SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ કલ્પ :ઉત્સર્પિણી અને અવસર્પિણીના મળીને, ૨૦ ક્રોડાકોડી સમયને, કલ્પ કહે | છે. (૨) વિધિ; વિધાન (૩) ૪,૩૨૦,૦૦૦,૦૦૦ વર્ષોનો સમય (૪) નવ ગ્રેવેષકાની પહેલાંના સોળ સ્વર્ગોને, કલ્પ કહેવાય છે. તેની આગળનાં વિમાનો, કલ્પાપીત કહેવાય છે. કુષે નહિ ખપે નહિ કલ્પકાલ ૨૦ કોડાકોડી સાગરનો આ કાલ છે, એક અવસર્પિણી તથા એક ઉત્સર્પિણીનો કાલ. કલ્પદ્રુમ :કલ્પવૃક્ષ; કલ્પતરું; જે વૃક્ષ નીચે ઈચ્છા કરનારને, તેવુ મળે એવું વૃક્ષ (૨) કલ્પવૃક્ષ; નીચે બેસનાર જેનો વિકલ્પ કરે તે વસ્તુ આપે એવું મનાતું સ્વર્ગનું એક ઝાડ. કલ્પના :ભ્રાન્તિ (૨) ઊંધી માન્યતા (3) ભ્રાન્તિ (૪) જેથી કોઇ કાર્ય ન થાય તેવા વિચારો; મનના તરંગ. (૫) દીક અઠીકપણાની ભ્રાન્તિ કપનાથી પર :કલ્પનાથી આઘે કલ્પનાથી દૂર કુપનાથી “પર’ :આઘે કલ્પસૂત્ર જૈન સાધુઓ માટે આચાર વર્ણવતું ધર્મ પુસ્તક કલ્પિત નિરર્થક, સાર્થક નહીં તે; જીવની કલ્પના માત્ર. (૨) નિરર્થક; સાર્થક નહીં તે; નકામી. (૩) ભક્તિ પ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય, તે બધું કલ્પિત જ. કાવ્ય, સાહિત્ય કે સંગીત આદિ ભક્ત પ્રયોજનરૂપ કે આત્માર્થે ન હોય, તે બધું જ કલ્પિત જ. કલ્પણ કષાયાદિ કર્મમળ. (૨) કર્મમળનો વાચક છે. (૩) કષાયભાવ (૪) કર્મમાળ; મિથ્યાત્વાદિ કર્મો. કુમ્ભયના ઉદયથી મિથ્યાત્વાદિ કર્મોના ઉદયથી-ઉદય વશે. કુષ્મણો કષાયાદિરૂપ કર્મો. કુભાષિત :મેલી; મલિન, મલિનતા. કલ્યાણ સુખ (૨) શુભ; માંગલિક; શ્રેય-રૂપ; શ્રેયસ્કર; સુખી; ભાગ્યશાલી; મંગળ; શ્રેય; હિત; ભલું; સુખશાંતિ. (૩) સન્દુરુષની આજ્ઞાએ ચાલવું તે. ૨૭૪ કલ્યાણક શુભકરનાર; મંગળકરનાર; શ્રેયરૂપ; શ્રેયસ્કર; સુખદાયક; ભાગ્યશાળી; મંગળદાયક; તીર્થંકર ભગવાનના જીવનને લગતા મુખ્ય મુખ્ય પ્રસંગોને, તે તે સમય (ચ્યવન-ગર્ભ ધારણ, જન્મ, કૈવલ્ય અને નિર્વાણમાંનો પ્રત્યેક સમય.). કલ્યાણકો (૧) ગર્ભ, (૨) જન્મ, (૩) તપ, (૪) જ્ઞાન અને (૫) નિર્વાણ કલ્યાણકો વિષે, ઈન્દ્રાદિક દેવો દ્વારા વિશેષ પૂજ્ય થઈ, હાલ સિદ્ધાલયમાં વર્તમાન રજ તીર્થકરો વિરાજમાન છે. કલયોગી :જેઓ યોગીઓના કુલમાં જન્મ્યા છે. કલોલ :તરંગ. જ્ઞાન કલ્લોલો = જ્ઞાનના તંરગો, જ્ઞાનનાર આકારની ઝલક. (૨) મોજું; આનંદ, આનંદથી ઉભરાવું ને; તરંગ. કલેવર :શરીર કલેશ કષાય. (૨) દુઃખ (૩) માનસિક સંતાપ; કંકાસ; ઝઘડો; કજિયો. કલુષ :જૂર; દુષ્ટ; કાદવવાળું; કીચડ-ગારાવાળું; કાદવ; ગુસ્સાવાળું; રૂંધાયેલું. (૨) મલિન. (૩) કષાયવાળું. (૪) કાદવવાળું; મેલું, ગંદું; દુષ્ટ; ઘાતકી; પાપી; કાદવ; મળ. પાપ. કયતા જ્યારે ક્રોધ, માન, માયા અથવા લોભ, ચિત્તનો આશ્રય પામીને જીવને ક્ષોભ કરે છે, ત્યારે તેને, જ્ઞાનીઓ કલુષતા કહે છે. ક્રોધ, માન, માયા અને લોભના તીવ્ર ઉદયે, ચિત્તનો ક્ષોભ, તે કલુષતા છે. તેમના જ (ક્રોધાદિના જ) મંદ ઉદયે, ચિત્તની પ્રસન્નતા ને અકલુપતા છે તે અકલુષતાં, કદાચિત્ કષાયનો વિશિષ્ટ (ખાસ પ્રકારનો) ક્ષયોપશમ હોતાં, અજ્ઞાનીને હોય છે; કષાયના ઉદયને અનુસરતી પરિણતિમાંથી, ઉપયોગ અસમગ્રપણે પાછો વળ્યો, હોય ત્યોર (અર્થાત્ કષાયના ઉદયને અનુસરતા પરિણમનમાંથી ઉપયોગને પૂરો પાછો વાળ્યો ન હોય ત્યારે), મધ્યમ ભૂમિકાઓમાં (મધ્યમ ગુણસ્થાનમાં), કદાચિત જ્ઞાનીને પણ હોય છે. (૨) અસ્થિરતા (૩) ક્રૂરતા; દુષ્ટતા; મલિનતા; ગુસ્સાવાળું. કથભાવ:જ્યારે ક્રોધ, માન, માયા કે લોભ ચિત્તમાં આવીને, જીવની અંદર ક્ષોભ કે મલિનતા ઉત્પન્ન કરે છે, ત્યારે તે ભાવને જ્ઞાનીઓએ, કલુષભાવ કહ્યો છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy