SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ તેનો શબ્દાર્થ એવો છે, કે જે નરક, તિર્યંચ, મનુષ્ય અને દેવ આદિ, ગતિમાં ભમવારૂપ દુઃખથી આત્માને બચાવે, ઉદ્ગારી ઉત્તમ આત્મિક, અવિનાશી, અતીન્દ્રિય મોક્ષસુખમાં સ્થાપે, તે ધર્મ છે. આવો ઉત્તમ ધર્મ કંઇ બજારમાં વેચાતો મળતો નથી કે, ધન ખર્ચીને કે દાન-સન્માન વડે વેચાતો લઇ શકાય, તે કોઇનો આપ્યો પણ અપાતો નથી, કે સેવા ઉપાસનાથી રાજી કરીને લઇ શકાય, મંદિર, પર્વત, જળ, અગ્નિ, દેવમૂર્તિ કે તીર્થ આદિ સ્થળોમાં તે ધર્મ રાખી મૂકયો નથી, કે ત્યાં જઇને લઇ અવાય, ઉપવાસ, વ્રત, કાયકલેશ આદિ, તપથી શરીર સૂકવી નાખવાથી પણ તે મળે એમ નથી. દેવાધિદેવના મંદિરમાં છત્ર આદિપૂજાની સામગ્રીના દાન વડે, પૂજન આદિ વડે તથા ઘર છોડી, વનમાં કે સ્મશાનમાં રહેવાથી, કે પરમેશ્વરના નામના જાપ કરવાથી, તેવો ધર્મ પામી શકાતો નથી. ધર્મ તો આત્માનો સ્વભાવ છે, પર પદાર્થમાં આત્મબુદ્ધિ- થઇ રહી છે, તે છોડી, પોતાના જ્ઞાતા, દૃષ્ટિરૂપ સ્વભાવની શ્રદ્ધા, અનુભવ તથા જ્ઞાયક સ્વભાવમાં જ વર્તવારૂપ, આચરણ, તે ધર્મ છે. (૨૬) આત્મસ્વરૂપને ઓખળવું, આત્મામાં સ્થિર થવું, તે ધર્મ. આત્માનો સ્વભાવ, તે ધર્મ. (૨૭) જે નરક, નિર્યચ આદિ ગતિમાં ભમવારૂપ દુઃખથી આત્માને બચાવી-ઉદ્ધારી ઉત્તમ આત્મિક, અવિનાશી, અતીન્દ્રિય મોક્ષસુખમાં ધારણ કરે, તે ધર્મ છે. પર પદાર્થમાં આજ્બુદ્ધિ થઇ રહી છે, તે છોડી પોતાના જ્ઞાતા, છારૂપ સ્વભાવની શ્રદ્ધા, અનુભવ તથા શાયક સવભાવમાં જ વર્તવારૂપ આચરણ, તે ધર્મ છે. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આર્કિચળ્ય, અને બ્રહ્મચર્ય રૂપ, પોતાના આત્માનાં પરિણામ, તે ધર્મ છે. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમય રત્નત્રયરૂપ ધર્મ છે, અહિંસારૂપ આત્માનાં પરિણામ થાય, ત્યારે આત્મા, પોતે જ ધર્મરૂપ થાય છે. (૨૮) આત્મપરિણામની સહજ સ્વરૂપે પરિણતિ થવી, તેને શ્રી તીર્થંકર, ધર્મ કહે છે. (૨૯) ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થમાં ધર્મનો અર્થ, આત્માનો સ્વભાવ નથી. પણ પુણ્યના, અર્થમાં છે. દયા, દાન, વ્રત આદિ, પુણ્યનો ભાવ છે. (૩૦) જે પ્રાણીઓને સંસારના દુઃખોથી છોડાવીને, ઉત્તમ-આત્મસુખ આપે. (૩૧) ૪૮૨ સંસારના ચારગતિનાં ભયંકર પરિભ્રમણરૂપ અનંત દુઃખના અપાર સમુદ્રમાં પડતા જીવોને ધરી રાખે, ઉધ્ધાર કરી, સંસારમાં સર્વોત્તમ ઇન્દ્ર, નરેન્દ્ર, ચક્રવર્તી આદિનાં સુખની પ્રાપ્તિ કરાવી પ્રાન્ત અનંત આત્મિક સુખમય શાશ્વત મોક્ષપદમાં સ્થાપે, ધારે તે ધર્મ. એ ધર્મ ચાર પ્રકારે કહ્યો છેઃ(૧) વસ્તુનો સ્વભાવ તે ધર્મ, (૨) સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રયાત્મક ધર્મ, (૩) ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ આદિ દશ લક્ષણરૂપ ધર્મ અને (૪) અહિંસાલક્ષણ ધર્મ, પ્રકારાન્તરે દાન, શીલ, તપ, અને ભાવ એ ચાર પ્રકારે પણ ધર્મ કહ્યો છે. (૩૨) ચાર પ્રકારના ધર્મ કહ્યા છે-દાન, શીલ, તપ અને બ્રહ્મચર્ય. તે આ પ્રમાણે છે. (૧) પોતાના ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયક ભગવાનની દિષ્ટ કરવાથી જે નિર્મળ પર્યાય પ્રગટ થાય, તે પર્યાયનું પોતાને દાન, તેવું તે વાસ્તવિકદાન છે અને તે ધર્મ છે અને તેનો પોતે જ કર્તા છે. (૨) પોતાનો શીલ નામ સ્વભાવ, જે એક જ્ઞાયકભાવ તેમાં જ અંતર રમણતાં કરતાં, જે નિર્મળ રત્નત્રય પ્રગટ થાય, તે શીલ નામ ચારિત્ર છે, અને તે જ ધર્મ છે. (૩) પોતે બ્રહ્મસ્વરૂપ ભગવાન આત્મા છે, તેમાં એકાગ્ર થઇ ચરવું-રમવું, તે બ્રહ્મચર્ય છે. અને તે યથાર્થમાં ધર્મ છે. (૪) સચ્ચિદાનંદમય આત્મા પોતે-તેમાં લીન થઇ, પ્રતાપવંત રહેવું, તેનું નામ ઇચ્છાના અભાવરૂપ તપ છે. અને તે ધર્મ છે. આવું ધર્મનું સ્વરૂપ છે. ધર્મી પુરુષને બહારમાં સાથે સાથે દાન, શીલ, તપ, બ્રહ્મચર્યનો રાગ, થતો હોય છે. તેને સહકારી જાણી ઉપચારથી તેને ધર્મ કહીએ છીએ, પરંતુ તેઓ રાગ નિશ્ચયથી ધર્મ છે, વા તે કરતાં કરતાં ધર્મ થાય છે, એવું ધર્મનું સત્યાર્થ સ્વરૂપ નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy