SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ યુક્ત હો., નિત્ય ધર્મધ્યાન-શુકલધ્યાનમાં રમતો હોય અને નિદ્રા આદિ પ્રમાદો જેણે ઇશ્વયા છે તે ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.મધ્યમ અંતરાત્મા :- જે જીવ શ્રાવકના વ્રતોથી સંયુક્ત હોય યા પ્રમત્ત ગુણસ્થાન યુક્ત જે મુનિ હોય તે મધ્યમ અંતરાત્મા છે. કેવા છે તેઓ ? જે જિનેન્દ્રવચનમાં અનુરક્તલીન છે, આજ્ઞા સિવાય પ્રવર્તન કરતા નથી, મંદ કષાયઉપશમભાવરૂપ છે સ્વભાવ જેમનો મહાપરાક્રમી છે, પરિષહ આદિ સહન કરવામાં દઢ છે અને ઉપસર્ગ આવતાં પ્રતિજ્ઞાથી જે ચલિત થતા નથી તે મધ્યમ અંતરાત્મા છે. જઘન્ય અંતરાત્મા - જે જીવ અવિરત સમ્યગ્દષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન તો જેમને છે પણ ચારિત્રમોહના ઉદયથી વ્રત ધારણ કરી શકતા નથી તે જઘન્ય અંતરાત્મા છે. જે કેવા છે ? જિનેન્દ્રનાં ચરણોનાં ઉપાસક છે અર્થાત્ જિનેન્દ્ર, તેમની વાણી તથા તેમને અનુસરનારા નિગ્રંથગુરુની ભક્તિમાં તત્પર છે, પોતાના આત્માને સદાય નિંદતા રહે છે, ચારિત્ર મોહના ઉદયથી વ્રત ધાર્યો થતાં નથી અને તેની ભાવના નિરંતર રહે છે તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે. ગુણોના ગ્રહણમાં સમ્યક પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ દેખે તેમના પ્રત્યે અશ્વયંત અનુરાગ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને પરનું હિત જાઢયું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રકારે ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા. ભાવાર્થ :- ચોથા ગુણસ્થાનવર્તી જઘન્ય અત્તરાત્મા છે, પાંચમાં અને છઠ્ઠા ગુણસ્થાનવર્સી મધ્યમ અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધકો ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા. (૮) વિચક્ષણ; વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનમાં પરણમેલો આત્મા અંતરાત્મા છે. અંતરાય અડચણ; આડખીલી; વિદ્ધ; અંતર; ઈટાપણું; ભેદ; તફાવત. (૨) સાચા જ્ઞાનની પ્રાપ્તિમાં વિધન નાખવું તે અંતરાય છે. (૩) વિM. (૪) અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ રોકાઈ રહી છે. (૫) સાચા જ્ઞાનના પ્રાપ્તિમાં વિઘ્ન નાખવું તે અંતરાય છે. અંતરાય કર્મ અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગ શક્તિ રોકાઈ રહી છે. (૨) અંતર આત્મામાં જે સ્વભાવરૂપે અનંત વીર્ય-બળ પડયું છે તેનો આશ્રય લઇને જ્યારે તે કાર્યરૂપે અનંત વીર્ય પ્રગટ કરે છે ત્યારે અંતરાય કર્મનો નાશ થઇ જાય છે. અહીં જે આ ચાર કર્મો લીધાં છે તે ધાતિક છે. અંતરાયર્મ કેમ છતાય ? હાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય, એ પાંચ પર્યાય છે. અંતરાયકર્મનો ઉદય આવે છે, માટે આ પાંચ પર્યાય હીણી થાય છે, એમ નથી. પરંતુ જ્યારે એ હીણીદશા થાય છે, ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહે છે. લાભાંતરાય, દાનાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીયતરાય કર્મનો ઉદય આવે છે, તે જડમાં છે, અને તે સમયે હીણીદશા થવાની, પોતાના ઉપાદાનમાં લાયકાત છે; તેથી ઉદયને અનુસરતાં, હીણીદશારૂપ ભાવ્ય થાય છે. પરંતુ પરનું લક્ષ છોડીને, ત્રિકાળ વીતરાગમૂર્તિ અકષાયસ્વભાવી ભગવાન આત્માનો આશ્રય કરે, તો ભાવ્ય-ભાવકની એક્તાનો સંકરદોષ જે થતો હશે, તે ટળી જાય છે. આ અંતરાયકર્મનું જીતવું અંતરાલ કોઈપણ બે પદાર્થો વચ્ચેનો ગાળો; વચગાળો; વચમાંની જગ્યા; આકાશ; અંતરિક્ષ, અવકાશ. (૨) વચમાં જગ્યા; ગાળો; વચગાળો, મંદિરનો ગભાર અને ચાચર વચ્ચેનો ભાગ, અંદર; અંદરનો ભાગ. અવકાશ; જગા. અંતરાછળ :વચ્ચે. અંતરાય બીજો કોઈ હેતુ. અંતરિત :અંદર ગયેલું; અંદર રહેલું; છુપાવેલું, ગૂમ કરેલ. (૨) સ્વભાવથી ભેદરૂપ અંતરરોગ :આત્મ ભ્રાંતિ; મિથ્યાત્વ. અતુલ :અસામાન્ય (૨) અસમાન; અનુપમ. (૩) જેની સરખામણી ન કરી શકાય તેવું; અનુપમ. (૪) જેની ઉપમા નથી એવો અપરિમિત. (૫)
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy