SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્ય-ભાવભેદે ભિન્ન થાતિકર્મો દ્રવ્યને ભાવ એવા બે ભેદવાળા ઘાતિકર્મો; દ્રવ્ય ઘાતિકર્મો અને ભાવઘાતિકર્મો. (૨) દ્રવ્ય અને ભાવ એવા બે ભેદવાળાં ધાતિકર્મો, દ્રવ્ય ધાતિકર્મોને ભાવ ધાતિ ધર્મો-જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને મોહનીયરૂપ ધાતિ કર્મો દ્રવ્યુમન જ્ઞાનાવરણ અને વીર્યાન્તરાય કર્મના ક્ષયોપશમ તથા અંગોપાંગનામકર્મના ઉદયથી જે પુદ્ગલ મનરૂપ થઈને ગુણદોષના વિચાર તથા સ્મરણ આદિ વ્યાપાર તરફ અભિમુખ થઈને આત્માને ઉપકાર કરે છે તેને દ્રવ્યમન કહે છે. આથી દ્રવ્યમન પૌદ્ગલિક છે. (૨) છાતીના મઘ્યમાં આઠ પાંખડીના ખીલેલા કમળના આકારે રજકણોનું બનેલું છે, તે દ્રવ્યમન. દ્રવ્યમય દ્રવ્યસ્વરૂપ. દ્રવ્યમરણ દેહ છૂટે તે દ્રવ્યમરણ. દ્રવ્યમોટા ખરેખર ભગવાન કેવળીને, ભાવમોક્ષ હોતાં, પરમ સંવર સિદ્ધ થવાને લીધે ઉત્તરકર્મસંતતિ નિરોધ પામી થકી અને પરમ નિર્જરાના કારણભૂત ધ્યાન થવાને લીધે પૂર્વ કર્મ સંતતિ-કે જેની સ્થિતિ કદાચિત્ સ્વભાવથી જ આયુકર્મના જેટલી હોય છે અને કદાચિત્ સમુદ્ઘાતવિધાનથી આયુકર્મના જેટલી થાય છે તે-આયુકર્મના અનુસારે જે નિવર્તતી થકી અપુનર્ભવને માટે તે ભવ છૂટવાના સમયે થતો જે વેદનીય-આયુ-નામ-ગોત્રરૂપ કર્મપુદ્ગલોનો જીવની સાથે અત્યંત વિશ્લેષ (વિયોગ) તે દ્રવ્યમોક્ષ છે. આ દ્રવ્યમોક્ષના સ્વરૂપનું કથન છે. (૨) આઠ કર્મથી સર્વથા છૂટી જવું દ્રવ્યયાયાવ આખશાતાવેદનીયાદિ પુદ્ગલ પરિણામરૂપ દ્રવ્યયાયાસવનો પ્રસંગ બને છે તેમાં જીવના અશુભ ભાવો નિમિત્તકારણ છે માટે દ્રવ્યપાપાસવની પાછળ પાછળ તેના નિમિત્તભૂત અશુભ ભાવોને પણ ભાવપાપાસવ એવું નામ છે. દ્રવ્યયોગ :કર્મ-નોકર્મને ગ્રહણ કરવાની આત્માની શકિતના કારણે આત્મપ્રદેશોનું પરિસ્પંદન (ચંચળ થવું) તે દ્રવ્યયોગ છે. અહીં દ્રવ્યનો અર્થ ‘આત્મદ્રવ્યના પ્રદેશો’' થાય છે. ૪૭૩ દ્રવ્યલિંગ શાસ્ત્રજ્ઞાન તે દ્રવ્યલિંગ છે, નવતત્ત્વ ભેદવાળી શ્રદ્ધા તે દ્રવ્યલિંગ છે. અને છ જીવનકાર્યનું ચારિત્ર, તે પણ દ્રવ્યલિંગ છે. ઈંરીરનું નમ્રપણું તે પણ દ્રવ્યલિંગ છે. શાસ્ત્રના વિકલ્પો, પંચમહાવ્રત ન રોકાણા અને ભાવલિંગરૂપ દર્શન-જ્ઞાન-ચારિત્રનું સેવન કરતાં, યક્ષ મોક્ષમાર્ગ અને મોક્ષને પામ્યા. જો દ્રવ્ય લિંગ મોક્ષનું કારણ હોય તો, તેને છોડીને અંદર આત્માના આશ્રયે કેમ જાત ? જે શ્રદ્ધા-જ્ઞાનને ચૈતન્ય પ્રભુનો આશ્રય નથી, એ શ્રદ્ધા-જ્ઞાન દ્રવ્યલિંગ છે. શરીર-આશ્રિત છે, પરદ્રવ્ય છે, સ્વદ્રવ્ય નથી. (૨) શરીરાદિ (૩) આદિ વ્યવહારમાં મુગ્ધ થઇ રહ્યા છે, = શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે. (૪) સમ્યગ્દર્શન વિનાનો, બાહ્ય સાધુવે દ્રવ્યવિધાયક દ્રવ્યને રચનારો. દ્રવ્યવિના દ્રવ્યથી જુદું. દ્રવ્યવિશેષો દ્રવ્યના ભેદો. (૨) દ્રવ્યના ભેદો. કોઇ દ્રવ્યો ભાવ તેમ જ ક્રિયા વાળાં હોવાથી, અને કોઇ દ્રવ્યો કેવળ ભાવ વાળાં હોવાથી, તે અપેક્ષાએ દ્રવ્યનો વિશેષ (અર્થાત્ ભેદ) છે. ત્યાં પુદ્ગલ તથા જીવ (*) ભાવવાળાં તેમજ (*) ક્રિયાવાળાં છે, કારણ કે (*) પરિણામ દ્વારા તેમજ (*) સંધાત ને ભેદ દ્વારા તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. બાકીનાં દ્રવ્યો તો ભાવવાળાં જ છે, કારણ કે પરિણામ દ્વારા જ તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. આમ નિશ્ચય (અર્થાત્ નકકી) છે. (૩) દ્રવ્યના ભેદો, દ્રવ્યના જીવ અને શકય એવા બે ભેદો. દ્રવ્યન્યતા સત્નો ઉચ્છેદ. દ્રશ્રુત વીતરાગની વાણી; વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની ૐ ધ્વનિ અનુસાર રચાયેલાં પરમાગમ તે દ્રવ્યશ્રુત છે. (૨) જિનવાણી. (૩) પૌદ્ગલિક વચનો દ્વારા નિર્દિષ્ટ હોવાથી દ્રવ્યશ્રુત છે -સ્વતઃ જ્ઞાનરૂપ ન હોતાં, પુદ્ગલના રૂપમાં છે. તેની જે જ્ઞાપ્તિ જાણકારી, તે ભાવ શ્રુત જ્ઞાન છે. ભાવ શ્રુતજ્ઞાનની ઉત્પત્તિમાં કારણ થવાથી, તે દ્રવ્ય શ્રુતને પણ ઉપચારથી, વ્યવહારનયથી શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. સૂત્ર તો ઉપાધિરૂપ હોવાથી છૂટી જાય છે. જ્ઞાતિ જ બાકી રહી જાય છે. તે જ્ઞાતિ કેવળ જ્ઞાનીને અને શ્રુતજ્ઞાનીની આત્માના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy