SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આઠમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી અશ્વયંત મંદ થઈ જાય છે. જેથી ત્યાં રાગભાવ અશ્વયંત ક્ષય થઈને વીતરાગભાવ પુષ્ટિ પામે છે. અહીં સ્વસંવેદન જ્ઞાન વિશેષ વિકાસ પામે છે. આ ગુણસ્થાનોમાં મુનિ શ્રેણિ ચઢવા અર્થે શુક્લ ધ્યાનમાં સ્થિર થાય છે. શ્રેણિના બે ભેદ છે. એક ક્ષપક, બીજી ઉપશમ-ક્ષપક શ્રેણિવાળો આત્મા તે જ ભવમાં કેવળજ્ઞાન પામી નિર્વાણપદ પામે છે. ઉપશમ શ્રેણિવાળો મુનિ આઠમા, નવમા, દશમા તથા અગિયારમા ગુણ સ્થાનોને સ્પર્શી પાછો પડે છે, પછી થોડાક ભવ ધારણ કરી મોક્ષ પામે છે. ગપક શ્રેણિવાળો સંયમી આઠમા, નવમા ગુણસ્થાનને પામી કષાયોનો સર્વથા અભાવ કરે છે, એક સંજવલન લોભ રહી જાય છે. અહીં પહેલા કરતાં વીતરાગતા અતિ પ્રબળ થાય છે. જેથી સ્વસંવેદન અશ્વયંત અધિક પ્રકાશ થાય છે. પરંતુ એક સંજવલન લોભ બાકી રહેલો હોવાથી અહીં સરાગચારિત્ર જ કહેવાય છે. દશમા ગુણસ્થાનના અંતમાં સૂક્ષ્મ લોભ પણ રહેતો નથી એ મોહનીય કર્મ સંપૂર્ણપણે ક્ષય થવાથી વીતરાગ ચારિત્રની સિદ્ધિ થાય છે. ક્ષપક શ્રેણિવાળો જીવ દશમામાંથી બારમા ગુણ સ્થાને જાય છે, અગિયારમાને સ્પર્શતો નથી. અહીં યથાખ્યાતચારિત્ર પ્રગટે છે. બારમાના અંતે આત્મા જ્ઞાનાવરણ, દર્શનાવરણ તથા અંતરાયનો સર્વથા અભાવ કરી કેવલજ્ઞાન પામે છે મોહનીય કર્મનો ક્ષય દશમામાં પ્રથમ થઈ જાય છે. એમ ઘાતિયા કર્મોનો ક્ષય થવાથી આત્મા તેરમે ગુણ સ્થાને અરિહંત પરમાત્મા બને છે. ત્યાં આત્માના અનંત ગુણો પ્રગટતા પામે છે. ચોથા ગુણસ્થાનથી લઈને બારમા ગુણસ્થાન સુધી તો જીવ અનંતરાત્મા કહેવાય છે તથા જ્યાં સંપૂર્ણ જ્ઞાનનો પ્રકાશ છે ત્યાં તેરમે ગુણસ્થાને આત્માને પરમાત્મા કહેવામાં આવે છે. પૂર્ણ શુદ્ધતા પરમાત્મામાં પ્રગટે છે. (૨) અંતરાત્મા સ્વરૂપના સાધક છે; જેણે સ્વરૂપની દૃષ્ટિ કરી વીતરાગ નિર્વિકલ્પ સર્માધિને અંશે સાધી છે - અનાકુળ અતીન્દ્રિય આનંદરસનો અંશે સ્વાદ ચાખ્યો છે તે અંતર દષ્ટિવંત ધર્માત્મા અંતરાત્મા છે. ચોથાથી બારમા ગુણસ્થાન સુધીના જીવોને અંતરાત્મા કહેવાય છે. (૩) સમ્યગ્દષ્ટિ જ્ઞાની ૩૫ આત્મા. (૪) જે જીવ ભેદવિજ્ઞાનના બળથી આત્માને દેહાદિની ભિન્ન જ્ઞાન અને આનંદસ્વભાવી જાણે છે, માને છે અને અનુભવે છે, તે જ્ઞાની (સમ્યગ્દષ્ટિ) આત્મા જ અંતરાત્મા છે. આત્મામાં જ આત્માપણું અર્થાત્ પોતાપણું માનવાને લીધે તથા આત્મા સિવાય બીજા કોઈમાં પણ પોતાપણાની માન્યતા છોડી દેવાને લીધે જ તે અંતરાત્મા કહેવાય છે. (૫) અંતરાત્મા ત્રણ પ્રકારના છે (a) ઉત્તમ અંતરાત્મા, (b) મધ્યમ અંતરાત્મા, (c) જઘન્ય અંતરાત્મા. (૧) ઉત્તમ અંતરાત્મા = અંતરંગ એ બહિરંગ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત શુદ્ધોપયોગી ક્ષીણકષાયવાળા મુનિ (બારમાગુણસ્થાનવર્તી) ઉત્તમ અંતરાત્મા છે. (૨) મધ્યમ અંતરાત્મા = ઉપરોક્ત બન્નેની વચ્ચેની દશાવાળા દેશવ્રતી શ્રાવક અને મુનિરાજ (પાંચમાથી અગિયારમા ગુણસ્થાનવર્તી) મધ્યમ અંતરાત્મા છે. (૩) જઘન્ય અંતરાત્મા = અવિરત સમ્યગ્દષ્ટિ (ચોથા ગુણસ્થાનવાળા) જઘન્ય અંતરાત્મા છે. (૬) જે જીવ પરમ સમાધિમાં સ્થિત થઈ શરીરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ પરમાત્માને જાણે છે તે જ પંડિત અંતરાત્મા છે. જો કે અનુપરિત અસદ્ભૂત વ્યવહારનયથી આત્માની સાથે દેહનો સંબંધ મનાય છે. તો પણ નિશ્ચયનયથી આત્મા તેથી જુદો જ્ઞાન સ્વરૂપ કેવળજ્ઞાન યુક્ત છે, એમ જે શુદ્ધ સહજાત્મા. પરમાત્માને સ્વરૂપસ્થ થઈને જાણે છે, તે જ પંડિત અંતરાતીત વિવેકી છે. કહ્યું છે કે પંડિત એટલે કોણ ? તો કે જે વિવેકવાત છે તે. જેને આત્મા અનાત્માનો ભેદ પડ્યો છે તે વિવેકી ભેદ-વિજ્ઞાની છે. (૭) જેઓ જિનવચનમાં પ્રવીણ છે, જીવ અને દેહમાં ભેદ (ભિન્નતા) જાણે છે અને જેમણે આઠ દુષ્ટ મદ જીશ્વયા છે તે અંતરાત્મા છે; અને તે ઉત્કૃષ્ટ, મધ્યમ તથા જઘન્ય ભેદથી ત્રણ પ્રકારના છે. ભાવાર્થ :- જે જીવ જિનવાણીનો સારી રીતે અભ્યાસ કરી જીવ અને દેહના સ્વરૂપને ભિન્ન ભિન્ન જાણે છે તે અંતરાત્મા છે; તેને જાતિ, લાભ, કુળ, રૂપ, વય, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો છે તેમાં અહંકાર-મમકાર ઉપજતા નથી, કારણ કે એ બધા પરદ્રવ્યના સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ પ્રકારના છે.ઉત્કૃષ્ટ અંતરાત્મા =જે જીવ પંચ મહાવ્રતથી
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy