SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) જેને ગંધ, રસ તથા વર્ણ અવ્યકત છે એવા ઉદરવાયુની ઉત્પત્તિ થતી | જોવામાં આવે છે. એકવાર એકસરખું; એકરસ. એકવિધ એક પ્રકારના પદાર્થોનું જ્ઞાન થવું (જેમ એક જાતના ઘઉનું જ્ઞાન); એક | પ્રકારના પદાર્થો જ્ઞાનગોચર થયા. એકસદેશવભાવ:અવિરુદ્ધ સ્વભાવ ત્રિકાળ છે. એકાકાર જ્ઞાન પોતાને જ જાણે, અને પરને ન જાણે, તેને એકાકાર કહે છે. એકાકી એકલો. એકાગ્ર પરિણતપણારૂપ શ્રામાણ્ય :દઢપણે એકાગ્રતામાં પરિણમવું, તે શ્રામ છે. જેનું બીજું નામ મોક્ષમાર્ગ છે. એકાગ્ર : જેનો એક જ વિષય (આલંબન) હોય એવું. (૨) સ્વભાવમાં લીન. (૩) લક્ષપૂર્વક; એક ચિત્તે, ધ્યાન દઈને; મન ન ભટકે તેમ. એકાગ્ર ચિંતાનિરોધ એક જ વિષયમાં-ધ્યેયમાં-વિચારને રોકવા, તે (એકાગ્રચિંતાનિરોધ, તે ધ્યાન છે.) એકાગ્ર સંચેતન :એક વિષયનું અનુભવન. (એકાગ્ર=એક જેનો વિષય હોય એવું.) એકાગ્ર સંચેતન લહાણ એક અંગ્રનું (વિષયનું ધ્યેયનું) સંચેતન, અર્થાત્ અનુભવન, તે ધ્યાનનું લક્ષણ છે. એકાગ્રચિંતા નિરોધક :એક વિષયમાં વિચારને રોકનારો. એકાગ્ર ચિંતાનિરોધ એક જ વિષયમાં, ધ્યેયમાં-વિચારને રોકવા તે. (એકાગ્ર ચિંતા નિરોધ, તે ધ્યાન છે.) (૨) એક વિષયમાં વિચારને રોકનાર, આત્મા. એકાગ્રતા એક ચિત્ત; એક ધ્યાન; તલ્લીન; એકલક્ષી (૨) એકાગ્રપણું; એક જ બિંદુ પર ચોંટાડેલી નજરવાળું(૩) દ્રવ્યપ્રધાન નિશ્ચયનયથી માત્ર એકાગ્રતા એક જ મોક્ષમાર્ગનું લક્ષણ છે. પર્યાપ્ત પ્રધાન વ્યવહારનયના દર્શન-જ્ઞાન-ચારિત્રિક મોક્ષમાર્ગનું લક્ષણ છે. (૪) સ્વરૂપલીનતા. (૫) લીનતા. એકાગ્રસંચેતન લાણ :એક અગ્રનું (વિષયનું, ધ્યેયનું સંચેતન, અર્થાત્, અનુભવન, તે ધ્યાનનું લક્ષણ છે. ૨૪૨ એકાણવ્યાપ્ય એક પરમાણુથી વ્યાપ્ય હોય, એવડા. એકાંત કેવળ (૨) અસંગ થઈ, વિકારરહિત થઈ, રાગદ્વેષરહિત એકતા શુદ્ધ આત્માનું સેવન કરવું તે એકાંત છે. (૩) અયથાર્થ. એકાંતે કેવળ; સર્વથા; અત્યંત; (યતિ કેવળ જ્ઞાનાનંદમયી દશાને, જ અત્યંત અનુભવો) (૨) નિયમથી. એકાંત આત્મર્થબોધક :એકલું આત્મહિત થાય; સંસારનો અભાવ થાય. એકાંતે ઉપયોગ વિશુદ્ધ સર્વથા શુદ્ધોપયોગી. એકાંત ટાળી કેવળ ક્ષય કરી. એકાંતે બુમ કેવળ મોક્ષાર્થી; સર્વથા મોક્ષાર્થી. એકાંત મિથ્યાત્વ:વસ્તુને સર્વથા અસ્તિત્વરૂપ, સર્વથા નાસ્તિરૂપ, સર્વથા એકરૂપ, સર્વથા અનેકરૂપ, સર્વથા અનિત્ય, ગુણ-પર્યાયોથી સર્વથા અભિન્ન, ઈત્યાદિ સ્વરૂપે માનવી તે એકાંત મિથ્યાત્વ છે; વળી કાળ જ બધું કરે છે, કાળા જ બધાનો નાશ કરે છે, કાળ જ ફળ-ફલ વગેરે ઉપજાવે છે, કાળ જ સંયોગવિયોગ કરાવે છે. કાળ જ ધર્મ પમાડે છે-ઈત્યાદિ માન્યતા જહી છે, તે એકાંત મિથ્યાત્વ છે. દરેક વસ્તુ પોતે પોતાના કારણે પોતાની પર્યાય ધારણ કરે છે, તે જ તે વસ્તુનો સ્વકાળ છે અને તે વર્તતી કાળ દ્રવ્યની પર્યાય (સમય) તે નિમિત્ત છે; આમ સમજવું તે યથાર્થ સમજણ છે અને તે વડે એકાંત મિથ્યાત્વનો નાશ થાય છે. કોઈ કહે છે કે –આત્મા તો અજ્ઞાની છે, આત્મા અનાથ છે; આત્માનાં સુખ-દુઃખ, જીવન-મરણ, લાભ-અલાભ, જ્ઞાનીપણું, પાપીપણું, ધર્મપણું, સ્વર્ગગમન, નરકગમન ઈત્યાદિ બધું ઈશ્વર કરે છે; સંસારના કર્તા ઈશ્વર છે, હર્તા પણ ઈશ્વર છે, ઈશ્વરથી જ સંસારની ઉત્પત્તિ અને પ્રલય છે, - ઈત્યાદિ પ્રકારે ઈશ્વરકર્તુત્વની કલ્પના કરે છે તે મિથ્યાત્વ છે. ઈશ્વરપણું તો આત્માની સંપૂર્ણ શુદ્ધ (સિદ્ધ) અવસ્થા છે. આત્મા નિજ સ્વભાવે જ્ઞાની છે પણ પોતાના સ્વરૂપની અનાદિથી ખોટી માન્યતાના કારણે પર્યાયમાં અજ્ઞાનીપણું, દુઃખ, જીવન, મરણ, લાભ, અલાભ, પાપી પણું વગેરે પોતે પ્રાપ્ત કરે છે; અને જ્યારે પોતે પોતાના
SR No.016131
Book TitleJain Darshan Paribhasha Kosh
Original Sutra AuthorKundkundacharya
AuthorTarachand Manekchand Ravani
PublisherAjit Ravani
Publication Year2017
Total Pages1117
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy