SearchBrowseAboutContactDonate
Page Preview
Page 378
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ દ્રવ્ય અને પાંચ અસ્તિકાયનું સંશય, વિમોહ, વિભ્રમ રહિત નિરૂપણ કરતી હોવાથી અથવા પૂર્વાપરવિરોધાદિ દોષ રહિત હોવાથી વિશદ-સ્પષ્ટ-વ્યક્ત છે. આ રીતે જિન ભગવાનની વાણી જ પ્રમાણભૂત છે; એકાંતે અપૌરુષેય વચન કે વિચિત્ર કથારૂપ કલ્પિત પુરાણવચનો પ્રમાણભૂત નથી. ત્રીજું, અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણનારો અનંત કેવળજ્ઞાનગુણ જિનભગવંતોને વર્તે છે. આ રીતે બુદ્ધિ આદિ સાત ઋદ્ધિ તેમજ મતિજ્ઞાનાદિ ચતુર્વિધ જ્ઞાનથી સંપન્ન ગણધરદેવાદિ યોગીંદ્રોને પણ તેઓ વંદ્ય છે. (૪) ચોથું, પાંચ પ્રકારના સંસારને જિનભગવંતોએ જીત્યો છે. આ રીતે કૃતકૃત્યપણાને લીધે તેઓ જ બીજા અકૃતકૃત્ય જીવોનું શરણ છે. જિન ભાવના :જિન ભાગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા, તે પરમ શાંત સ્વરૂપચિંતવના. (૨) જિન ભગવાન તે પરમ શાંતર સે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંતસ્વરૂપ ચિંતવના; સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર. (૩) જૈન મત. દોષોથી સર્વથા મુક્ત છે; મિથ્યામતરૂપી શત્રુઓને અગ્નિ પેઠે બાળનાર છે. અનાદિ અનંત છે. (૪) જૈન મત. દોષોથી સર્વથા મુક્ત છે; મિથ્યા મતરૂપી શત્રુઓને અગ્નિની પેઠે બાળનાર છે; અનાદિ અનંત છે. જિન સ્વરૂપ વીતરાગ સ્વરૂપ; નિજ જ્ઞાયક સ્વભાવ. જિનકલ્પ એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. (૨) ઉત્કૃષ્ટ આચાર પાળનાર સાધુનોજિનકલ્પીનો વ્યવહારવિધિ; એકાકી વિચરનારા સાધુઓને માટે કલ્પેલો, અર્થાત્ બાંધેલો, મુકરર કરેલો જિનમાર્ગ વા નિયમ. જિનકપી:ઉત્તમ આચાર પાળનાર સાધુ. જિનતત્ત્વ સંશોપ અનંત અવકાશ છે. તેમાં જડ ચેતનાત્મક વિશ્વ રહ્યું છે. વિશ્વમર્યાદા એ અમૂર્ત દ્રવ્યથી છે. જેને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય એવી સંજ્ઞા છે. જીવ અને પરમાણુપુલ, એ બે દ્રવ્ય સક્રિય છે. સર્વ દ્રવ્ય, દ્રવ્યત્વે શાશ્વત છે. અનંત જીવ છે. અનંત અનંત પરમાણુપુલ છે. ધર્માસ્તિકાય એક છે. આકાશાસ્તિકાય એક છે. અધર્માસ્તિકાય એક છે. કાળ દ્રવ્ય છે. વિશ્વપ્રમાણ ક્ષેત્રાવગાહ કરી શકે, એવો એકેક જીવ છે. જિનેન્દ્ર ચાર ઘાતિયા કર્મોને જીતીને કેવળજ્ઞાનાદિ અનંત ચતુષ્ટય પ્રગટ કરનાર પરમાત્મા. જિનેન્દ્રિય તીર્થકર ભગવાન. જિનનીતિ જિનેશ્વર દેવનો માર્ગ. (૨) જિનેશ્વર દેવનો માર્ગ; જિનદેવનો સ્યાદ્વાદ ન્યાય; જિનપદ આત્માનું પૂર્ણ વીતરાગ પદ. જિનપ્રવચન ભગવાન જિનેશ્વરદેવની દિવ્યધ્વનિનો મર્મ જિનબિંદ જિન પ્રતિમા. જિનબિંબ ભગવાન તો નગ્ન-દિગમ્બર વીતરાગસ્વરૂપ હોય છે. તેથી જ નગ્ન દિગમ્બર વીતરાગી મૂર્તિ તે જિનબિંબ છે. જિનભાવ:આત્માભાવ; આત્મધર્મ; શાંત આત્મભાવ; રાગ દ્વેષરહિત ભાવ. જિનભાવના :જિન ભગવાન જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંતસ્વરૂપ ચિંતવના. જિનદ્રા બે પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખી હાથ લબડતા રાખી સરખા ઊભા રહીને, હાઉસગ્ગ કરવો તે. ખડા રહીને ધ્યાન ધરવું તે. જિનમોહ:મોહનો તિરસ્કાર કરી આવતાં પૂર્વે ટાળવો, રોકવો. જિનહિંગનું સ્વરૂપ જે સદા જ્ઞાન-દર્શન ઉપયોગ સહિત છે. (સોપયોગ), (અનારંભ) સાવદ્યકર્મરૂપ આરંભથી રહિત છે. (લુચિત મિશ્રમસ્વક) જેમાં દાઢી તથા મસ્તકના કેશોનો, લોચ કરવામાં આવે છે, (નિરસ્ત-તમુ-સંસ્કાર) તેલ મર્દનાદિ રૂપે, શરીરના સંસ્કાર કરવામાં આવતા નથી. (સદા મંગવિવર્જિત) જે સદા બાહ્યવ્યંતર બન્ને પ્રકારના પરિગ્રહોથી મુક્ત છે, (નિરાકૃત-પરોપેક્ષ) પરની અપેક્ષા રહિત, (અયાચકમ) આચના-વિહીન, (નિર્વિકાર) વિકાર -વિવર્જત અને (જાતરૂપધર) નવા જન્મેલા બાળક સમાન, વસ્ત્રાભૂષણ રહિત દિગંબરરૂપ સહિત છે. તે જિનલિંગ છે. કે જે મુક્તિનું કારણ છે. મોક્ષની પ્રાપ્તિમાં સહાયક છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy