SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય, એમ ન બને. “ભગવતી આરાધના” જોશો. કેવળજ્ઞાનનો અર્થ વર્તમાનમાં શાસ્ત્રવેત્તા માત્ર શબ્દ બંધથી જે કહે છે તે પથાર્થ નથી. વળી ભૂત ભવિષ્ય જાણવું એનું નામ કેવળજ્ઞાન છે, એવી વ્યાખ્યા મુખ્યપણે શાસ્ત્રકારે પણ કહી નથી. જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન જ્ઞાની પુરુષોએ કહ્યું છે અને તે જ્ઞાનમાં મુખ્યતો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યાં છે. જે ત્રણ કાળ અને ત્રણલોકવર્તી સર્વ પદાર્થોને (અનન્ત ધર્માત્મક સર્વ દ્રવ્ય-ગુણ-પર્યાયને) પ્રત્યેક સમયમાં યથાસ્થિત, પરિપૂર્ણરૂપે સ્પષ્ટ અને એકસાથે જાણે છે, તેને કેવળજ્ઞાન કહે છે. સર્વ દ્રવ્ય ગુણ-પર્યાયને, કેવળજ્ઞાની ભગવાન જાણે છે પણ તેના અપેક્ષિત ધર્મોને, જાણી શકતા નથી- એમ માનવું તે અજ્ઞાન છે. તે અસત્ય છે અને તે અનંતને અથવા માત્ર પોતાના આત્માને જ જાણે, પણ સર્વને ન જાણે એમ માનવું તે પણ, ન્યાયથી વિરુદ્ધ છે. કેવળજ્ઞાની ભવાન શાયોપથમિક જ્ઞાનવાળા જીવોની માફક અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા રૂપ કુમથી જાણતા નથી. પરંતુ સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ, ભાવને યુગપત્ (એક સાથે, જાણે છે. એ રીતે તેમને બધુંય પ્રત્યક્ષ વર્તે છે. અતિ વિસ્તારથી બસ થાઓ, અનિવારિક (રોકી ન શકાય એવો એમર્યાદિત) જેનો ફેલાવ છે, એવા પ્રકાશવાળું હોવાથી જ્ઞાયિકજ્ઞાન (કેવળજ્ઞાન)અવશ્યમેવ, સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે. નોંધઃ- શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનથી સિદ્ધ થાય છે કે, પ્રત્યેક દ્રવ્યમાંથી નિશ્ચિત અને ક્રમબદ્ધ પર્યાય થાય છે. આવા અવળા થતા નથી. નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગે તન્મયાકાર, સહજ સ્વભાવે નિર્વિકલ્પણે આત્મા પરિણમે, તે કેવળ જ્ઞાન છે. (૧) કાળ પરિવર્તન સ્વરૂપ (૨) કર્મ ભૂમિ (૩) કુલાચલ (૪) કૃષિકર્મ અસહાય જ્ઞાન; એટલે કે ઇન્દ્રિય મન કે આલોકની અપેક્ષા રહિત આ જ્ઞાન છે, ત્રિકાળગોચર અનંત પદાર્થોને પ્રાપ્ત અનન્ત વસ્તુઓને તે જાણે છે. અસંકુચિત (સંકોચ વગરનું) છે, અને અપ્રતિક્ષારહિત છે, કેવળજ્ઞાન અમર્યાદિત છે. સર્વદ્રવ્ય અને તે દ્રવ્યના ત્રિકાળવર્તી અનંતાનંત પર્યાયોને અક્રમથી એક કાળે કેવળજ્ઞાન જાણે છે; તે જ્ઞાન સહજ (ઇચ્છા વિના) જાણે છે. કેવળજ્ઞાનમાં એવી શક્તિ છે કે અનંતાનંત લોક-અલોક હોય તો પણ તેને જાણવાને કેવળજ્ઞાન સમર્થ છે. જે સર્વ દ્રવ્યો અને તેના સર્વ પર્યાયોને યુગપત્ (એકસાથે) પ્રત્યક્ષ જાણે તે કેવળજ્ઞાન છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન કેવળી ભગવાનને કેવળજ્ઞાન અને કેવળ દર્શન, એક સાથે જ પ્રવર્તે છે. આ પ્રમાણે હોવા છતાં કેવળી ભગવાનને તેમજ સિદ્ધભગવાનને જે સમયે જ્ઞાનપયોગ હોય, ત્યારે દર્શનોપયોગ ન હોય અને જ્યારે દર્શનોપયોગ હોય, ત્યારે જ્ઞાનોપયોગ ન હોય એમ માનવું, તે મિથ્યા માન્યતા છે. કેવળજ્ઞાન એકાંતિક સુખ છે. કેવળ જ્ઞાનમાં પણ પરિણામ થયા કરતાં હોવાથી થાક લાગે અને તેથી દુઃખ થાય; માટે કેવળજ્ઞાન એકાંતિક સુખ કઇ રીતે હોઇ શકે? એવી શંકાનું અહીં સમાધાન કરે છે. પરિણામ માત્ર થાકનું કે દુઃખનું કારણ નથી, પણ ઘાતિ કર્મોના નિમિત્તે થતા પરસનુખ પરિણામ થાકનાં કે દુઃખના કારણ છે. કેવળજ્ઞાનમાં ધાતિકર્મો અવિદ્યમાન હોવાથી ત્યાં થાક કે દુઃખ નથી. વળી કેવળજ્ઞાન પોતે જ પરિણામ શીલ છે; પરિણમન કેવળજ્ઞાનનું સ્વરૂપ જ છે, ઉપાધિ નથી. પરિણામનો નાશ થાય તો કેવળપાનનો જ નાશ થાય. આ રીતે પરિણામ કેવળજ્ઞાનનું સહજ સ્વરૂપ હોવાથી કેવળજ્ઞાનને પરિણામ દ્વારા ખેદ હોઇ શકે નહિ હોતો નથી.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy