SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ્ય થાય છે, કર્મના કારણે નહિ. જો તે (ઉદય) તરફનું લક્ષ છોડી સ્વભાવમાં આવે (સંપૂર્ણ આશ્રય પામે), તો કેવળ દર્શનાવરણીય, કર્મ જીતાય છે. તેવી જ રીતે ચક્ષુ, અચશ્ન અને અવધિ દર્શનાવરણીય, કર્મને જીતવા સંબંધમાં પણ સમજવું. દર્શનો ધર્મમતો. દર્શનોપયોગ :દર્શનોપયોગ છvસ્થ જીવોને જ્ઞાનોપયોગ પહેલાં અનમે કેવલજ્ઞાનીઓને જ્ઞાનોપયોગ સાથે જ થાય છે. દર્શન ઉપયોગ અને શાન ઉપયોગ દર્શન ઉપયોગ સામાન્ય છે, અને જ્ઞાન ઉપયોગ વિશેષ છે. સામાન્ય એટલે ભેદ પાડયા વગર જ્ઞાન થયા પહેલાં, પર વિષયથી ખાલી, એકલો આત્મવ્યાપાર, તે દર્શન ઉપયોગ અને દરેક વસ્તુને ભિન્ન ભિન્નપણે, રાગના વિકલ્પ વગર જાણવું, તે જ્ઞાન ઉપયોગ. દહન અનિ; પદાર્થને આકારે અગ્નિ થાય છે અને દહન કરે છે. (૨) બાળવું તે; અગ્નિ; દહવું. (૩) બાળવું તે; અગ્નિ; દહવું તે. (૪) બાળવું તે, અગ્નિ, અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોવાથી, અગ્નિને ઉષ્ણતા અર્થાત્ ગરમી કહેવામાં આવે છે. ઇળવું, દહવું (૫) બાળવું તે, અગ્નિ દહનયિા અગ્નિ બાળવાની ક્રિયા કરતો હોવાથી અગ્નિને ઉષ્ણતા અર્થાત્ ગરમી કહેવામાં આવે છે. દળ :ચતુર; હોંશિયાર; કુશળ; નિપુણ; કાબેલ; પ્રવીણ. (૨) વિવેકમાં નિપુણ પક્ષ દયા : જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. (૨) આત્માના ભાનપૂર્વક અરાગપરિણામ થવા તે નિશ્ચય-દયા છે. ને શુભભાવ તે વ્યવહાર-દયા છે. (૩) રાગની ઉત્પત્તિનો અભાવ તેનું નામ દયા છે, તેનું નામ અહિંસા છે. આત્મા શુદ્ધ ચૈતન્યધન વસ્તુ છે તેના આશ્રયે, તેમાં સ્થિર તથાં વીતરાગી પર્યાયની ઉત્પત્તિ થવી તેને દયાધર્મ કહે છે. (૪) પરનું લક્ષ છોડી, વર્તમાન પર્યાય ત્રિકાળી ભૂતાર્થસત્ નિજ શાયકના આશ્રયે જે વીતરાગ દશા પ્રગટ કરે, તેને ભગવાન અહિંસા કહે છે. તે સાચી દયા છે. (૫) દયા બે પ્રકારની છે (૯) રાગાદિનો ૪૩૯ અભાવ તે સ્વદયા અને (૯) પ્રમાદ રહિત વિવેકરૂપ કરુણાભાવ તે પરદયા છે. આ સ્વદયા તથા પરદયા ધર્મનું મૂળ કારણ છે. પાપી પ્રાણીઓના પરિણામોમાં પવિત્રતા હોતી નથી. પર પ્રાણીનો ઘાત થવો, તે તેના આયુષ્યને અનુસાર છે. પણ આત્મા કોઇને મારી નાખવાનો જ્યાં વિચાર કરે છે, ત્યાં જ તે વિચાર વિકૃતિને લીધે, તત્કાલ આત્મઘાતી થાય છે. (૬) વિષય અને કષાયાદિ દોષ ગયા વિના, સામાન્ય આશયવાળાં દયા વગેરે આવે નહિ, તો પછી ઊંડા આશયવાળાં દયા વગેરે ક્યાંથી આવે ? દયાધર્મ સર્વ જીવોને અભયદાન. દયાના આઠ ભેદો છે.? (૧) દ્રવ્ય દયા- ધરનાં કે બીજાં કામ કરતાં જેમ બને તેમ, બીજા જીવોને દુઃખ ન થાય, હિંસા ન થાય તેમ યત્નાથી વર્તવું. દશ પ્રાણ દ્રવ્યરૂપ છે, તે ન હણાય તે દ્રવ્યદયા. (૨) ભાવદયા - બીજા જીવોના ભાવ સુધરે, દુર્ગતિમાં ન જાય અને મોક્ષનું કારણ થાય તેમ કરવું, તે ભાવદયા. (૩) સ્વદયા - પોતના આત્માની દયા. આ આત્મા મિથ્યાત્વમાં ખેંચાયેલો, તત્ત્વ પામતો નથી અને જિજ્ઞાસા પાળી શકતો નથી, માટે તે તત્ત્વ સમજી જિનાજ્ઞામાં પ્રવેશ કરવો, તે સ્વ દયા. (૪) પરદયા- પૃથ્વીકાય, અપકાય, તેજકાય, કવાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય, એ છે કાય જીવને જાણીને સર્વ જીવની રક્ષા કરવી, તે પરદયા. (૫) સ્વરૂપ દયા - પોતાનું ખરું સ્વરૂપ શું છે ? તેનો વિચાર સગુરુના બોધથી કરવો. દેહથી હું ભિન્ન છું, મારા ગુણો જ્ઞાન દર્શન છે, મારા ભાવ નિર્મળ કેમ થાય ? એમ દ્રવ્ય-ગુણ-પર્યાય સૂક્ષ્મ વિવેકથી વિચારે, તે સ્વરૂપદયા. (૬) અનુબંધદયા-શિવ ગુનો કર્યો હોય તેનો દોષ કઢાવવા, ગુરુ ધમકાવીને કહે, પરંતુ અંતરમાં દયા છે અને જાણે છે કે એથી આનું હિત થશે, તે અનુબંધદયા અનુબંધ=પરિણામ, ફળ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy