SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જેમ મનુષ્યને સ્થિતિમાં નિમિત્તભૂત પૃથ્વી છે, તેમ જીવ-પુદ્ગલોને સ્થિતિમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય લોક વ્યાપી અધર્મ દ્રવ્ય છે. (૪) જેમ કુંભારના ચક્રને ફરવામાં ખીલી નિમિત્તભૂત છે, તેમ (કાળ સિવાયનાં) સર્વ દ્રવ્યોને પરિણયનમાં નિમિત્તભૂત કોઈ દ્રવ્ય હોવું જોઈએ; તે દ્રવ્ય અસંખ્યાત કાળાણુઓ છે, કે જેમનાં પર્યાયો સમય, ઘડી, દિવસ, વર્ષ ઈત્યાદિરૂપે વ્યકત થાય છે. આ પ્રમાણે ગુણભેદથી દ્રવ્યભેદ નક્કી થયો. ગુણ સ્થાન :ગુણ એટલે આત્માની જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ આદિ શક્તિઓ; અને સ્થાન એટલે તે શક્તિઓની તરતમ ભાવવાળી અવસ્થા. આત્મા પર રહેલાં કર્મનાં પડળ, જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ ગુણનો વિકાસ થતો જાય છે, એ જીવ એક પછી એક ગુણસ્થાન ચડતો જાય છે. એ ગુણસ્થાનો વિશેની પારિભાષિક ટૂંકી સમજણ આ પ્રમાણે છે. (૧) મિથ્યાત્વ - આ ગુણસ્થાને વર્તતા જીવમાં દર્શન મોહનીય અને અનંતાનુબંધી કષાયની પ્રબળતા હોવાને લીધે તેને આત્મા તરફ રુચિ થતી જ નથી. તેને વીતરાગવાણીમાં શ્રદ્ધા હોતી નથી. મિથ્યાત્વી ત્રણ પ્રકારનાં હોય છે. ૧ અભવ્ય - જેના મિથ્યાત્વને આદિ કે અંત નથી. ૨ ભવ્ય - જેના મિથ્યાત્વને આદિ નથી, પણ અંત છે. ૩ પડવાઈ – જે જીવ સમક્તિ પ્રાપ્ત કર્યા પછી, પતન પામ્યો છે. (૨) સાસ્વાદન - સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યા પછી પતન પામતો જીવ, પહેલો ગુણસ્થાને જતાં પહેલાં અહીં જરા વાર અટકે છે, અને તત્ત્વરુચિના આસ્વાદવાળી ભૂમિકા પ્રાપ્ત કરે છે. તે આસ્વાદન ગુણસ્થાન. ચડતી વખતે જીવ પહેલેથી ત્રીજે ગુણ સ્થાને જાય છે. (૩) મિશ્ર-મિથ્યાત્વમાંથી નીકળી સમ્યગ્દર્શન પામતાં પહેલાં જે મનોમંથનવાળી ભૂમિકા જીવને પ્રાપ્ત થાય છે, તે મિશ્ર ગુણસ્થાન. (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ - આત્મા અસંદિગ્ધપણે સત્ય દર્શન, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે તે. અહીં આત્મા પહેલ વહેલો આધ્યાત્મિક શાંતિ અનુભવે છે. ૩૧૮ અહીં અનંતાનુબંધી કષાયની ચોકડીનો વેગ નથી રહેતો. પણ ચારિત્રશક્તિને રોકનાર સંસ્કારોનો વેગ રહે છે, તેથી વિરતિત્યાગવૃત્તિ ઉદય પામતી નથી. આ ગુણ સ્થાન જીવ વ્રત, પચ્ચખાલી આદિ જાણે ખરો, પણ પૂર્વકર્મના ઉદયે પાળી ન શકે. (૫) દેશવિરતિ સમ્યગ્દષ્ટિ - અહીં અલ્પાંશે વિરતિ - ત્યાગવૃત્તિ ઉત્પન્ન થાય છે. તેથી દેશિવરિત કહેવાય છે. એક પચ્ચખાણથી માંડીને બાર વ્રત અને શ્રાવકની ૧૧ પ્રતિમા સુધીમાંનું જેટલું પાળી શકે તેટલું આદરે. અહીં ઈચ્છા અલ્પ હોય. તે જીવ અલ્પારંભી, અલ્પપરિગ્રહી, સુશીલ, ધર્મિષ્ઠ, ઉદાસીન, વૈરાગ્યવંત હોય. (૬) પ્રમત્ત સંયત – વૈરાગ્યમાં જીવવુ દૃઢ બનતાં સર્વવિરતિ ગ્રહણ કરે છે. તેની ત્યાગવૃત્તિ ઉદય પામે છે. તેને પૂર્વધ્યાસથી થતી ભૂલોનો પશ્ચાત્તાપ થાય છે. અહીં સાધક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નવતત્ત્વને જાણે છે, ૧૭ ભેદે સંયમ પાળે છે, ૧૨ ભેદે તપશ્ચર્યા કરે છે. પણ અપ્રમાદી રહેવાની ઈચ્છા છતાં ક્યારેક તેને પ્રમાદ આવતી હોવાથી આ ભૂમિકાને પ્રમત્ત સંયત ગુણસ્થાન કહેવાય છે. (૭) અપ્રમત્ત સંયત - અહીં જીવ પ્રમાદનો ત્યાગ કરે છે. બીજી બાજુ પૂર્વ વાસનાઓ પોતા તરફ ખેંચે છે. તેથી જીવ છઠ્ઠા અને સાતમા ગુણસ્થાન વચ્ચે ઝોલાં ખાયા કરે છે. (૮) અપૂર્વકરણ - આમાં પૂર્વે કહી નહીં અનુભવેલો એવો આત્મ-શુદ્ધિનો અનુભવ થાય છે, સાધક બાદર કષાયથી નિવર્યો છે. આ ગુણસ્થાને સ્પષ્ટ બે શ્રેણી પડી જાય છે. ઉપરાગ શ્રેણી અને ક્ષપક શ્રેણી. આઠમાથી બારમા ગુણસ્થાન સુધીની ભૂમિકા ફક્ત એકાગ્ર ચિત્તની વિચારધારા નિરૂપે છે. તેથી તેને સ્થિતિ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની હોય છે. અને બારમે ગુણસ્થાને ન પહોંચે ત્યાં સુધી, સાધકની સાધના ચડતી પડતી પામ્યા કરે છે. ઉપશમ શ્રેણીવાળો સાધક મહોનીય કર્મની પ્રકૃતિના દળને ઉપશમાવતો (દબાવતો) ક્રમે ક્રમે ૧૧ મા ગુણસ્થાન સુધી પહોંચે છે. પણ ત્યાં કર્મનું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy