SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) શુભને લાભદાયક અને અશુભને નુકશાનકારક તે માને છે. પણ તત્ત્વ દૃષ્ટિએ, તે બન્ને નુકશાન કારક છે. એમ તે માનતો નથી. આ બંધ તત્ત્વની ભૂલ છે. (૫) સભ્યજ્ઞાન તથા તે પૂર્વકનો વૈરાગ્ય જીવને સુખરૂપ છે, છતાં તે પોતાને કષ્ટ આપનાર, અને ન સમજાય એવાં છે–એમ માને છે, તે સંવરતત્ત્વની ભૂલ છે. (૬) શુભાશુભ ઈચ્છાઓને નહિ રોકતાં, ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે ઈચ્છા કર્યા કરે છે, તે નિર્જરાતત્ત્વની ભૂલ છે. (૭) સમ્યગ્દર્શન પૂર્વક જ પૂર્ણ નિરાકૂળતા પ્રગટ થાય છે, અને તે જ ખરું સુખ છે - એમ ન માનતાં, બાહ્ય વસ્તુઓની સગવડોથી સુખ મળી શકે, એમ જીવ માને છે. તે મોક્ષતત્ત્વની ભૂલ છે. જીવનો આકારનો સંકોચ-વિસ્તાર : (૧) ભીના ચામડાની માફક જીવના પ્રદેશો પોતાની શક્તિથી સંકોચ-વિસ્તારરૂપ થાય છે. (૨) નાના મોટા શરીરપ્રમાણ સંકોચ-વિસ્તાર થવા છતાં અને પોતાના એક-એક પ્રદેશમાં પોતાના બીજા પ્રદેશો અવગાહના પામવા છતાં મધ્યના આઠ રુચકાદિ પ્રદેશો સદાય અલિત રહે છે; અર્થાત્ તેઓ એકબીજામાં અવગાહના પામતા નથી. જીવનો વિશેષ ગુણ :ચૈતન્ય પરિણામ જીવનો વિશેષ ગુણ છે. આ પ્રમાણે અમૂર્ત દ્રવ્યોના આકાશનો અવગાહ, ધર્મદ્રવ્યનો ગમનહેતુત્વ, અને વળી અધર્મદ્રવ્યનો ગુણ સ્થાનકારણતા છે. કાળનો ગુણ વર્તના છે, આત્માનો ગુણ ઉપયોગ કહ્યો છે, વિશેષ ગુણોનું સંક્ષેપ જ્ઞાન થતાં અમૂર્તદ્રવ્યોને જાણવાનાં લિંગ પ્રાપ્ત થાય છે. જીવનોદક :અમૃતવાણી. જીવપદાર્થ :જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. જીવ એવો અક્ષરોનો સમૂહ તે પદ છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાન્ત સ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનજ્ઞાનમયી ચેતનાસ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે. તેનું સ્વપરપ્રકાશક જ્ઞાન અનેકાકારરૂપ એક છે, વળી ૩૯૭ તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિર હોય ત્યારે તે સ્વસમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને વિવિધપણું આવે છે. જીવબંધ :જીવને જે ઔપાધિક મોહ-રાગ-દ્વેષરૂપ પર્યાયો સાથે એકત્વ પરિણામ તે કેવળ જીવબંધ છે. જીવભૂત ઃજીવ સહિત. (૨) જીવયોગ્ય, જીવને લાયક. જીવમાં હર્ષ આહર્ષ આદિના સ્થાનો નથી તો તે કોના છે ? :જીવના મૂળ સ્વભાવમાં વિકાર નથી તેથી વિકારના સ્થાનોને પુદ્ગલ કર્મના કહેવામાં આવે છે. જીવરૂપ કર્તાના નિશ્ચય કર્મભૂત જીવ કર્તા છે અને શુભપરિણામ તેનું (અશુધ્ધ નિશ્ચયનયે) નિશ્ચય કર્મ છે. જીવરાશિ :જીવસમુદાય. જીવલોક :જે સંસારરૂપી ચક્રના મધ્યમાં સ્થિત છે, નિરંતરપણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવરૂપ અનંત પરાવર્તોને લીધે જેને ભ્રમણ પ્રાપ્ત થયું છે, સમસ્ત વિશ્વને એક છત્ર રાજ્યથી વશ કરનાર, મોટું મોહરૂપી ભૂત જેની પાસે બળદની જેમ ભાર વહેવડાવે છે, જોરથી ફાટી નીકળેલા, તૃષ્ણારૂપી રોગના દાહથી જેને અંતરંગમાં પીડા, પ્રગટ થઈ છે, આકળો બની બનીને મૃગજળ જેવા વિષયગ્રામને (ઈન્દ્રિયવિષયોના સમૂહને) જે ઘેરો ઘાલે છે, અને જે પરસ્પર આચાર્યપણું કરે છે (અર્થાત્ બીજાને કહી તે પ્રમાણે અંગીકાર કરાવે છે.), તેથી કામત્યોગની કથા તો સૌને સુલભ છે. (૨) આ લોકમાં સર્વ જીવો સંસારરૂપી ચક્ર પર, પંચ પરાવર્તનરૂપ ભ્રમણ કરે છે. ત્યાં તેમને મોહ, કર્મના ઉદયરૂપ પિશાચ ધોંસરે જોડે છે, તેથી તેઓ વિષયોની તૃષ્ણારૂપ દાહથી, પીડિત થાય છે અને જે દાહનો ઈલાજ, ઈન્દ્રિયોના રૂપાદિ વિષયોને જાણીને તે પર દોડે છે; તથા પરસ્પર વિષયોને જ ઉપદેશ કરે છે. એ રીતે કામ (વિષયોની ઈચ્છા) તથા ભોગ (તેમને ભોગવવું), એ બેની કથા તો અનંતવાર સાંભળી, પરિચયમાં લીધી અને અનુભવી તેથી સુલભ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy