SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવિકારૂપ સંઘ, સમુદાય, ગંગા જમુનાદિ લૌકિક તીર્થ છે. (૫) વ્યવહારરૂપ ધર્મનું સ્થાન - આત્માના અભેદ પરમાર્થ સ્વરૂપને, સમજાવવા માટે પ્રથમ નિમિત્તરૂપે, તીર્થની (વ્યવહાર ધર્મની) પ્રવૃત્તિ અર્થે, અભૂતાર્થ (વ્યવહાર) નયથી, નવતત્વના ભેદ પાડવામાં આવે છે, કે આ જાણે છે, તે આત્મા છે, જે ન જાણે તે અચેતન-અજીવ છે, કર્મના નિમિત્તાધીન જે શુભાશુભ ભાવ થાય છે, તે પુણ્ય પાપના વિકારી ભાવ છે. તેથી તે આશ્રવ છે. એન તેમાં જોડાવાથી બંધન થાય છે. સ્વભાવને ઓળખીને કરવાથી, સંવર નિર્જરારૂપ અવસ્થા થાય છે. અને સ્વભાવમાં પૂર્ણપણે કરવાથી, મોક્ષરૂપ પૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાય છે. (૬) તરવાનો ઉપાય બતાવે તે તીર્થ, મોક્ષમાર્ગ (૭) વ્યવહારમાર્ગ (૮) ચાર પ્રકારના તીર્થ છે. (૯) નિર્ગસ્થ સાધુ (૯) અર્શિકા (૯) શ્રાવક (૯) શ્રાવિકા (૯) સાધુ, અજિંકા, શ્રાવક ને શ્રાવિકા એ તીર્થ છે. એટલે કે તીર્થના રક્ષણ કરનારા છે. (૧૦) મોક્ષનો ઉપાય સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ અધૂરી પર્યાય, તે તીર્થ છે. (૧૧) વ્યવહાર ધર્મ તીર્થ અને તીર્થકળ જેનાથી તરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષમાર્ગની પર્યાય છે તે તીર્થ છે કેમ કે તેનાથી કરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દૃષ્ટિ, જ્ઞાન અને રમણતાસ્વરૂપ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે. એનાથી સંસાર તરાય છે. રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની જે નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. એ પર્યાય છે ને ? તેથી તેને વ્યવહારધર્મ કહ્યો છે. શુભરાગ એ વ્યવહારધર્મ એ વાત અહીં નથી. ત્રિકાળી દ્રવ્ય જે નિષ્ક્રિય છે તે નિશ્ચય. તેની અપેક્ષાએ મોક્ષમાર્ગની નિર્મળ પર્યાય તે વ્યવહાર છે. દ્રવ્ય તે વ્યવહાર છે. દ્રવ્ય તે નિશ્ચયનયનો વિષય અને પર્યાય તે વ્યવહારનયનો વિષય છે. કહે છે કે જો વ્યવહારનય ન હોય તો તેના વિષયભૂત તીર્થ અને તીર્થનું ફળ કયાં ગયું ? પર્યાય ક્યાં ગઈ? તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, પાર થવું તે તીર્થનું ફળ છે. પૂર્ણ કેવળજ્ઞાન પામવું એ મોક્ષમાર્ગનું ફળ છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે ને ? પર્યાયને ન માનો તો મોક્ષમાર્ગ રહેતો નથી, અને મોક્ષમાર્ગનું ફળ જે કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતાં નથી, કેમકે એ પર્યાય છે. પર્યાય છે તે વ્યવહાર છે. માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી. ૪૨૨ વ્યવહારધર્મ તે તરવાનો ઉપાય છે તેથી કોઈ અહીં એમ કહે કે પુણયભાવ જે શુભરાગ છે તે વડે કરાય છે તો તેની વાત જુદી છે. શુભરાગ એ તો બંધનું કારણ છે, એ તો અસભૂત વ્યવહાર છે. અહીં તો સબૂત વ્યવહારની વાત છે. ત્રિકાળી શાકભાવનો આશ્રય લઈને જે નિર્મળ પર્યાય પ્રગટે તે સદ્ભુત વ્યવહાર છે, તે મોક્ષમાર્ગ છે અને તેનું ફળ જે કેવળજ્ઞાન તે સભૂત પૂર્ણદશા થઈ તે છે. તીર્થકર પોતે તરે અને બીજાને તારે તે શ્રી તીર્થંકરાદિ. (૨) ધર્મનો ઉપદેશનાર, જેનાં ચાર દાનધાતી કર્મ નાશ પામ્યાં છે તથા જેને તીર્થકર નામ કર્મની પ્રકૃતિનો ઉદય વર્તે છે. તીર્થને સ્થાપનાર (૩) તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમાં ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એકી સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એક બીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમજ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શે. તીર્થકર ગોત્ર કોને બંધાય? રાગનો એક અંશ પણ આદરણીય નથી, એમ માન્યતા થયા પછી, જ્ઞાની હજુ વીતરાગ થવો, તેથી તેનો પ્રશસ્તરાગ આવી જાય છે. અધૂરાશને કારણે, ઊી જાતનો પ્રશસ્ત રાગ આવી જતાં, તીર્થંકર ગોત્રનો બંધ થાય છે. આવા જ્ઞાનીને તીર્થકર ગોત્ર બંધાય છે. જેનો ઊંચો પ્રશસ્ત ભાવ પણ જડ છે. તીર્થકર નામ કર્મ અહંતપદના કારણભૂત કર્મને, તીર્થ કરનામ કર્મ કહે છે. તીર્થકર ભગવાન તીર્થકર ભગવાનને જન્મથી જ મળ-મૂત્ર હોતાં નથી, અને તમામ કેવળી ભગવાનોને, કેવળ જ્ઞાન થયા પછી આહાર-નિહાર હોતા નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy