SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ કહેવામાં આવે છે. આમ છતાં તે દ્રવ્યપ્રાણો આત્માનું સ્વરૂપ બિલકુલ નથી કારણકે તેઓ પુગલદ્રવ્યથી બનેલા છે. જીવના પરિણામ મિથ્યાત્વ અને રાગદ્વેષના પરિણામની વાત છે. (સમયસાર ગાથા ૮૦-૮૧-૮૨ અહીં અજ્ઞાનીની વાત છે.) જીવના વિકારી પરિણામ તે પુદ્ગલકર્મના પરિણામનું નિમિત્ત છે અને પુદ્ગલકર્મનો ઉદય તે જીવના રાગ-દ્વેષ-પરિણામનું નિમિત્ત છે છતાં એ બન્નેને કર્તાકર્મપણું નથી એમ કહે છે. (૨) વીતરાગી નિર્મળ પરિણામ (સમયસાર ગાથા ૭૫ થી ૭૯) જીવના પાંચ પ્રધાન ગુણો : જીવના ઔદયિક, ઔપચારિક, ક્ષાયોપથમિક, શ્રાયિક અને પારિણામિક એ પાંચ ભાવોને જીવના પાંચ પ્રધાન ગુણો કહેવામાં આવ્યા છે. જીવો ઔદયિક, શ્રાયોપથમિક અને ઔપથમિક ભાવોથી આદિ સાંત છે. તેઓ શ્રાવિકભાવથી આદિ અનંત છે. તેમજ જીવો ખરેખર સહજ ચૈતન્યલક્ષણ પરિણામિક ભાવથી અનાદિ અનંત છે. જીવના ભેદ :બહિરાત્મા અને અંતરાત્માનું લક્ષણ = જીવ (આત્મા) ત્રણ પ્રકારના છે. (૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા, (૩) પરમાત્મા. તેમાં શરીરને અને આત્માને એક માને, તે બહિરાત્મા કહે છે, તેને કોઈ અવિવેકી અથવા મિથ્યાદષ્ટિ પણ કહે છે. જે શરીરને અને આત્માને પોતાના ભેદ વિજ્ઞાની જુદા જુદા માને છે, તે અંતરાત્મા અર્થાત્ સમ્યગ્દષ્ટિ છે. અંતરાત્માના ત્રણ ભેદ છે. ઉત્તમ-મધ્યમ-જધન્ય. તેમાં અંતરંગ અને બહિરંગ, એ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત, સાતમાથી બારમા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધઉપયોગી કારણ કે પુદ્ગલ દ્રવ્યથી નીપજેલા-રચાયેલા છે. (૨) જીવ મહાત્મા (૯) ખરેખર નિત્ય ચૈતન્ય ઉપયોગી હોવાથી એક જ છે; (૯) જ્ઞાન ને દર્શન એવા ભેદોને લીધે બે ભેદવાળો છે; () કર્મફળચેતના, કાર્યચેતના ને જ્ઞાનચેતના એવા ભેદો વડે અથવા ધ્રૌવ્ય, ઉત્પાદ ને વિનાશ એવા ભેદો વડે લક્ષિત હોવાથી ત્રિલક્ષણ (ત્રણ લક્ષણવાળો) છે. (૯) ચાર ગતિમાં ભમતો હોવાથી ચતુર્વિધ ભ્રમણવાળો છે. (૯) પારિણામિક, ઔદયિક, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ પાંચ મુખ્ય ગુણો વડે પ્રધાનપણું ૩૯૬ હોવાથી પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળો છે. (*) ચાર દિશાઓમાં ઊંચે અને નીચે એમ ષવિધ ભવાંતર ગમનરૂ૫ અપક્રમથી યુક્ત હોવાથી (અર્થાત્ અન્ય ભવમાં જતાં ઉપરોક્ત છ દિશાઓમાં ગમન થતું હોવાથી) છ અપક્રમ સહિત છે. (૯) અસ્તિ, નાસ્તિ આદિ સાત ભંગો વડે જેનો સદ્ભાવ છે એવો હોવાથી સાત ભંગપૂર્વક સદ્ભાવવાળો છે, (૯) (જ્ઞાનાવરણીયાદિ) આઠ કર્મોના અથવા (સમ્યકત્વાદિ) આઠ ગુણોના આશ્રયભૂત હોવાથી આઠના આશ્રયરૂપ છે; (૯) નવ પદાર્થરૂપે વર્તતો હોવાથી નવ-અર્થરૂપ છે; (૯) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિ, પ્રત્યેક વનસ્પતિ, શ્રીમદ્રિય, ત્રીદ્રિય, ચતુરિંદ્રિય અને પંચેન્દ્રિયરૂપ દશ સ્થાનોમાં પ્રાપ્ત હોવાથી દશસ્થાનગત છે. જીવના ભાવો જીવના પાંચ ભાવો છે - ૧.ઔદયિક, ૨. ઓપથમિક, ૩. #ાયોપથમિક, ૪. ક્ષાયિક, ૫. પારિણામિક. જીવના સ્વભાવના ખરાભવનું કારણ મનુષ્યાદિ પર્યાયોમાં, કર્મ કાંઈ જીવના સ્વભાવને હણતું કે આચ્છાદિત કરતું નથી, પરંતુ ત્યાં જીવ પોતે જ પોતાના દોષથી કર્મ અનુસાર પરિણમે છે તેથી તેને પોતાના સ્વભાવની ઉપલબ્ધિ નથી. જીવનિકાય:જીવસમૂહ જીવની અનાદિના સાત ભૂલો : (૧) “શરીરને હું છું.’ તેમ જીવ અનાદિથી રહ્યો છે, તેથી હું તેને હલાવી-ચલાવી શકું, શરીરના કાર્યો હું કરી શકું, શરીર સારું હોય, તો મને લાભ થાય- એ વગેરે પ્રકારે તે શરીરને પોતાનું માન છે. આ મહાભ્રમ છે. આ જીવ તત્ત્વની ભલ છે, એટલે કે જીવને તે અજીવ માને છે. (૨) શરીરની ઉત્પત્તિથી જીવના જન્મ અને શરીરના વિયોગથી, જીવન મરણ તે માને છે, તેમાં અજીવને જીવ માને છે. આ અજીવતત્ત્વની ભૂલ છે. (૩) મિથ્યાત્વ, રાગાદિ પ્રગટ દુઃખ દેનારાં છે. છતાં તેનું સેવન કરવામાં સુખ માને છે. આ આસ્રવતત્ત્વની ભૂલ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy