SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યના પર્યાયવાચક શબ્દ સત્તા, સત્ત્વ, સત્, સામાન્ય, દ્રવ્ય, અબ્વય, વસ્તુ, અર્થ, વિધિ, આ બધા શબ્દો સામાન્ય રીતે એક દ્રવ્ય રૂપ અર્થના વાચક છે. દ્રવ્યના ભેદ દ્રવ્યના છ ભેદ છે. (૧) જીવ (૨) પુદ્ગલ, (૩) ધર્મ, (૪) અધર્મ, (૫) આકાશ અને (૬) કાળ. દ્રવ્યના વિશેષો :કોઈ દ્રવ્યો ભાવ તેમજ ક્રિયાવાળાં હોવાથી અને કોઈ દ્રવ્યો કેવળ ભાવવાળાં હોવાથી તે અપેક્ષાએ દ્રવ્યનો વિશેષ (અર્થાત્ ભેદ) છે. ત્યાં, પુદ્ગલ તથા જીવ (૧) ભાવવાળાં તેમજ (૨) ક્રિયાવાળાં છે, કારણકે (૧) પરિણામ દ્વારા તેમજ (૨) સંઘાતને ભેદ દ્વારા તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. બાકીનાં દ્રવ્યો તો ભાવવાળાં જ છે, કારણકે પરિણામ દ્વારા જ તેઓ ઊપજે છે, ટકે છે અને નષ્ટ થાય છે. આમ નિશ્ચય (અર્થાત્ નકકી) છે. તેમાં ભાવનું લક્ષણ પરિણામ માત્ર છે; ક્રિયાનું લક્ષણ પરિસ્પંદ (કંપન) છે. ત્યાં સઘળાંય દ્રવ્યો ભાવવાળાં છે કારણકે પરિણામ સ્વભાવવાળાં હોવાને લીધે પરિણામ વડે અન્વય અને વ્યતિરેકોને પામતાં થકાં તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. પુદ્ગલો તો (ભાવવાળાં હોવા ઉપરાંત ) ક્રિયાવાળા પણ હોય છે, કારણકે પરિસ્કંદ સ્વભાવવાળાં હોવાને લીધે પરિસ્પંદ વડે છૂટાં પુદ્ગલો ભેગાં મળતાં હોવાથી અને ભેગાં મળેલાં પુદ્ગલો પાછાં છૂટાં પડતાં હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. તથા જીવો પણ (ભાવવાળાં હોવા ઉપરાંત) ક્રિયાવાળા પણ હોય છે, કારણકે પરિષંદસ્વભાવવાળા હોવાને લીધે પરિસ્કંદ વડે નવાં કર્મ-નોકર્મરૂ પુદ્ગલોથી ભિન્ન જીવો તેમની સાથે ભેગા થતા હોવાથી અને કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો સાથે ભેગા થયેલા જીવો પાછા ભિન્ન પડતા હોવાથી (તે અપેક્ષાએ) તેઓ ઊપજે છે, ટકે છે ને નષ્ટ થાય છે. દ્રવ્યના સ્વભાવભૂત જ પરિણામ ઉત્પાદ, વ્યય, ધૌવ્યાત્મક પરિણામ. દ્રવ્યનિકોષ ભૂત, ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઈને તેને વર્તમાનમાં કહેવી જાણવી તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ શ્રેણીક મહારાજા ભવિષ્યમાં તીર્થંકર થવાના છે તેને વર્તમાનનાં તીર્થંકર કહેવા-જાણવા, અને મહાવીર ભગવાનાદિ ભૂતકાળમાં થયેલા તીર્થંકરોને વર્તમાન તીર્થંકરો ગણી સ્તુતિ કરવી તે દ્રવ્યનિક્ષેપ છે. (૨) ૪૭૧ વસ્તુમાં જે અવસ્થા વર્તમાન પ્રગટ નથી, પણ તેમાઃ યોવ્યતા જોઇને ભૂતકાળમા થએલ અથવા ભાવિકાળે થનાર અવસ્થાથી વસ્તુ ને વર્તમાનમાં કહેવી, તે દ્રવ્યનિક્ષેપ છે. (૩) ભૂત, ભવિષ્ય પર્યાયની મુખ્યતા લઇ, તેને વર્તમાનમાં કહેવી જાવી, તે દ્રવ્યનિક્ષેપ છે. દ્રવ્યનિએપે અન્ સન્મુખ થઈ દ્રવ્થનિર્જરા તે પુદ્ગલ પરમાણુંઓનું આત્માપ્રદેશથી ખરી પડવું, તે દ્રવ્ય નિર્જરા. દ્રવ્યપુણ્ય :એમાં કર્મ નિમિત્ત છે તે વિકાર કરનાર અજીવ તે દ્રવ્ય પુણ્ય છે. દ્રવ્યપુણ્યાવ શાતાવેદનીયાદિ પુદ્ગલપરિણામરૂપ દ્રવ્યપુણ્યાસવનો જે પ્રસંગ બને છે તેમાં જીવના પ્રશસ્તરાગાદિ શુભભાવો નિમિત્તકારણ છે માટે દ્રવ્યપુણ્યાસવ પ્રસંગની પાછળ પાછળ તેના નિમિત્તભૂત શુભભાવોને પણ ભાવપુણ્યાસવ એવું નામ છે. દ્રવ્યપદાર્થ જડ પદાર્થ દ્રવ્યપર્યાય :દ્રવ્યપર્યાય દ્વિવિધ છે ઃ (૧) સમાન જાતીય અને (૨) અસમાન જાતીય. ત્યાં (૧) સમાન જાતીય તે જેવા કે અનેક પુદ્ગલાત્મક દ્વિ-અણુક, ત્રિઅણુક વગેરે; (૨) અસમાન જાતીય તે-જેવા કે જીવપુદ્ગલાત્મક દેવ, મનુષ્ય વગેરે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે એટલે કે તેને પરવસ્તુ સાથે કાંઈ સંબંધ નથી. પોતાનું દ્રવ્ય અને પોતાની પર્યાય પરથી ભિન્ન છે અને પોતે અભેદરૂપ છે. પરથી ભિન્ન છે એ અપેક્ષાએ દ્રવ્ય-પર્યાય અભિન્ન છે એમ કહ્યું છે. ત્યાં દ્રવ્ય અને પર્યાય એક થયાં છે એમ નથી. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ છે એટલે પરની સાથે છે રાગની સાથે કાંઈ સંબંધ નથી. નિર્મળ પર્યાય અને દ્રવ્ય અભેદ છે એટલે કે નિર્મળ પર્યાય છે તે વ્યાપક એવા દ્રવ્યનું વ્યાપ્ય છે. એ પર્યાયનો કર્તા દ્રવ્ય છે એમ અભેદનો અર્થ અરે ભાઈ ! અનંતકાળની પોતાની ચીજ છે, તેની દૃષ્ટિ કરવી તે કાંઈ સાધારણ વાત નથી. જે પર્યાયબુદ્ધિ અને રાગબુદ્ધિ અનાદિથી છે તેમાં પલટો મારીને દ્રવ્યબુદ્ધિ કરવી એ સાધારણ (પુરૂષાર્થની) વાત નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય છે. તે છે એમ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy