SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્યદષ્ટિ :કેવળ દર્શન કાર્ય સ્વભાવ ાન કેવળ જ્ઞાન આવરણ વિનાના સ્વરૂપવાળું છે, આવરણ રહિત નિરાવરણ છે, અને તેથી ક્રમે ક્રમે જાણવું એવું તેને હોતું નથી. ઇન્દ્રિયનું તેને સાધન નથી. (ઇન્દ્રિય રહિત પ્રત્યક્ષ છે. તેમજ દેશ કાળાદિના વિન અંતરાય વિનાનું છે. એટલે કે કોઇ દેશ-કાળનું આંતરું- આડ-પડદો કે અંતર નથી. કાર્ય સ્વભાવશાન ઉપયોગ કેવળજ્ઞાન) કારણ સ્વભાવ જ્ઞાનમાં એકાગ્રતાના જોરે જે કાર્ય પ્રગટે છે, તે કાર્ય સ્વાભાવ જ્ઞાન-ઉપયોગ અર્થાત્ કેવળ જ્ઞાન છે. આ આદિ-અનંત-એકરૂપ છે, ઉત્પાદ-વ્યય સહિત છે. (મહિમા કારણનો જ છે. કારણ ત્રિકાળ છે, કારણના જોરે કાર્ય નવું પ્રગટે છે. કાર્યનો દષ્ટિમાં મહિમા નથી. પણ કારણ જે ત્રિકાળ એકરૂપ પડયું છે તેનો મહિમા છે. ભોગવટો કારણનો નથી-કાર્યનો છે. કાર્યકારણ પણું નૈમિત્તિક (કાર્ય) નિમિત્ત (કારણ) કાર્યકારણભૂત કાર્ય એટલે નૈમિત્તિક અને કારણ એટલે, નિમિત્ત. (જીવ પરિણામાત્મક કર્મ અને પુદ્ગલ પરણિામાત્મક કર્મ, પરસ્પર કાર્યકારણભૂત, અર્થાત્ નૈમિત્તિક-નિમિત્તભૂત છે. તે કર્મો કોઈ જીવને, અનાદિ-અનંત અને કોઈ જીવને અનાદિ-સાંત, હોય છે.) કાર્યકારી ઉપકારી કાર્યજીવ ત્રિકાળી જ્ઞાન દર્શનમય જીવવસ્તુમાં અંતર્લીનતા રમણતા-અવસ્થિતિ રૂપ ચારિત્ર તે કાર્ય જીવ છે. કાર્યક્રત કરવું :અમલમાં ઉતારવું. આત્મા કદમાં શરીર પ્રમાણ નાનો દેખાય છે, પરંતુ તેના અંતરમાં સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શ્રદ્ધા, અનંત પવિત્રતા, સ્વચ્છતા ઇત્યાદિનું સત્વ પડ્યું છે. અર્થાત્ તેના અંતર તળિયામાં અનંતા સ્વભાવોની અક્ષય લક્ષ્મી પડી છે. તેમાં એકાગ્ર થવાથી, જે ચીજ અંદરમાં પૂર્ણધ્રુવ ચિદાનંદમય છે તેમાં દષ્ટિ લગાવવાથી (જ્ઞાયિક) સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે અને તેને કાર્યદષ્ટિ કહે છે. વળી એમાંથી જે પૂર્ણ દર્શનનો ઉપયોગ અર્થાત્ કેવળદર્શનનો ઉપયોગ પ્રગટ થાય છે, તેને કાર્યદર્શન ઉપયોગ કહે છે. ૩૦૮ જુઓ, કાર્યદષ્ટિ કહો, પરમ અવગાઢ સમક્તિ કહો કે કાર્ય દર્શન ઉપયોગ કહો- એ બધું એક જ છે, અને તે દર્શનાવરણીય, જ્ઞાનાવરણીય,, મોહનીય ને અંતરાય-એ ધાતિકર્મોનો ક્ષય થતાં ઉત્પન્ન થાય છે. કાર્યદૃષ્ટિ (૧) દર્શનાવરણીય= આત્મા પોતાના ત્રિકાળી જ્ઞાનસ્વભાવનો આશ્રય લઇને તેમાં એકાગ્ર લીન થાય છે ત્યારે કેવળ દર્શન પ્રગટ થાય છે ને તેને કાર્ય દર્શન કહે છે; ને ત્યારે (તે જ ક્ષણે) દર્શનાવરણીયનો નાશ થાય છે. અંદર જે ત્રિકાળી દર્શનોપયોગને ત્રિકાળી શ્રદ્ધામય ધ્રુવ એક ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેનો આશ્રય કરતાં વર્તમાન દશામાં જ્ઞાયિક શ્રદ્ધા ને કેવળ દર્શન પ્રગટ થાય છે, અને તે કેવળદર્શન અને સાયિક શ્રદ્ધાને અહીં કાર્યદષ્ટિ કહેવામાં આવેલ છે. ભગવાન આત્મા બહારમાં પુણય-પાપના ભાવ જેવો કાળો (કલુષિત, મલિન) દેખાય છે, તે કદમાં શરીર પ્રમાણ નાનો દેખાય છે. પરંતુ તેના અંતરના સ્વભાવમાં તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શ્રદ્ધા, અનંત પવિત્રતા, સ્વચ્છતા ઇત્યાદિનું સત્વ પડયું છે. અર્થાત્ તેના અંતર તળિયામાં અનંતા સ્વભાવોની અક્ષય લક્ષ્મી પડી છે. તેમાં એકાગ્ર થવાથી, જે ચીજ અંદરમાં પૂર્ણ ધ્રુવ ચિદાનંદમય છે, તેમાં દષ્ટિ લગાવવાથી (ક્ષાયિક) સમ્યગ્દર્શનની પર્યાય પ્રગટ થાય છે. અને તેને કાર્યદૃષ્ટિ કહે છે. વળી, એમાંથી જે પૂર્ણ દર્શનને ઉપયોગ અર્થાત્ કેવળ દર્શનનો ઉપયોગ પ્રગટ થાય છે, તેને કાર્ય દર્શન ઉપયોગ કહે છે. કાર્યનો ઉત્સર્ગ કરીને કાયાને છોડીને, અર્થાત્ તેની ઉપેક્ષા કરીને. કાર્યરૂપ:પરિણામરૂપ; ફળરૂપ. કાર્યસ્વભાવ શન કાર્યરૂપ પર્યાયરૂપ જે કેવળજ્ઞાન થાય તે. કારયિતા :કરાવનાર. કાર્યોત્સર્ગ:બન્ને હાથોને લટકતા રાખવા અને બન્ને પગ વચ્ચે ચાર આંગળનું અંતર રાખીને નિશ્ચળ ઊભા રહેવાનું નામ કાર્યોત્સર્ગ છે. કારિત :બીજા પાસે કરાવવાનો ભાવ તેને કારિત કહેવાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy