SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ નામ કર્મ જે કર્મના ઉદયથી જીવ દ્વીન્દ્રિય, ત્રીન્શિય, ચતુરિન્સિય, પન્ચેન્જિયોમાં જન્મ-ઉપજે, તેને ત્રસ નામ કર્મ કહે છે. (૨) જે કર્મના ઉદયથી, દ્વીન્દ્રિયાદિ જીવોમાં, જન્મ હોય. સકાયજીવ :બે ઈન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો. ત્રસ અવસ્થાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગરથી કાંઈક અધિક છે. આ ઈયળ, કીડી, ભમરો, પશુ, નારકી, મનુષ્ય, દેવ વગેરેમાં રહેવાની ઉત્કૃષ્ટ સ્થિતિ બે હજાર સાગર જેટલી છે. એ સ્થિતિ પૂરી થયે નિયમથી મિથ્યાદષ્ટિજીવ નિગોદમાં-એકેન્દ્રિયમાં જાય છે. કદાચિત પંચેન્દ્રિયમાં રહે તો એક હજાર સાગર રહે અને સમગ્રપણે ત્રસમાં રહેવાનો વધુમાં વધુ બે હજાર સાગર જેટલો કાળ છે. આ કાળમાં જો સમ્યગ્દર્શન આદિ પ્રગટ કરે તો અનંત સુખમય સિદ્ધપદ પામે અને જો ન કરે તો મહાદુ:ખમય નિગોદ અવસ્થાને પ્રાપ્ત થાય. ત્યાં અનંતકાળ દુઃખ ભોગવે. ત્રણનાડી :લોકાકાશની મધ્યમાં ચૌદ રાજુ લાંબી, અને એક રાજુ પહોળી જે સળંગ જગ્યા છે, તેને ત્રસનાડી કહેવાય છે. જેમ અન્ય મિથ્યાદષ્ટિ, નિર્ધાર વિના (નિર્ણય વગર) પર્યાય બુદ્ધિથી (દહે દૃષ્ટિથી) જાણ પણામાં, તથા વર્ણાદિમાં અહંબુદ્ધિ ધારે છે, તેમ જે જીવ આત્માશ્રિત, જ્ઞાનાદિમાં તથા શરીરાશ્રિત થતી ઉપદેશ, ઉપવાસાદિ ક્રિયામાં પોતાપણું માને છે, તેને જીવઅજીવ તત્ત્વની યથાર્થ શ્રદ્ધા નથી. એવો જીવ કોઇ વખત શાસ્ત્રાનુસાર સાચી વાત પણ બોલે, પરંતુ ત્યાં તેને અંતરંગ નિર્ધારરૂપ શ્રદ્ધા નથી, તેથી જેમ કેફી મનુષ્ય માતાને માતા કહે, તો પણ તે શાણો નથી તેમ, આ જીવ પણ સમ્યગ્દષ્ટિ નથી. (-) વળી તે જીવ, કોઇ બીજાની જ વાત કરતો હોય, તેમ આત્માનું કથન કરે છે, પરંતુ એ આત્મા હું જ છું, એવો ભાવ તેને ભાસતો નથી. વળી જેમ કોઇ બીજાને બીજાથી ભિન્ન બતાવતો હોય, તેમ આ આત્મા અને શરીરની ભિન્નતા પ્રરૂપે છે. પરુંત હું એ શરીરાદિથી ભિન્ન છું, એવો ભાવ તેને ભાસતો નથી, તેથી તેને જીવ-અજીવની યથાર્થ શ્રદ્ધા નથી. (*) પર્યાયમાં (વર્તમાન દશામાં) જીવ-પુદ્ગલના પરસ્પર નિમિત્તથી, અનેક ક્રિયા થાય છે, તે સર્વને બે દ્રવ્યોનાં મેળાપથી બનેલી માને છે. પણ આ ૪૨૭ જીવની ક્રિયા છે, અને આ પુદ્ગલની ક્રિયા છે. એમ ભિન્ન ભિન્ન ભાવ, તેને ભાસતો નથી. આવો ભિન્ન ભાવ ભાસ્યા વિના, તેને જીવ-અજીવનો સાચો શ્રદ્ધાની કહી શકાય નહિ. કારણકે જીવ-અજીવને જાણવાનું પ્રયોજન, તો એ જ હતું તે આને થયું નહિ. (*) જ્યાં સુધી આવી યથાર્થ શ્રદ્ધા ન થાય ત્યાં સુધી, જીવ સમ્યગ્દષ્ટિ થતો નથી એમ મોક્ષશાસ્ત્રના પહેલા અઘ્યાયના બત્રીસમા સૂત્રમાં કહ્યું છે. તેમાં સત શબ્દથી જીવ પોતે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ શું છે, તે સમજવા કહયું છે અને અસત્ શબ્દથી એ બતાવ્યું છે કે, જીવમાં થતો વિકાર જીવમાંથી ટાળી શકાય છે, માટે તે પર છે. પર વસ્તુઓ અને આત્મા ભિન્ન હોવાથી કોઇ પરનું કાંઇ કરી શકે નહિ, આત્માની અપેક્ષાએ પરવસ્તુઓ અસત્ છે નાસ્તિપણે છે. આમ યથાર્થ સમજે ત્યારે જ સત્-અસત્ ના વિશેષનું યથાર્થજ્ઞાન જીવને થાય છે. જ્યાં સુધી એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી જીવને, આસવ ટળે નહિ, જયાં સુધી જીવ પોતાનો અને આસવનો ભેદ જાણે નહિ, ત્યાં સુધી તેને વિકાર ટળે નહિ. તેથી એ ભેદ સમજાવવા આસવનું સ્વરૂપ, મોક્ષશાસ્ત્રના છઠ્ઠા અને સાતમા અપ્રયાયોમાં કહ્યું છે. ત્રણપર્યાય :જીવ વધુમાં વધુ માત્ર બે હજાર સાગરોપમ કાળ જ ત્રસપર્યાયમાં રહી શકે છે; પછી ચોકકસ એકેન્દ્રિય અને નિગોદમાં અનંતકાળ રહેવું પડે છે. ત્રયાત્મક ત્રણ સ્વરૂપ; ત્રણના સમૂહ સ્વરૂપ. (દ્રવ્યનો સ્વભાવ દ્રવ્ય, ગુણને પર્યાય એવા ત્રણ ભેદોવાળો તથા ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યય એવા ત્રણ ભેદોવાળો છે.) (૨) સમ્યગ્દર્શનજ્ઞાન ચારિત્રાત્મક માર્ગ ત્રાણ :રક્ષણ ત્રાતા રક્ષક ત્રિક :ત્રણનો સમુદાય. (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણનો સમુદાય ખરેખર દ્રવ્ય જ છે.) ત્રિકાલાબાષિત ત્રણે કાળ અબાધિત, ભૂત, વર્તમાન અને ભવિષ્ય, એમ ત્રણે કાળ ટકવાવાળું. ત્રિકાળ પરિપાટી ત્રણે કાળની પદ્ધતિ; ત્રણે કાળનો ક્રમ-શ્રેણી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy