SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો તથા પુલોના ગતિ આદિ રૂપ પરિણામ-કાર્યોમાં તેવી જ રીતે સહાયક થાય છે. જેવી રીતે માછલીને ગતિ-કાર્યમાં જળ, મુસાફરને સ્થિતિ-કાર્યમાં માર્ગમાં કરેલ વૃક્ષ આદિ સહાયક થાય છે. સંસારી જીવ એક બીજાના ઉપકાર - અપકાર કે સુખ-દુઃખમાં સહયોગ કરે છે. અથવા નિમિત્તકરણ બને છે. મુકતજીવ કોઇને પણ ઉપકાર કરતા નથી. કારણકે જેનો ઉપકાર કરવામાં આવે છે અથવા કરી શકાય છે, તે સંસારી જીવ હોય છે. મુકત જીવ સંસારથી સદાને માટે ભિન્ન થઇ ગયા છે, તેથી સંસારી જીવોના તે કાંઇ, ઉપકાર કે અપકાર નથી કરતા. પુદ્ગલોના સંસારી જીવો, પ્રત્યે ઉપકાર-અપકારનું સૂચન કરવામાં આવ્યું છે જેને તેઓ પોતાના સહકાર-સહયોગ દ્વારા સંપન્ન કરે છે. અથવા એમ કહી કે તેમના નિમિત્તે, દેહધારીઓને જીવન-મરણ, સુખ-દુઃખાદિ પ્રાપ્ત થાય છે. જીવનાદિની સાથે શરીર-વચન-મનશ્વાસોચ્છવાસ તથા પંચેન્દ્રિયાદિનું ગ્રહણ ઉપલક્ષણથી થાય છે. તે પણ પુલકૃત ઉપકાર છે. બીજા પણ ઘણાં ઉપકાર-અપકાર, શરીર સંબંધને કારણે પુદ્ગલદત થાય છે. વસ્તુત : નિશ્ચય દ્રષ્ટિએ, જે પદાર્થ પોતાના સ્વરૂપમાં નિમગ્ન છે. સ્વભાવ પરિણમન સહિત છે. તેમનો કોઇપણ કોઇનો કદી રંચ માત્ર, ઉપકારઅપકાર કરતું નથી. ઉપર પુગલ દ્રવ્યોનો જીવદ્રવ્યો પ્રત્યે જે ઉપકારનો નિર્દેશ છે, તે બધો વ્યવહાર-નયની અપેક્ષાએ છે. નિશ્ચયનયની દ્રષ્ટિએ તો, પોતપોતાના સ્વરૂપમાં નિમગ્ન થઇને સ્વભાન પરિણમન કરતાં દ્રવ્યોમાંથી, કોઇ પણ દ્રવ્ય કોઇપણ પર દ્રવ્યોનો કહી કાંઇ, ઉપકાર કે અપકાર કરતું નથી. ધર્મ-અધર્મ, આકાશ અને કાળ અને ચાર દ્રવ્ય, તો સહાય પોતાના સ્વરૂપમાં સ્થિત રહીને, સ્વભાવ પરિણમન કરે છે, અને તેથી નિશ્ચયથી, કોઇના પણ ઉપકારાદિ કરતા નથી. જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્ય વૈભાવિક શકિત સહિત છે, અને તેથી તેમનામાં સ્વભાવ-વિભાવ બન્ને પ્રકારનું પરિણમન હોય છે. ૩૮૪ જીવોમાં વિભાવ પરિણમન, સંસાર અવસ્થા સુધી કર્મ તથા શરીરાદિના સંયોગથી, થાય છે. મુકતાવસ્થામાં વિભાવ પરિણમન ન થતાં, કેવળ સ્વભાવ પરિણમન જ થયા કરે છે. પુદગલોનું સ્વભાવ પરિણમન, પરમાણુ રૂપે અને વિભાવ પરિણમન, સ્કંધના રૂપે થાય છે. પરમાણુ રૂપે રહેતું પુદ્ગલ કોઇનો પણ ઉપકાર કે અપકાર કરતું નથી, એ સમજી લેવું જોઈએ. (૨૬) જીવના બે પ્રકાર છે : વ્યવહાર જીવ અને નિશ્ચય જીવ, અશુદ્ધ જીવ અને શુદ્ધ જીવ. વ્યવહાર જીવની વ્યાખ્યાઃ સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષ, શ્રોત્ર એ પાંચ ઇન્દ્રિયો, મન, વચન, અને કાય એ ત્રણ બળ, અને શ્વાસોશ્વાસ ને આયુ, એમ દશ પ્રાણોથી સંસાર દશામાં જે જીવે છે, જીવશે અને જીવતો હતો, તેને વ્યવહારજીવ કહીએ. તેને અશુદ્ધ જીવ પણ કહે છે. બીજો નિશ્ચયજીવ : નિશ્ચયથી ભાવપ્રાણ ધારણ કરવાને લીધે, જીવ છે. ખરેખર તો જ્ઞાન, આનંદ, સત્તા આદિ ભાવપ્રાણ ધારણ કરનારને, નિશ્ચયજીવ કહીએ. પણ ભાવપ્રાણમાં, અશુદ્ધ ભાવપ્રાણ પણ લેવાય ને ? માટે શુદ્ધ ભાવપ્રાણ અને અશુદ્ધ ભાવપ્રાણ,-એમ બન્ને લેવા. અશુદ્ધ ભાવપ્રાણ એટલે શું ? આ જડ પાંચ ઇન્દ્રિયો, મન-વચન-કાર્ય, શ્વાસોચ્છવાસ ને આયુના નિમિત્તે જીવની અશુદ્ધ દશ પ્રાણની જે યોગ્યતા છે તે અશુદ્ધ ભાવપ્રાણ છે, ને તે વડે જે જીવે છે તે જીવ છે – એ અશુદ્ધનય કહ્યો. આમાં શું કહ્યું તે સમજાયું ? આ જડ પ્રાણોથી જીવ જીવે છે, એમ કહેવું એ અસભૂત વ્યવહારનયનો વિષય છે. તથા પોતે પોતાની (અશુદ્ધ ભાવપ્રાણની) યોગ્યતાથી જીવે છે, એમ કહેવું તે અશુદ્ધનયનું કથન છે. પાંચ ઇન્દ્રિયની યોગ્યતા, મન-વચનકાયનું વીર્ય, શ્વાસોચ્છવાસ ને આયુના પ્રમાણે રહેવાની યોગ્યતા એ અશુદ્ધ ભાવપ્રાણ છે. અને એનાથી જીવે છે તેને અશુદ્ધનયથી, જીવ કહીએ છીએ. રોટલા ખાવાથી જીવે, તે જીવ છે – એમ નથી. સમજાણું કાંઈ ? જો અંદરના ભાવ પ્રાણ લઈએ તો શુદ્ધ જ્ઞાન-દર્શન-આનંદ-સત્તા- એવા શુદ્ધ ભાવપ્રાણને ધારણ કરી, એનાથી જીવે છે તેને જીવ કહીએ છીએ.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy