SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યાત્વના સંસ્કારવાળો અથવા મિથ્યાત્વની ભાવનાથી પ્રભાવિત જીવ અતત્ત્વને તત્વરૂપ માને છે. જેમ ધતુરો ખાઈને ભ્રમિત થયેલો જીવ જે ખરેખર સુવર્ણરૂપ નથી તે બધા પદાર્થોને સુવર્ણરૂપ દેખે છે. દર્શનમોહ ઘટાડવાનો ઉપાય :મહત્પરુષનો નિરંતર અથવા વિશેષ સમાગમ, વીતરાગધ્રુત ચિંતવના અને ગુણજિજ્ઞાસા દર્શનમોહનો અનુભાગ ઘટવાના મુખ્ય હેતુ છે. દર્શન મોહનીય દર્શનમોહનીયના ત્રણ ભેદ છે :- (૧) મિથ્યાત્વ પ્રકૃતિ, (૨) સમ્યકત્વમોહનીય પ્રકૃતિ, (૩) સમ્યત્વ મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ. આ ત્રણમાંથી બંધ એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ થાય છે. જીવનો એવો કોઈ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને સમ્યકત્વમોહનીય પ્રકૃતિ કે સમ્યમિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ બંધાય. (૨) દર્શનમોહનીયના ત્રણ ભેદ છે - મિથ્યાત્વપ્રકૃતિ, સમ્યકૃત્વપ્રકૃતિ અને સભ્યમિથ્યાત્વપ્રકૃતિ. આ ત્રણમાંથી બંધ એક મિથ્યાત્વપ્રકૃતિનો જ થાય છે. જીવનો એવો કોઈ ભાવ નથી કે જેનું નિમિત્ત પામીને, સમ્યત્વમોહનીયપ્રકૃતિ કે સમ્યત્વમિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ બંધાય, જીવને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ થવાના કાળમાં (ઉપશમકાળમાં), મિથ્યાત્વ પ્રકૃતિના ત્રણ ટુકડા થઇ જાય છે. તેમાંથી એક મિથ્યાત્વરૂપે રહે છે. એક સમત્વપ્રકૃતિરૂપે થાય છે અને એક સમ્યમિથ્યાત્વપ્રકૃતિ રૂપે થાય છે. (૩) જેના ઉદયથી જીવને સ્વસ્વરૂપનું ભાન ન થાય, તત્ત્વની રુચિ ન થાય. દર્શનમોહનીય કર્મ કોને કહે છે. આત્માના સખ્યત્વગુણને જે ઘાતે, તેને દર્શન મોહનીય કર્મ કહે છે. દર્શન વિશુદ્ધિ ભાવના આ જીવે અનાદિ કાળથી દર્શનમોહ કર્મને વશ થઇ, પોતાના સ્વરૂપની અને પરની ઓળખાણ જ કરી નથી. દેહને જ પોતાનું સ્વરૂપ માની, પોતાનું સત્ય સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જયોતિ સુખધામ, એવું સિદ્ધ સદશ સહજાન્મસ્વરૂપ તેને ઓળખ્ય નહિ, તેથી ચારે ગતિમાં ભ્રમણ કર્યું. હવે સદ્ગુરુ આદિના યોગે સમ્યગ્દર્શન પ્રગટાવી, સ્વપરના ભેદજ્ઞાનને પામી, મોક્ષલક્ષમીને પામવાનો અવસર આવ્યો છે, માટે મોક્ષરૂપ ૪૩૮ અવિનાશી આત્મસુખની ઇચ્છાવાળા હે ભવ્યો! અન્ય સર્વ પરદ્રવ્યની અભિલાષા છોડી, એક સમ્યગ્દર્શનની જ ઉજ્જવળતા કરો. દર્શન વિશુદ્ધિ એટલે સમ્યગ્દર્શનની નિર્મળતા. દર્શન વિશુદ્ધિ મોક્ષસુખનું કારણ છે, દુર્ગતિને દૂર કરનારી છે, વિનય સંપન્નતા આદિ, બીજી પંદર ભાવનાઓ હોતી નથી. તેથી તે સંસારનાં દુઃખરૂપ અંધકારનો નાશ કરવા માટે સૂર્ય સમાન છે. ઈવ્ય જીવોને પરમ શરણરૂપ છે. સમ્યગ્દર્શનને મલિન કરનારા શંકા કક્ષાઆદિ (દોષો, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર અને તેના માનનારા, એ છ અનાયતન, લોકમૂઢતા, દેવમૂઢતા, ગુરુમૂઢતા એ ત્રણ મૂઢતા, તથા કુળ, જાતિ, રૂપ, બળ, વિદ્યા, ઐશ્વર્ય, તપ અને શાસ્ત્ર આદિ આઠ મદ, એ સર્વ મળી પચીસી દોષોને ત્યાગી, સમ્યગ્દર્શનને વિશુદ્ધ રાખવાની ભાવના, ચિંતતવાનો પુરુષાર્થ નિરંતર કર્તવ્ય છે. જેથી સમ્યગ્દર્શન ઉજ્જવળ થાય છે. દર્શનાથાર :અહો નિઃશંકિતત્ત્વ, નિઃકાંક્ષિતત્ત, નિર્વિચકિત્સત્વ, નિર્મૂઢદષ્ઠિત્વ, ઉપવૃંહણ, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવનાસ્વરૂપ દર્શનાચાર ! શુદ્ધ આત્માનો તું નથી, એમ નિશ્ચયથી હું જાણું છું. તો પણ ત્યાં સુધી તને અંગીકાર કરું છું, કે જ્યાં સુધીમાં તારા પ્રસાદથી શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરું. (૨) શુદ્ધ આત્મતત્ત્વ જ, સર્વ પ્રકારે ગ્રહણ કરવા યોગ્ય છે, અને તે સિવાય સકલ પદાર્થો હય, તજવા યોગ્ય છે. એવી ચલઅસ્થિર, મલિન અને અવગાઢ આદિ દોષોથી રહિત, દઢ પ્રતીતિ થવી-શ્રદ્ધા થવી, તે સમ્યકત્વ કહેવાય છે. તેનું જે આચરણ અર્થાત્ તે સમ્યગ્દર્શનરૂપે પરિણમન, તે દર્શનાચાર છે. (૩) દર્શન સંબંધમાં આવેલા પ્રદોષ, નિહનવ, માત્સર્ય, અંતરાય, આસાદન, અને ઉપાઘાત તે દર્શનાવરણ કર્માસવનાં કારણો છે. દર્શનાવરણ :અદર્શન દર્શનાવરણીય આત્માની જે અનંત દર્શન શકિત છે, તેને આચ્છાદન કરે તે. દર્શનાવરણીય કર્મ કેમ છતાય ? કેવળ દર્શનાવરણીય કર્મનો ઉદય આવતાં, તેને અનુસરે તો, જરી દર્શનની હીણતારૂપ ભાવ્ય થાય છે. જ્ઞાની અને મુનિને પણ, પર્યાયમાં દર્શનની હીણીદશારૂપ ભાવ્ય થવાની લાયકાત હોય છે, તેથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy