SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૦ એને જાણવો, એની પ્રતીતિ અને રમણતા કરવી,-એવો જે શુદ્ધોપયોગ છે તે જૈનશાસન છે. જિનો, જિનેન્દ્રો અને કામણો સામાન્ય કેવળીઓ, તીર્થકરો અને મુનિઓ; સામાન્ય ચરમશરીરીઓ, તીર્થકરો અને ચરમશરીરી મુમુક્ષુઓ. જિનોદિત :જિનદેવે કહેલા. જીતભવ:ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે. જીતવું :જીતવું કહેતાં કાંઈ તે પદાર્થોને દર હડસેલવા નથી. તેમજ તે પરદ્રવ્યોમાં કંઈ ફેરફાર કરવો નથી. પરંતુ પોતાનું લક્ષ સ્વ તરફ ફેરવીને, લક્ષમાંથી તેમને દૂર કરવા છે. તે બધા તરફનું લક્ષ છોડી દઈને, સ્વભાવનું લક્ષ કર્યું, તે જ તેમનું જીતવું છે. દ્રવ્ય ઈન્દ્રિયોથી ખંડ, ખંડરૂપ જ્ઞાનથી કે શેય પદાર્થોથી આત્માનું સમ્યગ્દર્શનનાદિ કાર્ય કરી શકું એવી જે માન્યતા છે તેમાં શેયજ્ઞાયકસંકર દોષ છે. સ્વ-પરની એકત્વ માન્યતા છે, તે જ મિથ્યાત્વ છે. પરંતુ તે તરફ લક્ષ છોડીને સ્વલક્ષે તે સ્વ-પરના એકત્વપણાની માન્યતા છોડી દેતાં સંકરદોષ દૂર થયો અને સમ્યગ્દર્શન થયું. જીર્ણ જૂની. જીવ જીવને ચાર પ્રાણી છે : ઈન્દ્રિય, બળ, આયુ તથા ઉચ્છવાસ. (૨) ચેતનામય; ઉપયોગમય. (ચેતનામય તથા ઉપયોગમય જીવ છે.) જીવનું વિશેષ લક્ષણ ચેતનામયપણું તથા ઉપયોગમયપણું છે. ચેતનાના પરિણામસ્વરૂપ ઉપયોગ જીવદ્રવ્યની પરિણતિ છે. જીવનો એક જ ભેદ છે. એવી જ રીતે ચૈતન્યપરિણામ જીવને જણાવે છે, કારણકે ચેતન હોવાથી શેષ દ્રવ્યોને તે સંભવતો નથી. ચૈતન્યપરિણામરૂપ લક્ષણ અનુભવમાં આવતું હોવાથી અનંત જીવદ્રવ્યોનું અસ્તિત્વ જણાય છે. (૩) જીવ અર્થાત્ આત્મા. તે સદા જ્ઞાતાસ્વરૂપ, પરથી ભિન્ન અને ત્રિકાળ સ્થાથી (ટકનારો છે. (૪) (વ્યવહારથી કહેવામાં આવતા એકેન્દ્રિયાદિ તથા પૃથ્વીકાવિકાદિ જીવોમાં) ઈન્દ્રિયો જીવ નથી અને છ પ્રકારની શાસ્ત્રોક્તકાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે. પંચાસ્તિકાય માયા ૧૨૧ ટીકા : આ વ્યવહાર જીવત્વ ના અમની માન્યતાનું ખંડન છે (અર્થાત જેને માત્ર વ્યવહારનયથી કહેવામાં આવે છે તેને ખરેખર જીવ તરીકે સ્વીકાર કરવો ઉચિત નથી એમ અહીં સમજાવ્યું છે). જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક વગેરે જીવો કહેવામાં આવે છે તે, અનાદિ જીવ-પુદ્ગલનો પરસ્પર અવગાહ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (જીવને મુખ્યતા અર્પીને) જીવો કહેવામાં આવે છે. નિશ્ચયનયથી તેમનામાં સ્પર્શનાદિ ઈન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્ય સ્વભાવના અભાવને લીધે જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિ રૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત અભેદને લીધે, જીવપણે પ્રરૂપવામાં આવે છે. (૫) જીવ એટલે આત્મા, તે સદાય જાણનારો, પરથી જુદો ને ત્રિકાળ ટકનારો છે. જ્યારે તે પરનિમિત્તના શુભ અવલંબનમાં જોડાય છે ત્યારે તેને શુભભાવ (પુ) થાય છે; અશુભ અવલંબનમાં જોડાય છે ત્યારે અશુભભાવ (પાપ) થાય છે; અને જ્યારે સ્વાવલંબી થાય છે ત્યારે શુદ્ધભાવ (ધર્મ) થાય છે. (૬) જેમાં ચેતના અર્થાત્ જ્ઞાન દર્શનરૂપ શક્તિ હોય તેને જીવદ્રવ્ય કહે છે. (૭) જે આ એકેન્દ્રિય વગેરે તથા પૃથ્વીકાયિક અને છ પ્રકારની શાસ્ત્રોક્ત કાયો વગેરે જીવો કહેવામાં આવે છે, તે અનાદિ જીવ-પુગલનો પરસ્પર અવગાહ દેખીને વ્યવહારનયથી જીવના પ્રાધાન્ય દ્વારા (-જીવને મુખ્યતા અર્પીને) જીવો કહેવામાં આવે છે. નિશ્ચયથી તેમનામાં સ્પર્શનાદિ ઈન્દ્રિયો તથા પૃથ્વી-આદિ કાયો, જીવના લક્ષણભૂત ચૈતન્ય સ્વભાવના અભાવને લીધે જીવ નથી; તેમનામાં જ જે સ્વપરની જ્ઞપ્તિરૂપે પ્રકાશનું જ્ઞાન છે તે જ, ગુણ-ગુણીના કથંચિત્ અભેદને લીધે જીવપણે પ્રરૂપવામાં આવે છે. (૮) સ્વરૂપે અમૂર્ત છે. પરરૂપમાં પ્રવેશ દ્વારા (મૂર્ત દ્રવ્યના સંયોગની અપેક્ષાએ) મૂર્ત પણ છે. જીવ નિશ્ચયે અમૂર્તઅખંડ-એકપ્રતિભાસમય હોવાથી અમૂર્ત છે. રાગાદિરહિત સહજાનંદ જેનો એક સ્વભાવ છે એવા આત્મતત્ત્વની ભાવનારહિત જીવ વડે ઉપાર્જિત જે મૂર્ત કર્મ તેના સંસર્ગ દ્વારા વ્યવહારે મૂર્ત પણ છે. (૯) જીવ નામનો પદાર્થ તે સમય છે. નીચેના સાત બોલથી સમયને સિદ્ધ કર્યો છે :-(-) ઉત્પાદ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy