SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ માયિક શાન :કેવળ જ્ઞાન (૨) નિર્વિકાર સહજ આનંદમાં લીન રહી સહજપણે જાણ્યા કરવું તે જ ક્ષાયિક જ્ઞાનનું સ્વરૂપ છે. જ્ઞેય પદાર્થોમાં અટકવું-એમના સન્મુખ વૃત્તિ થવી તે ક્ષાયિક જ્ઞાનનું સ્વરૂપ નથી પણ કર્મને ભોગવનાર છે. જ્ઞાતા જો જ્ઞેય પદાર્થરૂપે પરિણમતો હોય, તો તે સકળ કર્મવનના ાયે પ્રવર્તતા સ્વભાવિક જાણપણાનું-ક્ષાયિક જ્ઞાનનું-કારણ નથી; અથવા તેને પદાર્થરૂપે પરિણતિ દ્વારા મૃગતૃષ્ણામાં જળસમૂહની કલ્પના કરવાના માનસવાળોનો આત્મા દુઃસહ કર્મભારને જ ભોગવે છે એમ જિનેદ્રોએ કહ્યું છે. (૩) અવશ્યમેવ સર્વથા સર્વદા સર્વદા સર્વને જાણે છે. ક્રમપૂર્વક જાણવું, નિયત આત્મ પ્રદેશથી જ જાણવું, અમુકને જ જાણવું-ઇત્યાદિ મર્યાદાઓ મતિ-શ્રુતાદિ ક્ષાયોપશામિક જ્ઞાનમાં જ સંભવે છે. શાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપદ સર્વ આત્મપ્રદેશેથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને-તે પદાર્થો અનેક પ્રકારના અને વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ-જાણે છે અર્થાત્ કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશેથી સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને જાણે છે. (૪) ખરેખર ક્ષાયિક જ્ઞાનનું, સર્વોત્કૃષ્ટતાના સ્થાનભૂત પરમ મહાત્મ્ય છે. જે જ્ઞાન એકી સાથે જ (અક્રમે) સર્વ પદાર્થોને અવલંબીને પ્રવર્તે છે તે જ્ઞાન-પોતામાં સમસ્ત વસ્તુઓના શેયાકારો પત્થરમાં ટાંકણાથી કોરેલી આકૃતિ માફક સ્થિત હોવાથી જેણે નિત્યત્વ પ્રાપ્ત કર્યું છે અને સમસ્ત વ્યક્તિઓ (ભેદો) પ્રાપ્ત કરી હોવાથી જેણે સ્વભાવ પ્રકાશક ક્ષાયિકભાવ પ્રગટ કર્યો છે એવું-ત્રણે કાળે સદાય વિષય રહેતા (અસમાનજાતિપણે પરિણમતા) અને અનંત પ્રકારોને લીધે વિચિત્રતાને પામેલા એવા આખાય સર્વ પદાર્થોના સમૂહને જાણતું થયું, અક્રમે અનંત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને પહોંચી વળતું હોવાથી જેણે અદ્ભુત માહાત્મ્ય પ્રગટ કર્યું છે એવું સર્વમત જ છે. ભાવાર્થ :- અક્રમે પ્રવર્તતું જ્ઞાન એક જ્ઞેયથી બીજા જ્ઞેય પ્રત્યે પલટાતું નહિ હોવાથી નિત્ય છે, પોતાની સમસ્ત શક્તિઓ ખુલી ગઈ હોવાથી ક્ષાયિક; આવા અક્રમિક જ્ઞાનવાળો પુરષ જ સર્વજ્ઞ હોઈ શકે. સર્વજ્ઞતા એ જ્ઞાનનું કોઈ પરમ અદ્ભુત માહાત્મ્ય છે. (૫) શાયિક જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપદ્ સર્વ આત્મપ્રદેશેથી ૨૯૩ ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાથોને - તે પદાર્થો અનેક પ્રકારના અને વિરૂદ્ધ જાતિના હોવા છતાં પણ-જાણે છે. અર્થાત્ કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશેથી સર્વ દ્રવ્ય ક્ષેત્ર-કાળ-ભાવને જાણે છે. (૬) કેવળજ્ઞાન તો અમર્યાદિત હોવાથી પુગપદ્ સર્વ આત્મપ્રદેશેથી ત્રણે કાળના પર્યાયો સહિત સર્વ પદાર્થોને - પદાર્થો અનેક પ્રકારના અને વિરૂદ્ધ જાતિના હોવા છતાં પણ જાણે છે. અર્થાત્ કેવળજ્ઞાન એક જ સમયે સર્વ આત્મપ્રદેશથી સર્વ દ્રવ્યક્ષેત્ર-કાળ-ભાવને જાણે છે. (૭) જે જ્ઞાન એકી વખતે સર્વ આત્મપ્રેદેશેથી તત્કાળ વર્તતા એ અતીત કે અનાગત કાળે વર્તતા સમસ્ત પદાર્થોને વિષમ (મૂર્ત, અમૂર્ત આદિ અસમાન જાતિના સર્વ પદાર્થોને જાણે છે તે જ્ઞાનને શ્રાયિક જ્ઞાન કહ્યું છે. (૯) કેવળજ્ઞાન. સાયિક જીવ આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ ત્રિકાળ પરમ પરિણામિકભાવ સ્વરૂપ જ છે. એ તેને આશ્રયે આ જે કેવળજ્ઞાનાદિ નવી પર્યાય પ્રગટ થઈ છે તે ક્ષાયિકભાવરૂપ છે. કર્મનો (દ્રવ્ય કર્મ અને ભાવકર્મનો) અત્યંત ક્ષય થઈને તે ઉત્પન્ન થઈ છે ને ? તો તેને ક્ષાયિકભાવ કહે છે. જેને આ કેવળદર્શનકેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવની નવી પર્યાય પ્રગટ થઈ છે તેને અહીં ક્ષાયિક જીવ કહ્યા છે. (૨) આત્મા અંદર શુદ્ધ, બુદ્ધ, ચૈતન્ય ઘન, સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રભુ આત્મા ત્રિકાળ ધ્રુવ સ્વરૂપે બિરાજે છે. તો તેને ધ્યેય બનાવીને જીવ પ્રથમ સમ્યક્દર્શન પ્રગટ કરે છે, અને તત્કાળ જ તને સમ્યજ્ઞાન થાય છે. પછી ધ્યાનની એકાગ્રતાની વિશેષતા (શુકલ ધ્યાન) થઈને તેને પૂર્ણ ચારિત્રની તેમજ પૂર્ણ જ્ઞાન-દર્શન અને વીર્યની દશા પ્રગટ થાય છે. અહા ! ત્યાં જ કેવળદર્શન-કેવળજ્ઞાનાદિ દશા પ્રગટ થઈ તે ક્ષાયિકભાવ છે, કેમકે તે દ્રવ્યભાવ ઘાતિકર્મોનો ક્ષય થઈને પ્રગટ થઈ છે, ને હવે તે પ્રગટ થઈ છે તે કદીય જાશે (નષ્ટ થાશે) નહિ. આવો જ્ઞાયિકભાવ જેને પ્રગટ થયો છે તે ક્ષાયિક જીવ છે. (૩) જ્ઞાયિક ભાવ સ્વભાવની વ્યક્તિરૂપ હોવાથી અવિનાશી હોવા છતાં પણ સાદિ છે કારણ કે કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે તેથી જ કર્મકૃત કહેવામાં આવે છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy