SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ ત્રનાડી છે. (લોકાકાશની મધ્યમાં ચૌદ રાજુ લાંબી અને એક રાજુ પહોળી જે સળંગ જગ્યા છે તેને ત્રસનાડી કહેવાય છે.) વસ્તુના આધારને અધિકરણ કહે છે. (૬) જાણે કે તેમનો એક આધાર હોય એ રીતે. (૭) સંસાર વધારનારા. (૮) નિમિત્ત તેના બે પ્રકાર છે : જીવ નિમિત્ત અને અજીવ નિમિત્ત. જીવ અને અજીવના પર્યાયો અધિકરણ છે. જીવ-અબ્ધ સામાન્ય અધિકરણ નથી પણ જીવ-અજીવના વિશેષ પર્યાયો અધિકરણ થાય છે. (૯) આશ્રય. અધિકરણ યિા :તલવાર આદિના આંરભ-સમારંભના નિમિતથી લાગું કર્મ બંધન. અધિકરણભૂત :આધારભૂત; સાધનભૂત. અધિકાર : વિભાગ. અધિગમ : (૨) પરનો ઉપદેશ (૧) જ્ઞાન; પ્રાપ્તિ; લાભ; પહોંચ; શક્તિ; અભ્યાસ; સ્વીકાર. (૩) જણાવનાર; પ્રાપ્તિ; લાભ; પહોંચ; શક્તિ; અભ્યાસ; જ્ઞાન; સ્વીકાર. (૪) જ્ઞાન. (૫) જણાવનાર (૬) જ્ઞાન અગિમજ સમ્યગ્દર્શન પરના આત્મજ્ઞાની પુરુષના ઉપદેશાદિથી જે સમ્યગ્દર્શન થાય તેને અધિગમજ સમ્યગ્દર્શન કહે છે. અધિગમન :પ્રાપ્તિ; લાભ; સમાગમ; સંસર્ગ. અધિકરણ :આધાર; આશ્રય; આધારસ્થાન; અધિષ્ઠાન; અધિકરણનો અર્થ નિમિત્ત થાય છે. અધિરાજ જેના હાથ નીચે બીજા રાજા હોય તે; રાજાધિરાજ, અધિવાસ :આત્મવાસ; ગુરુઓનો સહવાસ. અધિક્તિ નિયમમાં રાખનાર; ઉપરી થઈને રહેલ. અધિષ્ઠાન આધાર, રહેઠાણ. (આત્મા સુખ સંવેદનનો આધાર છે, જેટલામાં સુખનું વદન થાય છે તેટલો જ આત્મા છે.) અધિષ્ઠાતા :આધાર. (૨) સ્વામી. (૩) માલિક (૪) નિયામક. અધિષ્ઠાન : (૨) આધાર. (જ્ઞાતૃતત્ત્વનો સ્વભાવ, શબ્દ બ્રહ્મને અને તેના | વાગ્યરૂપ વિશ્વને, યુગ૫૬ જાણવાનો છે. તેથી તે અપેક્ષાએ જ્ઞાતૃતત્ત્વને, | શબ્દબ્રહ્મનુ અને વિશ્વનું અધિષ્ઠાન (આધાર) કહેલ છે. સંયત જીવને, એવા જ્ઞાતૃતત્ત્વનો નિશ્ચય હોય છે. (૩) જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી, અને જેમાં તે લય પામી તે. (૪) આધાર સ્થંભ (૫) મુખ્ય સ્થાન; રહેઠાણ; આધાર; સત્તા; પ્રભાવ. (૬) આધાર, રહેઠાણ. (આત્મા સુખ સંવેદનનો આધાર છે. ) જેટલામાં સુખનું વદન થાય છે તેવડો જ આત્મા છે. (૭) હરિ ભગવાન, જેમાંથી વસ્તુ ઉત્પન્ન થઈ, જેમાં તે સ્થિર રહી અને જ્યાં જેમાં તે લય પામી. (૮) મૂળ આધાર. અધિષ્ઠાન રીતિ :આત્મનિરીક્ષણ, આંતર અવલોકન. અધિષ્ઠાનભત:સ્થાનભૂત; આધારભૂત. અધિષ્ઠિત સ્થાપેલું; નીમેલું; ઉપરી થઈને રહેલું, વસેલું, બરોબર સ્થિત થયેલું અધીન :શરા; તાબે રહેલું; વિવશ; લાચાર; પરવશ; પરાધીન; આધીન. અધીરાઈ ધીરજનો અભાવ; ઉતાવળિયું; વિહ્વળતા; વ્યગ્રતા; આતુરતા. અધીe :ઉત્તમ; વધુ યોગ્ય; મુખ્ય અધિકારી (અધિ + ઇષ્ટ) (૨) યોગ્ય. અધો ઉપમા નીચ ઉપમા. અધોગતિ નરક અને તિર્યંચ ગતિ. (૨) નીચ ગતિ; નરક અને તિર્યંચના ભાવ. (૩) નરકગતિ. અધોળા : નીચી અવસ્થા. અધોમન જે નીચે જવા માટે છે તે. આંધોલાણ :ઉકાળેલા પાંદડા વગેરે. અધોલોક :અધોલોક-નરકમાં રત્નપ્રભા, શર્કરપ્રભા, તાલુકા પ્રભા, પંકપ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા એ સાત ભૂમિઓ છે અને કર્મથી નીચે નીચે ઘનોદધિવાતવલય, ઘનવાત વલય, તનુવાતવલય તથા આકાશનો આધાર છે. આન અધિકારી જેને વિષે જ્ઞાન પરિણામ પામવા યોગ્ય નહીં એવા. અન અધિકારીપણું અપાત્રપણું, અયોગ્યપણું, અધિકાર કે હક વિનાનું અને એ દરેશ્માં પર્યાનપણે રહેવાનો ઉદ્ભકાળ (ભવ્યસ્થિતિ) સંખ્યાત હજાર વર્ષ છે. એટલે તેટલા કાળ સુધી તેમાં જ જન્મે ને મરે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy