SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ જોર વધતાં તેનું પતન અવશ્ય થાય છે. કયારેક તે પડતાં પડતાં છઢે ગુણસ્થાને તો ક્યારે ચોથે ગુણસ્થાને અટકે છે; તો વળી ક્યારેક તે પડતાં પડતાં છેક પહેલે ગુણસ્થાને ઊતરી જાય છે. ત્યાંથી તેને ફરી ચડવાનું રહે છે. ક્ષપક શ્રેણી માંડતો સાધક મોહનીય કર્મની પ્રકૃતિના દળને મૂળમાંથી ક્ષય કરતો કરતો ૯ મે તથા ૧૦ મે ગુણસ્થાને થઈ, સીધો ૧૨ મેં ગુણસ્થાને પહોંચે છે. તે વચલા ૧૧ મા ઉપશાંત મોહ ગુણસ્થાનને સ્પર્શતો જ નથી, તેથી તેના પતનને અવકાશ રહેતો નથી. (૯) અનિવૃત્તિ બાદર – મોહનીય કર્મના શેષ રહેલા અંશોને ઉપશમ કે ક્ષય, અહીંથી ચાલુ થાય છે. માયા ભાવ અહીં છૂટે છે. છે. (૧૦) સૂક્ષ્મ સાંપરાય - અહીં ૯ મા કરતાં વિશુદ્ધ દશા પ્રાપ્તિ થાયછે. નિર્મોહીપણું, નિરભિલાષા, અવિભ્રમ વગેરેનો આ સ્થાનમાં વિકાસ થાય (૧૧) ઉપશાંત મોહ – ઉપશમ શ્રેણી માંડેલા સાધક માટે જ આ ગુણસ્થાન છે, મોહનીયની બાકી રહેલી સંજવલન પ્રકૃતિ અહીં શાંત થાયછે, અને ત્યાંથી આત્માનો વિકાસ અટકે છે, અને જીવનું અવશ્ય પતન થવાથી તે નીચના ગુણસ્થાને ઊતરી જાયછે. (૧૨) ક્ષીણ મોહ - અહીં દર્શનની મોહનીય અને ચારિત્ર્ય મોહનીયની કુલ ૨૮ પ્રકૃતિઓ ક્ષય થાય છે, તેથી ક્ષીણ મોહ ગુણ સ્થાન કહેવાય છે. અહીંથી અંતર્મુહર્ત જેટલા સમયમાં જીવ કેવળ જ્ઞાન પ્રગટાવે છે. (૧૩) સયોગી કેવળી - આ ગુણ સ્થાને ૪ ઘન ઘાતી કર્મ-મોહનીય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયનો ક્ષય થઈ, સર્વજ્ઞપણું પ્રગટે છે. પણ આ સ્થાનમાં મન, વચન અને કાયાના યોગ હોય છે. તેથી તે સયોગી કેવળી કહેવાય છે. (૧૪) અયોગી કેવળી - આ ગુણસ્થાને આત્મા મન,વચન અને કાયાના યોગને રૂંધીને, બાકીના ચાર અઘાતી કર્મોનો ક્ષય કરી, મુક્તિ પામે છે; એક સમયમાત્રમાં ઊર્ધ્વગતિએ સિદ્ધ ક્ષેત્રે જઈ, જ્ઞાનના ઉપયોગે સિદ્ધ થાય છે. ૩૧૯ અહીં જીવ યોગ રહિત અને કેવળ જ્ઞાન સહિત હોય છે. તેથી અયોગી કેવળી કહેવાય છે. ગુણગ્રામ સદ્ગુણોનો સમૂહ ગણધર :ગણ-સમુદાયના ધરવાવાળા (૨) આચાર્યની આજ્ઞાપ્રમાણે સાધુ સમુદાયને લઇ પૃથ્વી ઉપર ફરનાર તે તે મુખ્યસાધુ (મહાવીર સ્વામીના આવા ચૌદ પ્રધાન શિષ્યો ગણધર કહેવાયા છે.) (૩) ગુણના સમુદાયને ધરનારા. શ્રી ગણધર તીર્થંકર ભગવાનના પ્રધાન છે અને હજારો સંત-મુનિઓના નાયક છે. તેમણે ભગવાનની વાણીનો આશય(ભાવ, અર્થ) ધારણ કરેલ, તેમાંથી બાર અંગ (સૂત્રો) ની રચના કરી. તે મૂળ સૂત્રો હાલ વિચ્છેદ થઇ ગયાં છે. જે ભાવ શ્રી ભગવાનનો છે, તે જ ભાવ વિશાળપણે પોતાના જ્ઞાનમાં ધારી રાખનાર શ્રી ગણધર દેવને ચાર જ્ઞાન હોય છે. (૪) તીર્થંકરના મુખ્ય શિષ્ય, આચાર્યની આજ્ઞાનુસાર સાધુ સમુદાયને લઇને, મહીમંડલમાં વિચારનાર સમર્થસાધુ ગણધર દેવ ચાર જ્ઞાન - પ્રતિ શ્રુત, અવધિ અને મનઃપર્યય અને ચાર જ્ઞાનના ઘણી, ગણધર દેવ કહેવાય છે. તેઓ પણ નિરંતર, નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર રહી શક્યા નથી. તેથી અશુભમાં ન જવા માટે, વિશેષ જ્ઞાનનું મનન કરવા, સાક્ષાંત્ તીર્થંકર પ્રભુનો ઉપદેશ વારંવાર સાંભળે છે તથા તેમની પદવી અનુસાર હાવભાવમાં (છઠ્ઠા ગુણ સ્થાનમાં હોય ત્યોર ) પણ પ્રવર્તે છે. ગૃહસ્થોને તો અશુભ વર્ણનાં નિમિત્તો ઘણાં છે તેથી અશુભ રાગથી બચવા માટે વારંવાર યથાર્થ તત્ત્વનો ઉપદેશ તથા વીતરાગી વચનોનું શ્રવણ, જિનપ્રતિમાનાં દર્શન, પૂજા, પ્રભાવના વગેરે, શુભ વ્યવસ્થા અંગીકાર કરવી જોઈએ. પણ તે શુભરાગની હદ પુણ્યબંધન જેટલી છે; તેનાથી ધર્મ નથી; તો પણ પરમાર્થની રુચિમાં આગળ વધવા માટે, વારંવાર વર્ગનું શ્રવણ, મનન કરવું પડે છે. ગુણના પર્યાયવાચી શબ્દ શક્તિ, લક્ષણ, વિશેષ ધર્મ, રૂપ, ગુણ, સ્વભાવ, પ્રકૃતિ, શીલ અને આકૃતિ. આ બધા શબ્દો, એક અર્થને કહે છે. બધા નામ ગુણના છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy