SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ કાર = અરિહંત, અ = અશરીરી સિદ્ધ પરમાત્મા; આ = આચાર્ય; ઉ = ઉપાધ્યાય; મ = મુનિ, અ + અ + આ + 9 + મ =. આ મહામંત્રમાં પંચપરમેશ્વરીપદ, સર્વ શાસ્ત્રોનો સાર, સર્વ ગુણસંપન્ન શુદ્ધ આત્મસ્વરૂપનો ભાવ સમાય છે. #પરમાત્માને નમઃ અહીં ભાવ કાર આત્મા છે, ને દ્રવ્ય કામ વાણી છે તેને નમસ્કાર તથા પરમસ્વરૂપ પરમાત્મા એવા ભગવાન આત્માને નમસ્કાર. આ રીતે માંગલિક પૂર્વક ગ્રંથ પ્રારંભ કરે છે. છે કાર ધ્વનિ દિવ્ય વાણી; ભગવાનની વાણી આપણા જેવી કમવાળી ન હોય, સર્વાગોથી સ્ફરતી તે નિરક્ષરી કારધ્વનિરૂપ હોય છે, તેને ગણધરો સાંભળીને અર્થ વિચારીને શાસ્ત્રો રચે છે તેને આગમ કહે છે, ઓલંભો ઉપાલંભ; ઠપકો. ઓલા :બીજા; પેલા. ઓળખ :પ્રતીતિ (૨) આકાર; ભાત; ડિઝાઈન. ઓળખવું પરિણમન કરવું. ઓળખાણ :પ્રતીતિ ઓળંભો ઉપાલંભ; ઠપકો; કનિયો. (૧) ગૂમડું થયું હોય ત્યાં એના મૂળમાં થતી ગાંઠ, ઢીમણું (૩) પડછાયો; ઓળો. ઓળવું :ઓથ; આશરો. ઓળાવવું :છુપાવવું; સંતાડવું; ખોટી રીતે લઈ લેવું; પચાવી પાડવું. (૨) ખોટી રીતે પોતાની માલિકીનું બનાવી લેવું; ઓળવીને ભૂલીને; (ઓળવવું ભૂલી જવું;). ઓશિયાળ :પરાધીનતા; અધીન; પરવશ; ગરજ. ઔપાર્ષિક ઉપાધિને લગતું; ઉપાધિને કારણે થયેલું;એકાએક થયેલું; શરતી. ઓસ :ઝાકળ; ઠાર ઓસર્યા છે:પાછા હઠ્યા છે; ઓસરવું ખસી જવું; ઓછું થવું; ઘટી જવું; દુબળું થઈ જવું; સુકાઈ જવું;શરમાવું. ઓસરાવવી :મોળી પાડવી ૨૪૬ ઓસરાવી ખસેડી, ઓછી કરી; ઘટી જવું. (૨) સંકોચાવું; ઓછું થવું; ઘટાડવું; સુકાવું, શરમાવું. ઓસવાળ :તે ઓરપાક જાતના રજપૂત છે. ધ :આઉ; પશુ-માદાના આંચળ ઉપરનો ભરાવદાર ભાગ. ઔદયિક પુણ્ય-પાપનાં વિકલ્પો, પુણ્ય-પાપના પરિણામ, દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિ ને હિંસાદિના વિકલ્પોને ઔદયિક ભાવ કહીએ, અને તેને ત્રિકાળી ભાવ ગમ્ય નથી. (૨) પુણય-પાપના વિકલ્પો; પુણય-પાપના પરિણામ. દયા, દાન,વ્રત, ભક્તિ ઈત્યાદિને હિંસા, જૂઠ ઈત્યાદિના પરિણામોને ઔદયિક ભાવો કહીએ. (૩) કર્મના ઉદયવશ થવું. સ્વભાવથી નથી હોતા. દયિક ભાવ:જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય છે, એવો જીવનો રાગાદિ વિકાર ભાવ, તે ઔદયિક છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ તથા હિંસા, જૂઠ ચોરી, કુશીવ આદિના, જે ભાવ થાય તે ઔદયિક ભાવ છે, એક અપેક્ષા, તેને પારિણામિક કહ્યો છે. જીવ સ્વયં તે ભાવ કરે છે. તે અપેક્ષાએ તેને પારિણામિક કહ્યો છે અને કર્મોદયના નિમિત્તના વશે થાય છે, માટે તેને ઔદયિકભાવ કહેવાય છે. અનાદિથી બધા સંસારી જીવોને, ઓદયિક ભાવ હોય છે. મોક્ષદશા થતાં, તેનો સર્વથા અભાવ થાય છે. (૨) સર્વ ઔદયિક ભાવો બંધનું કારણ છે એમ ન સમજવું, પણ માન મિથ્યાત્વ, અસંયમ, કષાય અને યોગ એ ચાર ભાવો બંધનું કારણ છે. (૩) કર્મોદયના નિમિત્તે આત્મામાં જે વિકારભાવ આત્મા કરે છે તે ઔદયિકભાવ . આ પણ આત્માની કે સમય પુરતી અવસ્થા છે. (૪) કર્મોના ઉદય નિમિત્તે સર્વ સંસારી આત્માઓમાં જે દોષ ઉત્પન્ન થાય છે તેને ઔદયિક ભાવ કહે છે. તે મુખ્યપણે એકવીસ પ્રકારના માનવામાં આવ્યા છે. રાગ, દ્વેષ, મદ(માન), ક્રોધ, લોભ, મોહ (મિથ્યાદર્શન), નર, નારક, તિર્યક, દેવ એવા ચાર ગતિઓના ભાવ, માયા કષાયનો પુરુષ. સ્ત્રી-નપુંસક ભાવરૂપ ત્રણ લિંગો (વેદો) નો કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ-શુકલરૂપ છે ભાવ લેક્ષાઓનો, એક અજ્ઞાન, એક અસંયમ અને એક અસિદ્ધ ભાવનો સમાવેશ થાય છે.
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy