SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યય-ધ્રુવયુક્ત સત્તાથી સહિત છે. (*) દર્શનજ્ઞાનસ્વરૂપ પરિણમન સહિત છે. (*) અનંત ધર્મોમાં રહેલા એકધર્મીપણાને લીધે તેને દ્રવ્યપણું પ્રગટ છે. (*) અક્રમવર્તી અને ક્રમવર્તી એવા ગુણપર્યાયો સહિત છે. (*) સ્વ-પર સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી તેને સમસ્તરૂપને પ્રકાશનારું એકરૂપપણું છે. (*) અસાધારણ ચૈતન્ય ગુણના સદ્ભાવને લીધે તથા પરદ્રવ્યોના વિશેષ ગુણોના અભાવને લીધે પરદ્રવ્યોથી ભિન્ન છે. (-) અન્ય દ્રવ્યોથી અત્યંત એકક્ષેત્રાવગાહ હોવા છતાં પોતાના ભિન્ન ક્ષેત્રપણે રહેતો ટંકોત્કીર્ણ ચૈતન્યસ્વરૂપ જ રહેવાનો સ્વભાવ છે. (૧૦) ચેતનામય, અને ઉપયોગમય; આત્મદ્રવ્ય. (૧૧) ચૈતન્ય જેનું લક્ષણ છે તે જીવ છે. તેને જીવાસ્તિકાય પણ કહે છે. ચૈતન્ય એ ચેતન દ્રવ્યનો ગુણ છે. તેમાં દર્શન અને જ્ઞાન એ બન્ને ગુણોનો સમાવેશ થાય છે. (૧૨) આત્મા. જીવ નામના પદાર્થનું પ્રથમ સાત બોલથી વર્ણન કર્યું છે (*) જીવ પદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તા સ્વરૂપ છે. ઉત્પાદ-વ્યય ધ્રુવની એક્તારૂપ અનુભૂતિ ને સત્તા કહેલ છે. અનુભૂતિનો અર્થ સત્તા થાય છે. અનાદિથી જીવ સત્તારૂપ પદાર્થ છે. (*) દર્શન જ્ઞાનમયી ચેતના સ્વરૂપ છે. દર્શન-જ્ઞાનના પરિણમનની વાત લીધી છે. (*) અનંત ધર્મ સ્વરૂપ દ્રવ્ય છે. દ્રવ્ય હોવાથી વસ્તુ છે. (*) ગુણ પર્યાયોવાળો છે. જીવ નામની વસ્તુ ગુણ-પર્યાયવાળી છે. (*) તેનું સ્વ-પરપ્રકાશક જ્ઞાન અનેકાકારરૂપ એક છે. જ્ઞાનમાં અનંતને જાણે-લોકાલોકને જાણે છતાં જ્ઞાનની પર્યાય એકરૂપ છે. (*) વળી તે જીવ પદાર્થ આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્ય ગુણસ્વરૂપ છે. (•) અન્ય દ્રવ્યો સાથે એકક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. ભલે અશુદ્ધરૂપે પરિણમે તો પણ પોતામાં જ રહે છે, પરમાં જતો નથી. પરરૂપે થતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. ૩૮૧ (૧૩) સંસારી જીવ બે પ્રકારના છે ઃ એક સ્થાવર અને એક ત્રસ. જે એક સ્પર્શેન્દ્રિય સહિત. એકેન્દ્રિય જીવ, તે સ્થાવર છે. તેના પાંચ ભેદ છે. પૃથ્વીકાયિક. જળકાયિક, અગ્નિકાયિક, પવનકાયિક અને વનસ્પતિકાયિક. જે બે ઈન્દ્રિયાદિ જીવ છે તેને ત્રસ કહીએ છીએ. તેના ચાર ભેદ છે. સ્પર્શન અને રસના ઈન્દ્રિય સહિત ઈયળ, કોડી, શંખ, ગીંગોડા, વગેરે દ્વીન્દ્રિય જીવ છે. સ્પર્શ, રસન (જીભ) અને નાસિકા સંયુક્ત કીડી, મકોડા, કાનખજૂરા વગેર ત્રીન્દ્રિય જીવ છ. સ્પર્શ, જીભ, નાક અને આંખ સહિત ભમરા, પતંગિયા, વગેર ચતુરિન્દ્રિય જીવ છે. સ્પર્શ, જીભ, નાક, આંખ અને કાન સહિતના જીવ પંચેન્દ્રિય છે. તેના બે ભેદ છે, જેને મન હોય તે સંશી અને મન ન હોય તે અસંશી. તેમાં સંજ્ઞી પંચેન્દ્રિય સિવાય બધા, તિર્યંચગતિના ભેદ છે. સંશી પંચેન્દ્રિયના ચાર પ્રકાર છે ઃ દેવ મનુષ્ય, નારકી અને તિર્યંચ. એમાં દેવ ભવનવાસી, વ્યંતર, જ્યોતિષી અને ક્લ્પવાસીના ભેદથી ચાર પ્રકારે છે. મનુષ્ય આર્ય અને મ્લેચ્છના ભેદથી બે પ્રકારે છે. નારકીના જીવ સાત ભૂમિની અપેક્ષાએ, સાત પ્રકારના છે. તિર્યંચોમાં મચ્છાદિક જળચળ, વૃષભાદિક સ્થળચર, અને હંસાદિક નભચર એ ત્રણ પ્રકારે છે. આ ભેદ ત્રસ-સ્થાવરના જાણી, તેની રક્ષા કરવી. (૧૪) જ્ઞાયક મૂર્તિ ચૈતન્ય તે જીવ છે. (૧૫) જેમાં ચેતના, અર્થાત્ જ્ઞાનદર્શનરૂપ શક્તિ હોય, તેને જીવદ્રવ્ય કહે છે. (૧૬) આત્મા સર્વથા કુટસ્થ નથી, પણ ટકીને પરિણમવું, તેનો સ્વભાવ છે; તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે, તેવો તેવો તે પોતે થઈ જાય છે. જેમ સ્ફટિકમણિ સ્વભાવે નિર્મળ હોવા છતાં, જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગ નિમિત્તે પરણિમે છે, ત્યારે લાલ કે કાળો પોતે જ થાય છે. તેમ આત્મા સ્વભાવે શુદ્ધ-બુદ્ધ-એકસ્વરૂપી હોવા છતાં, વ્યવહારે જ્યારે ગૃહસ્થ દશામાં સમ્યક્ત્વપૂર્વક દાનપૂજાદિ શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે, અને મુનિદશામાં મૂળગુણ તથા ઉત્તર ગુણ વગેરે, શુભ અનુષ્ઠાનરૂપ શુભોપયોગે પરિણમે છે. ત્યારે પોતે જ શુભ થાય છે, અને મિથ્યાત્વાદિ પાંચ પ્રત્યય (આસવ) રૂપ અશુભપયોગે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. વળી જેમ સ્ફટીકમણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પરિણમે છે ત્યારે પોતે જ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy