SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ સ્વરૂપે પ્રગટ થવાના કારણમાં, કષ્ટ છે. એમ માને, તે સાચો ધર્મ સમજયો નથી. ધર્મનો આત્માનો સ્વભાવ છે, તેથી કષ્ટપદ નથી. લોકો બહારથી માપ કાઢે છે કે છ મહિના આહાર છોડ્યો. ધર્મમાં આકરા પરિષહ સહન કરવા પડે છે. એમ જે ધર્મમાં દુઃખ માને છે, તેણે ધર્મને કલેષ રૂપ માન્યો છે, પણ ધર્મ કલેષરૂપ નથી. આત્મા ના આહારી જ્ઞાનસ્વભાવના આનંદમાં લીન થવાં, જ્ઞાનીને છ મહિના આહાર સહેજે છૂટી જાય અને દેહ સૂકાય, તે ઉપર દૃષ્ટિ પણ ન જાય. અખંડ સ્વરૂપની શાંતિમાં સહેજે ઇચ્છા રોકાઇ જાય, તેનું નામ તપ. જેમાં કટ નથી, પણ અવિકારી આનંદ છે. (૧૭) રાગાદિ રહિત, આત્માનો પોતાનો શુદ્ધ ભાવ જ, ધર્મ છે, એમ માનીને તેને ગ્રહણ કરો. જે આત્મધર્મ, ચારગતિનાં દુઃખમાં પડતા આ જીવને ઉદ્ધરીને મોક્ષરૂપ આનંદધામમાં ધરિ, રાખે, વિરાજમાન કરે છે. ધર્મ જ, જીવને દુઃખથી બચાવી, ઉત્તમ સુખમાં લઇ જાય છે. જીવને સંસારના અનંત અને અપાર દુઃખમાંથી ઉગારી, જે સુખરૂપ મોક્ષપદમાં ધારે, વિરાજમાન કરે, તે ધર્મ છે, તે મોક્ષપદ દેવેન્દ્ર, નાગેન્દ્ર ઇત્યાદિ, સર્વને પૂજ્ય છે. અહીં ધર્મ શબ્દથી, જીવના શુદ્ધભાવનું ગ્રહણ છે. શુદ્ધભાવ જ ધર્મરૂપ છે. એમાં જ ધર્મ શબ્દની સર્વ વ્યાખ્યાઓનો સમાવેશ થાય છે. અહિંસા લક્ષણવાળો ધર્મ છે, તે ધર્મ જીવના શુદ્ધસ્વભાવ વિના, સંભવતો નથી. સાગાર-અનાગાર ધર્મ, તેમજ ઉત્તમક્ષમાદિ દશ પ્રકારનો ધર્મ છે, તે પણ શુદ્ધભાવની અપેક્ષા રાખે છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સભ્યશ્ચારિત્રને ધર્મેશ્વર એવા તીર્થંકરાદિ મહાપક્ષો ધર્મ કહે છે. આ લક્ષણમાં પણ આત્માની શુદ્ધિની પ્રધાનતા છે. રાગ-દ્વેષ રહિત આત્મ પરિણામ, તે ધર્મ છે, એમાં પણ આત્મશુદ્ધિની મુખ્યતા છે. (૧૮) આત્માની આત્મરૂપ દશા છે, તે ધર્મ છે. (૧૯) હું શાશ્વત જ્ઞાનને આનંદસ્વરૂપ ચૈતન્ય દ્રવ્ય છું. એમ નિજ સ્વરૂપ સન્મુખ થઇને, તેમાં એકાગ્ર થવું, તેની ધ્યાનમાં ભાવના કરવી, વર્તમાન જ્ઞાનની દશાનું ધ્યેય-વિષય ધ્રુવ, આત્માને બનાવવો, એને ભાવના કહેવામાં આવે છે, અને એનું નામ, ધર્મ છે. (૨૦) ભગવાન આત્મા અંદર પૂરણ જ્ઞાન, અને આનંદના સ્વભાવથી ભરેલું સત્ત્વ છે, તે સ્વભાવની ૪૮૧ સન્મુખ થઇને પરિણમતાં, શકિતની નિર્મળ વ્યકિત (પ્રગટતા) થાય છે. અંદર શકિત તો વિદ્યમાન છે જ, તે શકિતની સન્મુખ થઇ, તેનો સ્વીકાર, સત્કાર અને આદર જ્યાં કર્યો કે, તત્કાલ તે પર્યાયમાં વ્યકતરૂપે પ્રગટ થાય છે. આનું નામ, ધર્મ ને મોક્ષમાર્ગ છે. (૨૧) ત્રિકાળ આનંદસ્વરૂપ પોતે, પરમાત્મદ્રવ્ય છે, તેના શ્રદ્ધાન-જ્ઞાન-આચરણરૂપ પર્યાયે જીવ પરિણમે, તે ભવ્યત્વ શકિતની અર્થાત્ મોક્ષમાર્ગની યોગ્યતારૂપ શકિતની, વ્યકિત છે અને તે ધર્મ છે. અરે! પોતે આવો અંદર ભગવાન સ્વરૂપ છે, એના ગાણાંય કદી એણે સાંભળ્યા નથી, પણ ભાઇ! જો અંદર શકિતએ ભગવાન સ્વરૂપ ન હોય, તો પર્યાયમાં આવશે ક્યાંથી? બહારમાં તો કાંઇ છે નહિ. બહારમાં તું ભગવાનની (અતાદિની) ભકિત કરે, પૂજા કરે કે સન્મેદશિખરની જાત્રા કરે, પણ એનાથી ધર્મ થાય, એવું ધર્મનું સ્વરૂપ નથી, કેમ કે, એ તો માત્ર શુભરાગ છે. અહીં શુભ છોડીને અશુભ કરો, એ વાત નથી. ધર્મને વિશેષ શુભ ભાવ આવે છે, પણ તે ધર્મવા ધર્મનું કારણ નથી. ધર્મનું કારણ તો જે સ્વદ્રવ્યના-નિજપરમાત્મદ્રવ્યના આશ્રયે પરિણમવું છે, તે છે. અરે ભાઇ! તું એકવાર સ્વદ્રવ્યને જોવાની ભાવના તો કર! (૨૨) ધારી રાખેલો ભાવ, વસ્તુનો સ્વભાવ, વર્તમાન અવસ્થા, વર્તમાન પર્યાય, દ્રવ્ય ગુણ ત્રિકાળ છે. અને તેની વર્તમાન અવસ્થા તે પર્યાય છે, તે ધર્મ છે. (૨૩) આત્મસ્વરૂપને ઓળખવું, આત્મામાં સ્થિર થવું, તે ધર્મ. (૨૪) આત્મદ્રવ્ય, સહજ એક શુદ્ધ પરમપરિણામિકભાવ લક્ષણ, સદા પરમાત્મસ્વરૂપ ચિત્માત્ર વસ્તુ છે. આવા નિજ પરમાત્મદ્રવ્યનાં, સભ્યશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે જીવ પરિણમે, એનું નામ ધર્મ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. દેવ-ગુરુ-શાસ્ત્રનું ભેદરૂપ શ્રદ્ધાન, એ કાંઇ વાસ્તવિક શ્રદ્ધાન-સમકિત નથી, અને શાસ્ત્રનું જ્ઞાન તે કાંઇ વાસ્તવિક સમ્યજ્ઞાન નથી, પણ પોતે સદાય, અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ કારણ પરમાત્મા વિરાજી રહ્યો છે, તેના સમ્યક શ્રદ્ધાનજ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે. (૨૫) સૌ કોઇ, આ જગતમાં ધર્મ ધર્મ એવો શબ્દ કહે છે, પરંતુ ધર્મ શબ્દનો મર્મ તો, કોઈ વિરલા જ જાણે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy