહાહા.....! અનંત અનંત ગુણનું એકરૂપ દળ પ્રભુ આત્મા છે. તે કહે છે, ધ્યેયરૂપ છે, ધ્યાનરૂપ નથી. સમ્યગ્દર્શનની પર્યાય ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, એનું ધ્યેય છે. આત્માનું સ્વસંવેદનન્નાન, તે ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, એનું ધ્યેય છે. આત્મરમણત ધ્યાનરૂપ છે, અને ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય, તેનું ધ્યેય છે. ધ્યાન તો ધ્યેયમાં એકાગ્ર થયેલી, પર્યાય છે, તે ધ્યેય ત્રિકાળ ધૃવસ્વભાવ છે. ધ્યાનની પર્યાય, ધ્યેયને ધ્યાવે છે તો પણ, ધ્યેય છે તે ધ્યાનરૂપ નથી. અહો! આ અલૌકિક વાત છે. ભગવાન ! નિજ ધ્યેયને, પોતાની નજરને તે રાગમાં રોકી રાખી છે, તેથી ધ્યેયરૂપ નિજ જ્ઞાનાનંદનો દરિયો, તને દેખાતો નથી. અરે! નજરને, વર્તમાન પર્યાયની રુચિમાં, રોકી દીધી છે. તેથી અનંતગુણનિધિ શુદ્ધ ચેતનાસિંધુ, એવો ભગવાન આત્મા, તને ભાસતો નથી. અરે ભાઇ! ધ્યાનરૂપ પર્યાય, રાગ વગરના નિર્મળ ભાવરૂપ છે. અને એનું ધ્યેય પરમ સ્વભાવભાવરૂપ, ત્રિકાળ શુદ્ધ આત્મદ્રવ્ય છે. માટે રુચિ પલટી નાખને, ધુવસ્વભાવમાં ઉપયોગને સ્થિર કરીને તેને ધ્યાવ. અહા! ઉપયોગને ધ્યેયમાં એકાગ્ર કરીને ધ્યાવતાં, જે ધ્યાન પ્રગટ થશે, તેમાં અતીન્સિય આનંદથી ધારા ઉલસશે. પર તરફ વળેલી જ્ઞાનની પર્યાયમાં પણ ખરેખર જ્ઞાયક જ જણાઇ રહ્યો છે. ઘાનની પર્યાયનો, સ્વપરપ્રકાશકપણાનો સ્વભાવ છે. સ્થી વર્તમાન જ્ઞાનપર્યાયમાં જે આ વસ્તુ ત્રિકાળ પરમપરિણામિકભાવે સિથત છે તે જાણવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞાનમાં જણાય છે, પણ એની નજર એના ઉપર નથી. દષ્ટિનો ફેર છે. ધ્રુવની દષ્ટિ કરવાને બદલે, તે પોતાની નજર પર્યાય ઉપર, રાગ ઉપર, નિમિત્ત ઉપર ને બહારના પદાર્થ, ઉપર રાખે છે, અને તેથી તેને અંદરનું ચૈતન્યનિધાન જોવા મળતું નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy