SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈતન્યવિવર્ત ગંથિરૂ૫ ગ્રંથિ એટલે ગાંઠ) જીવના કદાચિત્ અશુદ્ધ અનેકદાચિત શુદ્ધ એવા પર્યાયો ચૈતન્ય વિવર્તની ચૈતન્યપરિણમનની ગ્રંથિઓ છે. | નિશ્ચયનયથી તેમના વડે જીવને જાણો ચૈતન્ય થાળી ચૈતન્યવંત; ચૈતન્ય વડે શોભાયમાન. ચૈતન્યસર્ય જ્ઞાન સૂર્ય. થતન્યાનું વિધાયી ચૈતન્યને અનુસરતો; ચૈતન્યની રચના કરતો. (૨) ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્યને અનુસરીને વર્તનારી, ચૈતન્યને અનુકૂળપણે વિરુદ્ધપણે નહિ-વર્તનારી. ચૈતન્યાનુ વિધાયી પરિણામ ચૈતન્યને અનુસરીને થતું પરિણામ, તે ઉપયોગ છે. ચેતના શુદ્ધ ચેતના જ્ઞાનની અનુભૂતિસ્વરૂપ છે અને અશુદ્ધ ચેતના કર્મની તેમ જ કર્મફળની અનુભૂતિ સ્વરૂપ છે. (૨) અનુભૂતિ, ઉપલબ્ધિ, વેદના (૩) પ્રકાશ (૪) ચૈતન્ય ગુણના પર્યાયને ચેતના કહેવામાં આવે છે.ચૈતન્ય ગુણને ચેતનાગુણ કહેવામાં આવે છે. (૫) જીવનશક્તિ, ચૈતન્ય (૬) જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય, તેને ચેતના કહે છે. (૭) જ્ઞાતા દષ્ટારૂપ. (૮) જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. ચેતનાના બે ભેદ છે : દર્શન ચેતના અને જ્ઞાનચેતના દર્શનચેતના = જેમાં પદાર્થોનો ભેદ રહિત સામાન્ય પ્રતિભાસ (અવલોકન) થાય, તેને દર્શનચેતના કહે છે. જ્ઞાનચેતના = જેમાં પદાર્થોનો વિશેષ પ્રતિભાસ થાય તેને જ્ઞાનચેતના કહે છે. (૯) જ્ઞાયક, આત્મા, વેદન, જાણનાર, અનુભવનાર, ભોગવનાર (૧૦) જાણવું અને દેખવું, જ્ઞાન અને દર્શન (૧૧) ચેતના આત્માનો ગુણ છે. તેની મુખ્ય બે શક્તિ છે : (૯) દર્શન ચેતના : તેનો વ્યાપાર નિર્વિકલ્પ, નિરાકાર, સામાન્ય છે. (૧) જ્ઞાનચેતના : તેનો વ્યાપાર સવિકલ્પ, સાકાર, વિશેષ છે. ચોરાશી લાખ મુનિઓ નિત્ય નિગોદ, ઈતર નિગોદ, ધાતુ (પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય અને વાયુકાય) દરેકની સાત લાખ (કુલ ૪૨ લાખ); વનસ્પતિકાયની દશ લાખ, વિકસેન્દ્રિયની (દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય દરેકની બે લાખ મળી) છ લાખ; દેવ; નારકી અને તિર્યંચની ચાર-ચાર લાખ અને મનુષ્ય પંચેન્દ્રિયની ચૌદ લાખ એમ મળીને ચોરાશી ૩૩૯ લાખ યોનિઓ છે. (૧૨) જાણવું, દેખવું તે, પ્રકાશ (૧૩) જે શક્તિના કારણે પદાર્થોનો પ્રતિભાસ થાય, તેને ચેતના કહે છે. (૧૪) જેમાં પદાર્થોનો પ્રતિભાસ થાય તેને ચેતના કહે છે. ચેતના ના બે ભેદ છે : દર્શન ચેતના અને જ્ઞાન ચેતના. (૧૫) જ્ઞાન-સ્વરૂપ આત્મા. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઇ એવો જ મહિમા છે, કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, પ્રતિભા સમાન થાય છે. કયા દ્રષ્ટાંતે ? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિત થાય છે તેમ. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે, અરીસાને એવી ઇચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપ જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઇ પુરુષ (બીજા) કોઇ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરતા નથી. સહજ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે એવા જ આકારરૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિ પડતાં અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માચે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટ ઘટાદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે જ્ઞાનરૂપી ચેતનામાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી કે જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે. અહીં કોઇ પ્રશ્ન કરે છે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઇ પદાર્થનું નામ ન લીધું તેનું કારણ શું? પહેલા પદાર્થનું નામ લેવું જોઇએ અને પછી ગુણનું વર્ણન કરવું જોઇએ. તેનો ઉત્તર-અહીં આચાર્યે પોતાનું પરીક્ષાપ્રધાનપણું પ્રગટ કર્યું છે. ભક્ત બે પ્રકારના છે: એક આજ્ઞાપ્રધાન, બીજા પરીક્ષા પ્રધાન. જે જીવો પરંપરા માર્ગ વડે ગમે તેવા દેવ-ગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને, વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞા-પ્રધાન કહીએ અને જેઓ પોતાના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy