SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ જિજ્ઞાસા જાણવાની ઈચ્છા. (૨) તત્ત્વ જાણવાની ઈચ્છા. “કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ, અભિલાષ'; “ભવે ખેદ, અંતરદયા, તે કહિયે જિજ્ઞાસ આત્મસિદ્ધિ ગાથા.” (૨) જાણવાની ઈચ્છા. જિલ્લાસિત જેની જિજ્ઞાસા (જાણવાની ઈચ્છા) હોય તે. જિતેન્દ્રય ચારિત્રગુણ (૨) શેયજ્ઞાયક સંકરદોષને જીતવો; દ્રવ્યન્દ્રિયો, ભાવેન્દ્રિયો તથા ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થો-એ ત્રણેયને પોતાનાથી જુદાં કરીને સર્વ અન્ય દ્રવ્યોથી ભિન્ન પોતાના આત્માને અનુભવવો તે નિશ્ચયથી જિતેન્દ્રિય છે. (૩) ચૌદ પ્રકારના આંતરિક પરિગ્રહ અને દસ પ્રકારના બાદ્ધ પરિગ્રહોનો જ્યાં સુધી સાચા હૃદયથી ત્યાગ થતો નથી ત્યાં સુધી ઈન્દ્રિયવ્યાપારનું અટકવું અને જિતેન્દ્રિય થવું પણ બનતું નથી. (૪) મોહનો ઉપશમ કરવો તે. (૫) ઈન્દ્રિયોને જીતી લીધી હોય. જિતમોહ કર્મના ઉદયના કાળે મોહનો તિરસ્કાર કરીને એટલે કે ચારિત્રમોહના ઉદયને અવગણીને, તેનું અનુસરણ છોડી નિજ જ્ઞાયકભાવને અનુભવે તે નિશ્ચયથી જિતમોહ જિન છે. જિંદગી ચાલી શે:પરિભ્રમણ ઊભું રહેશે. જિન :સર્વજ્ઞ પરમેશ્વર જિન છે, આ આત્મા પણ જિનસ્વરૂપ છે. જિનસ્વરૂપ જ પોતે છે. (૨) ત્રણ પ્રકારે જિન કહ્યા છે. પ્રથમ જિતેન્દ્રિય જિન, બીજો ઉપશમ અપેક્ષાએ જિતમોહ જિન અને ત્રીજો ક્ષાયિકરૂપ ક્ષીણમોહ જિન. સમ્યગ્દર્શન થતાં જિતેન્દ્રિય જિન થાય છે. ઉપશમ શ્રેણી થતાં જિતમોહ જિન થાય છે. અને અતિ ઉગ્ર પુરુષાર્થ દ્વારા પૂર્ણ વીતરાગસ્વરૂપે પ્રગટ થતાં ક્ષાયિક જિન-ક્ષીણમોહ જિન થાય છે. બીજા પ્રકારની સ્મૃતિમાં ઉપશમ શ્રેણીની વાત છે, ઉપશમ સમક્તિની વાત નથી. તેવી રીતે ત્રીજા પ્રકારની સ્તુતિમાં કેવળજ્ઞાનની વાત નથી, પરંતુ ૧૨મા ક્ષીણમોહ ગુણસ્થાનની વાત છે, કેમ કે કેવળજ્ઞાન તો સ્તુતિનું ફળ છે. ક્ષીણમોહ જિન થતાં જે પૂર્ણ વીતરાગતા થઈ તે ત્રીજા પ્રકારની ઉત્કૃષ્ટ સ્તુતિ છે. (૩) વીતરાગ, રાગ-દ્વેષ અજ્ઞાનને સ્વરૂપસ્થિરતા વડે, જીત્યા, એવા પૂર્ણ પવિત્ર વીતરાગને, જિન કહીએ. (૪) મોહ, રાગ, દ્વેષ જીત્યા, તે જિન કે જૈન કહેવાય; વીતરાગ ૩૭૭ કહેવાય. (૫) રાગ-દ્વેષ અજ્ઞાન આદિ અંતરંગ શત્રુઓને જેણે જીત્યા છે, તે જિન. અનંત ચતુષ્ટય સહિત અને શ્રુધાદિ અઢાર દોષ રહિત, સર્વજ્ઞ વીતરાગ દેવ નિજ ભગવાન છે. (૬) સર્વજ્ઞ પરમેશ્વર જિન છે. આ આત્મા પણ જિન સ્વરૂપ છે. જિન સ્વરૂપ જ પોતે છે. (૭) ભગવાન આત્મા શક્તિરૂપે, સજ્વરૂપે, સ્વભાવે જિનસ્વરૂપ જ છે. જો તે જિનસ્વરૂપ ન હોય, તો જિનપર્યાય પ્રગટ કયાંથી થાય ? તેથી નિજ સ્વભાવનું કારણ લઈને, જેણે સમસ્ત મોહરાગ-દ્વેષને જીત્યા છે, તે જિન છે. અને એવા જિનને વીર કહીએ. જિન છે તે, વીર છે. (૮) રાગદ્વેષને જીતનાર તે જિન. (૯) જયતિ સચિનઃ = મોદાદિ અંતરંગ શત્રુઓને જીતે, તે જીવ, અવિરતિ સમ્યગ્દષ્ટિ આદિ; તેમાં વર એટલે શ્રેષ્ઠ, તે જિનવર, શ્રી ગણધરાદિ મુનિવરો; તેમાં વૃષભ એટલે પ્રધાન, એવા શ્રી તીર્થંકરદેવ, તે જિનવર વૃષભ. (૧૦) વીતરાગ (૧૧) સમસ્ત મોહ-રાગ-દ્વેષાદિકને જે જીતે છે તે જિન છે. (૧૨) રાગદ્વેષ જીત્યા, તે જિન; વીતરાગ (૧૩) ગુણ વડે અવગુણને જીતનાર. (૧૪) વિતરાગ; જીતનાર. (૧૫) પરમાત્મા સ્વરૂપ પામેલા સ્વરૂપ. (૧૬) શદ્ધ આત્મા તે જ જિન છે. જિન પ્રતિમા શૃંગારાદિ દોષ સહિત, એ સાક્ષાત્ જિનેશ્વર સમાન હોય, એવી જ વીતરાગ દેવની પ્રતિમાને સમ્યજ્ઞાની, જિનપ્રતિમા માને છે. જિન ભગવાનનાં ચાર વિશેષણો: (૧) પ્રથમ તો જિન ભગવંતો સો ઈન્દોથી વંદ્ય છે. આવા અસાધારણ નમસ્કારને યોગ્ય બીજું કોઈ નથી, કારણકે દેવોને અને અસુરોને યુદ્ધ થતું હોવાથી દેવાધિદેવ જિનભગવાન સિવાય) અન્ય કોઈ પણ દેવ સો ઈન્દોથી વંદિત નથી. (૨) બીજું, જિન ભગવાનની વાણી ત્રણ લોકને શુદ્ધ આત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય દર્શાવતી હોવાથી હિતકર છે; વીતરાગ નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન સહજ-અપૂર્વ-પરમાનંદરૂપ પારમાર્થિક સુખરસાસ્વાદના રસિક જનોમાં મનને હરતી હોવાથી (અર્થાત્ પરમ સમરસીભાવના રસિક જીવોને મુદિત કરતી હોવાથી) મધુર છે; શુદ્ધ જીવાસ્તિકાયાદિ સાત તત્ત્વ, નવ પદાર્થ, છે
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy