SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોકવ્યાપી અધર્મ દ્રવ્ય છે. (૨). ધર્માસ્તિકાયની પેઠે અસ્પર્શ, અરસ, અગંધ, અવર્ણ અને અશબ્દ છે; લોક વ્યાપક છે. અખંડ, વિશાળ અને અસંખ્યાત પ્રદેશ છે. તે ધર્માસ્તિકાય ગતિક્રિયાયુક્ત ને કારણભૂત હોવાને બદલે, સ્થિતિ ક્રિયાયુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે. અર્થાત્ સ્થિતિક્રિયા પરણિત જીવ-પુદ્ગલોને નિમિત્તભૂત છે. ધર્માસ્તિકાય ગતિક્રિયાયુક્તને, પાણીના માફક કારણભૂત છે. અને આ અધર્મસ્તિકાય સ્થિતિ, ક્રિયા યુક્તને પૃથ્વીની માફક કારણભૂત છે. જેમ પૃથ્વી પહેલેથી જ સ્થિતિરૂપે (સ્થિર), વર્તતી થકી અને પરને સ્થિતિ (સ્થિરતા) નહિ કરાવતી થકી, સ્વમેવ સ્થિતિરૂપે પરિણમતાં અશ્વાદિકને, ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીક, સ્થિતિમાં અનુગ્રહ કરે છે. તેમ અધર્માસ્તિકાય પણ પોતે, પહેલેથી જ સ્થિતિરૂપે વર્તતો થકો અને પરને સ્થિતિ નહિ કરાવતો થકો, સ્વયમેવ સ્થિતિરૂપે પરિણમતાં, જીવ-પુદ્ગલોને ઉદાસીન અવિનાભાવી સહાયરૂપ કારણમાત્ર તરીકે સ્થિતિમાં અનુગ્રહ કરે છે. અધર્માસ્તિકાય દ્રવ્ય સ્વયં ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત થયેલા જીવ અને પુલને સ્થિર થતી વખતે જે નિમિત્ત (ઉદાસીનપણે હાજરી હોય તેને અધાર્મસ્તિકાય-અધર્મ દ્રવ્ય કહે છે. જેમકે સ્થિર થવા ઈચ્છનાર મુસાફરને માટે ઝાડનો છાંયો. અધર્માસ્તિકાયનો વિશેષ ગુણ એકી સાથે, સર્વ સ્થાન પરિણામી જીવોને અને પુલોને, સ્થાનનું હેતુપણું (સ્થિતિનું અર્થાત્ સ્થિરતાનું નિમિત્તપણું, અધર્મનો વિશેષ ગુણ છે. અધર્માસ્તિકાય તે દ્રવ્ય લોકોકાશ પ્રમાણ છે. જીવ અને પુલને ગતિમાંથી સ્થિતિરૂ૫ થવામાં વૃક્ષની છાયા જેમ વટેમાર્ગુને નિમિત્ત છે તેમ તે સહકારી નિમિત્ત છે. અ૬ :અધૂવમાં ભાવોની વધઘટની અપેક્ષા છે, અને અનિત્યમાં એક પછી એક અનુક્રમની અપેક્ષા છે. અનુક્રમ એટલે - જેમ ટાઢિયા તાવ વખતે ઉષ્ણ જવર ન હોય, અને ઉષ્ણજવર વેળા ટાઢિયો તાવ ન હોય, તેમ શુભભાવ ૪૭ વખતે અશુભ ન હોય અને ભાવ વખતે શુભ ન હોય. આ પ્રમાણે શુભ અશુભ ભાવો અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે. (૨) આસવો વાઈના વેગની જેમ, વધતા-ઘટતા હોવાથી, અધ્રુવ છે. (૩) જે ક્ષણે હીનઅધિક થાય તેવું જ્ઞાન; અસ્થિર જ્ઞાન. (૪) વિકારી ભાવ તે અધુવ છે, એક રૂ૫ રહેતા નથી; વધ-ઘટ થવી. (૫) એકરૂપ રહે નહિ તેવાં; (૬) એકરૂપ રહેતા નથી. અધરાત ભાગતાં મધ્યરાત વીત્યા પછી. અવ :એકરૂપ રહેતા નથી; અસ્થિર (૨) કાયમી ટકે તેવાં નહિ; અનિત્ય; વધતાં-ઘટતાં. અધ્યવક્ષાન કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ; રાગમાં એકતા બુદ્ધિ, (૨) ઉદ્યમ; નિશ્ચય; મનોવૃત્તિ; પ્રયન્ત, મહેનત, વિશેષ અવસ્થા; ગતિ. અંધાણ :ચિહ્ન. અંધાધુંધી અરાજકતા; અંધેર; અવસ્થા; ગેરબંદોબસ્ત. અધારવું ધ્યાનમંદ હોવું; નિશ્ચિત કરવું; સાંભળવું; અવધારવું. અથિ :સન્મુખ, આયઃ જોડાવું, સ્વરૂપમાં જ જોડાવું તે સ્વાધ્યાય છે. અધિક ભિન્ન (૨) ઉત્કૃષ્ટ; અસાધારણ; અત્યંત. (૩) ભિન્ન (ઈન્દ્રિયોથી અધિક = ભિન્ન આત્મ સ્વભાવ); પર્યાયથી અધિક = પર્યાયથી ભિન્ન. (૪) ભિન્ન; જુદું. (૫) જુદું; ભિન્ન. (૬) વધારે; ક્ષેત્રથી વધારે; ક્ષેત્રથી બહાર. (૭) જુદો (૮) ભિન્ન. અધિત કરીને સ્થાપીને; રાખીને. (૨) અધિકાર આપીને; અંગીકૃત કરીને. (૩) ગુરુઓના સહવાસમાં અધિકાર આપીને; સ્થાપીને; અંગીકૃત કરીને. (૪) આત્માની અંદર સ્થાપીને; આત્માની અંદર રાખીને. અધિકતા :વિશેષતા. અધિકતા :ગૌરવ અધિકરણ :આધાર; આશ્રય; આધારસ્થાન, અધિષ્ઠાન; (૨) જે દ્રવ્યનો આશ્રય લેવામાં આવે તે અધિકરણ છે, (૩) આધાર (૪) આધાર. (૫) સમ્યગ્દર્શનનું આત્યંતર અધિકરણ આત્મા છે. અને બાહ્ય અધિકરણ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy