SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) દર્શન-જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. દર્શન-જ્ઞાનના પરિણમનની વાત લીધી છે. અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. તેમાં અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુલઘુત્વ, પ્રદેશવ આધિ અનંત ગુણો ૩૮૩ (૨૫) જીવ પદાર્થને દ્રવ્ય પર્યાય સ્વરૂપે સાત બોલથી નકકી કરવામાં આવે છે. (૯) એક એક આત્માનું સ્વરૂપ સ્વતંત્ર દ્રવ્ય પર્યાય સ્વરૂપે, અનેકાંતપણું નકકી કરવામાં આવે છે. (૯) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપ્રયી સત્તાસ્વરૂપ છે. ક્ષણે ક્ષણે એક પછી એક પર્યાય બદલતો નિત્ય ટકી રહે છે. (૯) દર્શન જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. (૯) અનંતગુણમયી, અનંત ધર્મસ્વરૂપ દ્રવ્ય હોવાથી, ગુણ-પર્યાયવાળો છે. (૯) સ્વ-પરને જાણનાર સ્વભાવ વડે અનેકાકારરૂપ એક છે, અર્થાત્ અનેકને જાણતાં અનેકરૂપ થઈ જતો નથી. (૯) વળી તે જીવ પદાર્થ આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ (૯) ગુણ પર્યાયવાળો છે. જીવ નામની વસ્તુ ગુણ પર્યાયવાળી છે. (૯) તેનું સ્વ-પર પકાશક જ્ઞાન અનેકાકાર રૂપ એક છે. જોયું ? જ્ઞાનમાં અનંગને જાણે-લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. વળી તે જીવ પદાર્થ આકાશાદિથી ભિન્ન, અસાધારણ ચૈતન્યગુણ સ્વરૂપ છે. અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં, પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધ રૂપે પરિણમે તો પણ, પોતાનામાં જ રહે છે, પરમાં જતો નથી-પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ. સમય હવે સમ્યદર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણમન તથા મિથ્યાદર્શન-જ્ઞાનચારિત્રરૂપ પરિણમનના સ્વરૂપને સ્પષ્ટ કરે છે. જે શુદ્ધ ચૈતન્ય પ્રાણથી ત્રિકાળ જીવે, તે શુદ્ધ જીવ છે. ક્ષયોપશમ ભાવરૂપ અશુદ્ધભાવ પ્રાણ અને પરદ્રવ્યરૂપ ઈન્દ્રિયાદિ પ્રાણોને દૃષ્ટિમાંથી છોડી, ત્રિકાળ શુદ્ધ જીવની દૃષ્ટિ-રુચિ, એનું જ જ્ઞાન અને એમાં જ એકપણે રમણતા કરવી, એ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે - એ આત્માનો સબૂત વ્યવહાર પ્રાણ છે. એ સ્વસમય છે. એને ધર્મરૂપપરિણમન કહે છે. આ ધર્મ કથા છે. ભાઈ ! આ સિવાય બધી વિકથા છે. આકરી વાત લાગે પણ વસ્તુ સ્વરૂપ જેમ છે, તેમ છે. (૨૪) જીવ એટલે આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદો ને ત્રિકાળ ટકનારો છે. જ્યારે તે પરનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે, ત્યારે અશુભભાવ (પાપ) થાય છે; અને જ્યારે સ્વાવલંબી થાય, ત્યારે શુદ્ધભાવ(ધર્મ) થાય છે. (અસાધારણ એટલે પરમાં નહિ વહેંચાયેલો, જુદો ગુણ, એ તેનો સ્થૂળ અર્થ છે, અસાધારણ ગુણનો સૂક્ષ્મ અર્થ એમ થાય છે કે જ્ઞાનગુણ સિવાયના અનંત ગુણોનો જે આત્મામાં છે તે બી નિર્વિકલ્પ છે. તે સ્વ-પરને જાણતા નથી. માત્ર એક જ્ઞાનરૂપ પોતાને અને પોતાથી અન્ય બધા ગુણ પર્યાયને જાણે છે તેથી અસાધારણ છે.) અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ “સમય” છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિર રહે છે, અર્થાત્ સ્વમાં એકત્વપણે પરિણમે છે ત્યારે તો “સ્વસમય' છે, અને પરમાં એકત્વપણે લીન થઈ, રાગ દ્વેષ રૂપે પરિણમે છે ત્યારે ‘પર સમય” છે. (૨૬) પુદ્ગલોનો અન્ય દ્રવ્યકૃત ઉપકાર = જીવ તથા પુદ્ગલ દ્રવ્યોને ધર્મદ્રવ્ય, તેમની ગતિમાં અધર્મ દ્રવ્ય સ્થિતિમાં, આકાશ દ્રવ્ય અવગાહનમાં, કાળ દ્રવ્ય વર્તનાપરિવર્તનમાં ઉદાસીનરૂપે સહાયક થાય છે. કોઇ ઇચ્છાની પૂર્તિ અથવા પ્રેરણારૂપે નહીં. કેમ કે, આ ચારેય દ્રવ્ય અચેતન તથા નિષ્ક્રિય છે એમાં ઇચ્છા તથા પ્રેરણાદિનો ભાવ બનતો નથી. એ તો ઉદાસીન રહીને,
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy