SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કાર્મણ વર્ગણમાં એવું ચમત્કારિક બળ જીવના ભાવના સંયોગથી ઉપજે છે, ને યોગ્ય કાળે ફળ આપે છે. દષ્ટાંત તરીકે ઝેર અને અમૃત બન્ને પુલ છે. તેમાં ઝેરનો ગુણ મૃત્યુ પમાડવાનો અને અમૃતનો ગુણ જીવન આપવાનો છે. તે બન્ને જડ હોવાથી. પોતાના ગુણને કે તેવું ફળ આપવાના સંકલ્પને જાણતાં નથી. જીવ ઝેર કે અમૃત ખાય તો થોડા કાળે તે પદાર્થ તેની પ્રકૃતિ પ્રમાણે ફળ આપે છે. તેમાં કંઈ ફેર પડતો નથી. તેવી રીતે જીવ શુભ કે અશુભ જેવા ભાવ કરે તેવાં શુભ કે અશુભ કર્મ બાંધે છે ને વખત જતાં તે કર્મો પુછ્યું કે પાપના ઉદયરૂપે જીવને ફળ આપે છે. કર્મગ્રંથ :કર્મગ્રંથના બંધ ચક્રમાં આઠે કર્મપ્રકૃતિ જે બતાવી છે તેની ઉત્તર પ્રવૃતિઓ એક જીવઆશ્રયી અપવાદ સાથે બંધ ઉદયાદિમાં છે, પરંતુ તેમાં આવ્યું અપવાદરૂપે છે. તે એવી રીતે કે મિથ્યાત્વગુણસ્થાનકવર્તી જીવને બંધમાં ચાર આયુની પ્રકૃતિનો (અપવાદ) જણાવ્યો છે. તેમાં એમ સમજવાનું નથી કે ચાલતા પર્યાયમાં ચારે ગતિના આયુનો બંધ કરે; પરંતુ આયુનો બંધ કરવા માટે વર્તમાનપર્યાયમાં એ ગુણસ્થાનકવર્તી જીવને ચાર ગતિ ખુલ્લી છે. તેમાં ચારમાંથી એક એક ગતિનો બંધ કરી શકે. તે જ પ્રમાણે જે પર્યાયમાં જીવ હોય તેને તે આયુનો ઉદય હોય. મતલબ કે ચાર ગતિમાંથી વર્તમાન એક ગતિનો ઉદય હોઈ શકે; ને ઉદીરણા પણ તેની જ હોઈ શકે. સિત્તેર કોડાકોડીનો મોટામાં મોટો સ્થિતિબંધ છે. તેમાં અસંખ્યાતા ભવ થાય. વળી પાછો તેવો ને તેવો ક્રમે ક્રમે બંધ પડતો જાય. એવા અનંત બંધની અપેક્ષાએ અનંતા ભવ કહેવાય; પણ અગાઉ કહ્યા પ્રમાણે જ ભવનો બંધ પડે. કર્મચેતના :કર્મ એટલે રાગરૂપી કાર્ય, રાગનું વિકારનું કરવાપું તે કર્મ ચેતના છે. તે આત્માની જ્ઞાન ચેતના નથી ભાઇ! દયા, દાન પૂજા, ભકિતના શુભ ભાવને હિંસા, જૂઠ, ચોરી આદિ અશુભભાવ તે બન્ને કર્મ ચેતના છે. (૨) પુણ્ય અને પાપના ભાવ તે કર્મ ચેતના છે. પુણ્ય-પાપરૂપ કાર્ય, તે કર્મચેતના છે. (૩) જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી, તે કર્મ ચેતના છે. આ હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભરાગ ને દયા, દાન, વ્રત, પૂજા, ભક્તિ આદિ, શુભરાગનું જે ચેતવું છે, તે કર્મ ચેતના છે. ૨૬૨ ક્ષ્મ ચોટેિ છે. દ્રવ્ય કર્મ બંધાય છે. કર્મ પ્રકતિ કર્મ પ્રકૃતિના આઠ ભેદ છે. ૧. જ્ઞાનાવરણીય, ૨. દર્શનાવરણીય, ૩, મોહનીય, ૪. વેદનીય, ૫. આયુ, ૬. નામ, ૭. ગોત્ર અને ૮. અંતરાય. ૧. જ્ઞાનારણીય પ્રકૃતિના પાંચ ભેદ છે. ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુત જ્ઞાનાવરણીય, ૩, અવધિજ્ઞાનાવરણીય, ૪. મનઃ પર્યાય જ્ઞાનાવરણીય અને ૫. કેવળજ્ઞાનાવરણીય. દર્શનાવરણીય પ્રકૃતિના નવ ભેદ છે. ૧. ચક્ષુદર્શના વરણીય, ૨. અચક્ષુદર્શાનાવરણીય, ૩. અવધિ દર્શનાવરણીય, ૪. કેવળદર્શનાવરણીય, ૫. નિદ્રા દર્શનાવરણીય, ૬. નિદ્રાનિદ્રા દર્શનાવરણીય, ૭. પ્રચલા દર્શનાવરણીય, ૮, પ્રચલપ્રચલા દર્શનાવરણીય, ૯. સ્યાનગૃદ્ધિ દર્શનાવરણીય. ૩. વેદનીય પ્રકૃતિના બે ભેદ છેઃ ૧. શતાવેદનીય ૨. અશાતા વેદનીય ૪. મોહનીય પ્રકૃતિના ૨૮ ભેદ છે. ૧. સમ્યકત્વ મોહનીય, ૨. મિથ્યાત્વ મોહનીય, ૩. સખ્યત્વે મિથ્યાત્વ મોહનીય, ૪. અનંતાનું બંધી કષાય વેદનીય, મોહનીય કર્મ, ૫. અપ્રત્યાખ્યાના વરણીય ક્રોધ વેદનીય મોહનીય કર્મ, ૬, પ્રત્યાખ્યાન વરણીય ક્રોધકષાય વેદનીય મોહકર્મ, ૭. સંજવલન ક્રોધ કષાય વેદનીય મોહકર્મ, ૮. અનંતાનુબંધી માનકષાય વેદનીય મોહનીય કર્મ, ૯. અપ્રત્યાખ્યાનાવરણીય માનકષાય વેદનીય મોહ કર્મ, ૧૦. પ્રત્યાખ્યાનાવરણીય માન કષાય વેદનીય મોહનીય કર્મ, ૧૧. સંજવલન કર્મ પ્રકમ કામ માથે લેવું તે; કામમાં જોડાવું તે; કામની અવસ્થા. (૨) કામની વ્યવસ્થા. કમે પ્રવર્તતું મૂર્તિક ઈંદ્રિય જ જ્ઞાન, ક્રમે પ્રવર્તે છે. યુગ૫દ થતું નથી; તેમ મૂર્તિક ઇંદ્રિય જ સુખ પણ, ક્રમે થાય છે, એકી સાથે સર્વ ઈદ્રિયો દ્વારા, કે સર્વ પ્રકારે, થતું નથી. કર્મ માહીન ચાર ઘાતિના કર્મથી રહિત. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ સાર ઘાતિયા કર્મ છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy