SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ ાયિક સમ્યગ્દર્શન અત્યંત નિર્મળ તત્ત્વાર્થ શ્રધ્ધાાન થાય તે ક્ષાયિક સમ્યગ્દર્શન છે. (૨) તે દશામાં મિથ્યાત્વ પ્રકૃત્તિનાં (ત્રણ પેટા વિભાગોનાં) રજકણો આત્મપ્રદેશથી તદ્દન ખસી જાય છે, તેથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધીની સાતે પ્રકૃત્તિનો ક્ષય થયો કહેવાય છે. (૩) જે દશામાં મિથ્યાત્વ પ્રકૃતિના (ત્રણ પેટા વિભાગોનાં રજકણો આત્મ પ્રદેશથી ખસી જાય છે, તેથી મિથ્યાત્વ અને અનંતાનુબંધીની સાતે પ્રકૃતિનો ક્ષય થયો કહેવાય. (૪) ક્ષાયિક સમ્યગ્દર્શનવાળો પાછો પડે નહિ. ચાર અનંતાનુબંધી અને ત્રણ દર્શન મોહનીયની એમ તે સાત પ્રકૃતિનો ક્ષય થાય તેને ક્ષાયિક સમ્યગ્દર્શન કહેવાય છે. તે ક્ષાયિક સમ્યગ્દર્શન પણ અવસ્થા છે. આત્મા ધુવસ્વરૂપ એકરૂપ છે તેમાં અવસ્થાના ભેદમાં પોતાને ગોતવા જાય કે હું ઉપશમ સમકિતી છું કે ક્ષયોપશમ સમકિત છું કે ક્ષાયિક સમકિતી છે તે બધા રાગમિશ્રિત છે. અરાગી આત્માની પર્યાય ઉઘાડવામાં રાગમિશ્રિત પરિણામ મદદ કરતાં નથી, પુરો થયા પેલાં વચ્ચે એવા વિચાર આવે ખરા, પણ તે રાગમિશ્રિત પરિણામ છે. તે આત્માની નિર્મળ પર્યાય ઉઘાડવામાં મદદ કરે નહિ પણ અભેદ આત્મા ઉપર દષ્ટિ મૂકવાથી જ નિર્મળ પર્યાય ઊઘડે છે. ક્ષાયિક સમકિત તે પણ અવસ્થા છે તે અવસ્થા સાદિ અનંત છે અને આત્મા તો અનાદિ અનંત છે. મયિકભાવ આત્માના પુરુષાર્થથી કોઇ ગુણની શુદ્ધ અવસ્થા પ્રગટે, તે જ્ઞાયિક ભાવ છે. આત્માના પુરુષાર્થનું નિમિત્ત પામી કર્મ આવરણ નો નાશ થવો, તે કર્મનો ક્ષય છે. આ પણ જીવની એક સમય પૂરતી અવસ્થા છે. સમય સમય કરીને તે સાદિ અનંત રહે છે, તો પણ એક સમયે એક જ અવસ્થા હોય છે. આદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ,-કેવળ વીર્ય યુકત ફલરૂપ અંત ચતુષ્ટયની સાથે રહેલી, પરમ ઉત્કૃષ્ટ જ્ઞાયિકભાવની શુદ્ધ પરિણતિ તે કાર્ય શુધ્ધ પર્યાય છે તેને જ્ઞાવિકભાવ પણ કહેવાય છે. કેવળજ્ઞાન અવસ્થા, જ્ઞાયિકભાવ છે. (૨) ક્ષાયિક સમક્તિ, જ્ઞાન, દર્શન, આદિની પૂર્ણ પર્યાય-અવસ્થા. તો, આવી જે ક્ષાયિક દશા થાય છે તેના આશ્રયે પણ આત્મા ગમ્ય નથી. અહા ! એ પરમ સ્વભાવમય એવો | આત્મા તો તેના પોતાના આશ્રયે જ જણાય તેવો છે. એક સહજ પરમ પારિણામિક ભાવને જ સદા પાવનરૂપ નિજ સ્વભાવ કહ્યો છે. ચાર વિભાવભાવોનો આશ્રય કરવાથી પરમ પરિણામિક ભાવનો આશ્રય થયો નથી. પરમ પરિણામિક ભાવનો આશ્રય કરવાથી જ સમ્યકત્વથી માંડીને મોક્ષદશા સુધીની દશાઓ પ્રાપ્ત થાય છે. કક્ષાયિત :ઉપરક્ત; રંગાયેલો; મલિન. (૨) કષાયવાળો; વિકારી; રંગાયેલો. પાયોપથમિક સમ્યગ્દર્શન તે દિશામાં મિથ્યાત્વ અને મિશ્રમિથ્યાત્વ કર્મનાં રજકણો આત્મપ્રદેશથી છૂટા પડતાં તેનું ફળ આવતું નથી. અને સમર્મોહનીય કર્મનાં રજકણો ઉદયરૂપે હોય છે, તથા અનંતાનુબંધી કષાય કર્મનાં રજકણો વિસંયોજનરૂપે હોય છે. પાયોપથમિક શાન :ક્રમપૂર્વક જાણવું, નિયત આત્મપ્રદેશથી જ જાણવું, અમુકને જ જાણવું-ઈત્યાદિ મર્યાદાઓ મતિ-શ્રુતાદિ ક્ષાયોપથમિક જ્ઞાનમાં જ સંભવે છે. ક્ષાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપદ્ સર્વ આત્મપ્રદેશથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને- તે પદાર્થો અનેક પ્રકારના અને વિરૂદ્ધ જાતિના હોવા છતાં પણ જાણે છે. અર્થાત્ કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશથી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણે છે. (૨) ઊણા જ્ઞાનને લઈને રાગમાં અટકતું જ્ઞાન રૂપને જાણવા વખતે રૂપને જ જાણે, ગંધને જાણવા વખતે ગંધને જ જાણે, તેમ પાંચે ઈન્દ્રિયોમાં ખંડ ખંડ જાણે; જે વખતે જેને જાણવા તરફ વળે તેને જાણે તે જ્ઞાન ક્ષાયોપથમિક છે; ઊણું છે. #ાયોપથમિક જ્ઞાન તે ખંડ ખંડ જ્ઞાન છે તેમાં જે વખતે જે ઈન્દ્રિય તરફ જાણવા માગે તે વખતે તે માત્ર એક જ ઈન્દ્રિયના વિષયને જાણી શકે છે. કાનથી શબ્દ સંભળાય, પણ કાનથી સ્વાદ ન આવે, તેમ આંખ તરફ લક્ષ કરે ત્યારે રૂપ જણાય, પણ આંખથી સુગંધ ન આવે, તેમ જાણવા માટે જીભ તરફ લક્ષ કરે ત્યારે સ્વાદ જણાય, પણ જીભથી સાંભળી શકાય નહિ, તેમ સુગંધ જાણવા માટે નાક તરફ લક્ષ કરે ત્યારે તેનાથી ગંધ જણાય, પણ નાકથી રસનો સ્વાદ જાણી શકાય નહિ, તેમ ટાઢો-ઊનો સ્પર્શ જાણવા માટે સ્પર્શેન્દ્રિય તરફ લક્ષ કરે તેના વડે ટાઢો-ઊનો વગેરે. સ્પર્શ જણાય પરંતુ
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy