SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ઔપશિકભાવ :સમ્યક્દર્શનની પર્યાય. તો તે ઔપમિક ભાવને આશ્રયે પણ આત્મા ગમ્ય નથી. (૨) પાંચ ભાવોમાં એક, ઔપમિક ભાવ છે. તે નિર્મળ છે. જેમ પાણીમાં મેલ હોય, તે મેલ નીચે ઠરી જાય અને ઉપર પાણી નિર્મળ થઈ જાય, તેમ કર્મનો ઉદય ઠરે, એ અંદર પર્યાયમાં નિર્મળ ભાવ પ્રગટ થાય, તેને ઔપમિક ભાવ કહે છે. અનાદિ અજ્ઞાની જીવને, સૌ પ્રથમ જ્યારે પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન કરે, ત્યારે, ચોથે ગુણસ્થાને, ઔપમિક સમ્યગ્દર્શન થાય છે. આ ઔપમિક ભાવથી, ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રમાં ઉપશમભાવ ઉપશ્રમશ્રેણી વખતે, મુનિને હોય છે. આ ઉપશમ ભાવ, એ નિર્મળ ભાવ છે. તેમાં મોહનો વર્તમાન ઉદય નથી. તેમજ તેનો સર્વથા, ક્ષય પણ થઈ ગયો નથી. જેમ નીતરેલા સ્વચ્છ પાણીમાં, નીચે કાદવ બેસી ગયો હોય, તેમ સત્તામાં મોહકર્મ પડ્યું છે. જીવની આવી નિર્મળ પર્યાયને, ઔપમિક ભાવ કહે છે. ઔપાયિક દ્રવ્ય કર્મરૂપ ઉપાધિ સાથે સંબંધવાળા; દ્રવ્યકર્મરૂપ ઉપાધિ જેમાં નિમિત્ત હોય છે એવા; અસ્વાભાવિક; વૈભાવિક; વિકારી. ઔપાધિક ઃઆવરણયુક્ત (૨) નિમિત્તરૂપ જ્ઞાનાવર્ણાદિક દ્રવ્યકર્મ. (૩) સંયોગી ભાવ; ઉપાધિ ભાવ. (૩) ઉપાધિને લગતું; ઉપાધિને કારણે થયેલું; ઔષધિ જ્ઞાનીએ, અનંત ઔષિધ અનંતા ગુણો સંયુક્ત જોઈ છે; પરંતુ મોત મટાડી શકે એવી ઔષધિ, કોઈ જોવામાં આવી નહીં ! વૈદ્ય અને ઔષધિ, એ નિમિત્તરૂપ છે. ઐહિક લૌકિક; ભૌતિક; સાંસારિક; આ દુનિયાને લગતું. ૐ પુરુષ દુષ્ટ માણસઃ દુર્જન કૃઅવધિજ્ઞાન અજ્ઞાનીના અવિધ જ્ઞાનને કુઅધિજ્ઞાન અથવા વિભંગજ્ઞાન કહે છે. કોઇ મિથ્યાદષ્ટિને તે અભિવ હોય તો પણ તેને વિભંગ જ્ઞાન થાય છે, કે જમાં સાત દ્વીપ ને સાત સમુદ્ર જણાય છે. પરંતુ એ બધું વિપરીત જ્ઞાન છે. કુઆશાર ઃકુશીલ. ગુરુ :કુગુરુ વગેરેનું સેવન, તે તો અનાદિના દર્શન મોહને પુષ્ટ કરે છે. કુગુરુ કેવા છે? કે અંતરમાં તો જેને મિથ્યાત્વાદિ એ રાગાદિક છે, અને બહારમાં ધન, વસ્ત્ર ૨૪૯ વગેરેનો સ્નેહ રાખે છે; તથા શુધ્ધ દિગમ્બર દશા સિવાયના બીજા ખોટા વેષને ધારણ કરીને પોતાનો મહંતભાવ પોષે છે. તે કુગુરુઓ જન્મજળથી ભરપૂર એવા, આ સંસાર સમુદ્રમાં પત્થરની નૌકા જેવા છે; જેમ પત્થરની નૌકા પોતે ડૂબે છે, ને તેમાં બેસનાર પણ ડૂબે છે; તેમ કુગુરુઓ પોતે ભવ સમુદ્રમાં ડૂબે છે, ને તેનું સેવન કરનાર પણ, ભવ સમુદ્રમાં ડૂબે છે. (૨) વસાદિ સહિત હોવા છતાં પોતાને જિન લિંગ ધારક માને છે, તે કુગુરુ છે. જનિ માર્ગમાં ત્રણ લિંગ તો શ્રદ્ધાપૂર્વક છે. એક તો જિનસ્વરૂપ. નિગ્રંથ દિગંબર મુનિર્લિંગ. બીજું ઉત્કૃષ્ટ શ્રાવકરૂપ ૧૦મી. ૧૧ મી પ્રતિમા ધારક શ્રાવક લિંગ, અને ત્રીજું આર્થિકાઓનું રૂપ, એ સ્ત્રીઓનું લિંગ, એ ત્રણ સિવાય કોઇ ચોથું લિંગ, સમ્યગ્દર્શન સ્વરૂપ નથી. માટે એ ત્રણ લિંગ વિના, અન્ય લિંગને જે માને છે તેને જિનમતની શ્રદ્ધા નથી પણ મિથ્યાઇષ્ટ છે. (દર્શન પાહુડ ગાથા ૧૮.) માટે કુલિંગના ધારક છે. મિથ્યાત્વાદિ અંતરંગ તથા વસ્ત્રાદિ બહિરંગ પરિગ્રહ સહિત છે, તે પોતાને મુનિ માને છે, મનાવે છે તે કુગુરુ છે. જેવી રીતે પથ્થરની નાવ પોતે ડૂબે છે તથા તેમાં બેસનારા પણ ડૂબે છે; એ રીતે કુગુરુ પોતે પણ સંસાર સમુદ્રમાં ડૂબે છે. અને તેને વંદન, સેવા, ભક્તિ કરનારાઓ પણ, અનંત સંસારમાં ડૂબે છે અર્થાત્ કુગુરુની શ્રદ્ધા, ભક્તિ, વિનય, પૂજા તથા અનુમોદન કરવાથી ગૃહીત મિથ્યાત્વનું સેવન થાય છે અને તેથી જીવ અનંતકાળ ભવભ્રમણ કરે છે. (૩) જેને આત્મજ્ઞાન નથી એવા ગુરુ થઇ પડેલા. કંઇ :અનેક; અનંત કંકર :કાંકરો; નાનો પત્થર; કાંકરી; મરડિયો. કુંકિત કરવું રૂંધવું; અટકાવવું. કુબ્જક સંસ્થાન :જે કર્મના ઉદયથી કુબડું શરીર હોય. કંબા ઈચ્છા. કંબા મોહનીય તપાદિ કરી પરલોકના સુખની અભિલાષા કરવી તે; કર્મ તથા કર્મના ફળમાં તન્મય થવું અથવા અન્ય ધર્મોની ઇચ્છા કરવી. કંચન સોનું
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy