SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભૂતિથી ભિન્ન કહ્યા છે. જેણે પરથી ભિન્ન પડીને, અનુભૂતિ વડે | આત્માને જામ્યો છે તેને તે સર્વ પર છે. અહીં તો, વિશેષ કાર્મણ શરીરની વાત લેવી છે. કાર્પણ શરીર નિમિત્ત છે, માટે જીવમાં (રાગાદિ) પરિણમન થાય છે કે જીવમાં સ્વાનુભૂતિ પ્રગટ થઈ માટે, કાર્મણ શરીર અકર્મ અવસ્થા રૂપ થાય છે, એમ નથી. કારણકે તે પુગલના પરિણામમય હોવાથી, અનુભૂતિથી ભિન્ન છે. કહેવું છે તો આત્માથી ભિન્ન પણ અહીં અનુભૂતિથી ભિન્ન કહ્યું, કેમકે એ સર્વ શરીરથી ભિન્ન પડી, નિજ ચૈતન્યસ્વભાવી આત્માનું લક્ષ કરતાં જે સ્વાનુભૂતિ પ્રગટ થઈ, તે સ્વાનુભૂતિમાં હું દેહથી ભિન્ન છું, એવો નિજ ચૈતન્યસ્વરૂપ વસ્તુનો અનુભવ થાય છે. (૨) કાર્મણ શરીર, પૂલદેહપ્રમાણ છે. જે તેજસ કરતાં સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક કહે છે. સ્થૂલ શરીરની અંદર, પીડા થાય છે, અથવા ક્રોધાદિ થાય, છે તે જ કાર્મણ શરીર છે. કાર્મણથી ક્રોધાદિ થઈ, તેજલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનો અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના થવી, તે કાર્મણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર, એ જીવનું અવલંબન છે. (૩) કાર્મણ શરીર, તે જ સ્થળે આત્મ પ્રદેશોને, પોતાના આવરણના સ્વભાવ બતાવે. આત્માના આઠ રુચક પ્રદેશ, પોતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે, ધૂળ નયથી એ આઠ પ્રદેશ, નાભિના કહેવાય; સૂમપણે ત્યાં અસંખ્યાત, પ્રદેશ કહેવાય. (૪) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વદનીય કર્મ જૂથી આઠ દ્રવ્યકર્મથી કાર્પણ શરીરની ચના થાય છે. તે સૂક્ષ્મ પરમાણુ હોય છે. (૫) પુદ્ગલનું શ્રેષ્ઠ પરિણામ કાર્ષણવર્ગણા :અનંત પરમાણુઓને સ્કંધ એટલે, જે કાર્મણ શરીરરૂપ પરિણમે તે મન, વચન, કાયા ને કર્મની વર્ગણા અપૂર્વ અવસર ગાથા. કાર્માણવર્ગણા જે વર્ગણા (પુલસ્કંધ) થી કાર્માણ શરીર અને તેને કાર્માણવણા કહે છે. (૨) કર્મજ ૩૦૭, કાર્માણ શરીર જ્ઞાનવરણ આદિઆઠ કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. (૨) આઠ કર્મો (જ્ઞાનવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર, અને વંદનીય) કર્મોના સમૂહને કાર્માણ શરીર કહે છે. (૩) સંસારી દશામાં રહેલા આત્મા સાથે સ્થૂળ દેહ સિવાય અંદર ઝીણી ધૂળનું (આઠ કર્મોનું) બનેલું, એક સૂક્ષ્મ શરીર છે તે, કર્માણ શરીર કહેવાય છે. કર્માણ શરીરને દ્રવ્ય કર્મ પણ કહેવાય છે. જેમ દાળ, ભાત, રોટલી વગેરેના રજકરણો લોહી, માંસ વગેરે અવસ્થાપણે તેની સ્વતંત્ર તાકાતી પરિણમે છે, તેમ સૂક્ષ્મ કર્મરૂપે (જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, અંતરાય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર વેદનીય આઠ કર્મ રૂપે થવાની યોગ્યતા, જડ રજકણોમાં હતી તેની તાકાતથી કર્મરૂપે, પરિણમે છે. જડની કોઇ અવસ્થા જીવ, કરી શકે નહિ. કાર્ય (જીવ વડે) કરવામાં, આવતું હોય તે; ઈચ્છાપૂર્વક, ઈષ્ટાનિષ્ટ વિકલ્પરૂપ કર્મ. (જે જીવોને, વીર્યનો કાંઈક વિકાસ થયો છે, તેમને કર્મચેતનારૂપે પરિણમવાનું સામર્થ્ય પ્રગટયું છે. તેથી તેઓ મુખ્યપણે, કર્મચેતનારૂપે પરિણમે છે. આ કર્મ, ચેતના કર્મફળ, ચેતનાથી નિશ્ચિત હોય છે.) (૨) (જીવ વડે) (૩) પર્યાય (૪) કર્તવ્ય (૫) પરિણામ કાર્ય કેવી રીતે થાય છે? કારણ જેવાં જ કાર્ય હોવાથી કારણ એવું જ કાર્ય થાય છે. કાર્યને ક્રિયા, કર્મ, અવસ્થા, પર્યાય, હાલત, દશા, પરિણામ, પરિણમન અને પરિણતિ પણ કહે છે. (અહીં કારણને ઉપાદાન કારણ સમજવું, કારણ કે ઉપાદાન કારણ તે જ સાચું કારણ છે.). કાર્ય કારણ : ૫દાર્થો સાક્ષાત્ સ્વષેયાકારોનાં કારણ છે. (અર્થાત્ પદાર્થો પોતપોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયોનાં, સાક્ષાત્ કારણ છે) અને પરંપરાએ, જ્ઞાનની અવસ્થારૂપ જોયાકારોનાં (જ્ઞાનાકારોનાં), કારણ છે. કાર્ય દષ્ટિ :અંદર જે ત્રિકાળી દર્શનોપયોગ ને ત્રિકાળી શ્રદ્ધામય ધ્રુવ એક ચૈતન્ય સામાન્ય સ્વરૂપ છે તેનો આશ્રય કરતાં વર્તમાન દશામાં જ્ઞાયિક શ્રદ્ધાને કેવળ દર્શન પ્રગટ થાય છે, અને તે કેવળ દર્શન અને જ્ઞાયિક શ્રદ્ધાને અહીં કાર્ય દષ્ટિ કહેવામાં આવેલ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy